________________
૨૬. દેખવાલાયક
આ જગતમાં દુર્લભ એવો મનુષ્યભવ મેળવ્યા પછી આ જે મનસહિત ચક્ષુદર્શન મળ્યું છે તેનાથી દેખવા લાયક હોય તો સમગ્ર વિશ્વમાં સારભૂત અને આપણા જીવનમાં સારભૂત પરમાત્માની મૂર્તિ અને જિનેશ્વરની વાણી જેમાં ગૂંથાયેલી છે તેવા આગમ તથા જેમનામાં પરમાત્માની વાણી વ્યાપ્ત છે તેવા આત્માઓ એટલે કે મહાપુરુષો, સાધર્મિકો દર્શનીય છે. તયા સકલ જીવરાશિ દર્શનીય છે. આ જોવા માટે ચક્ષુદર્શન સાથે આંતરદૃષ્ટિ ખોલવી પડે છે.
સકલ જીવરાશિનાં ચૈતન્યનાં દર્શન નિરંતર કરવા લાયક છે. અર્થાત્, જીવમાત્ર દેખવા લાયક છે. વ્યાપક દૃષ્ટિએ ચૈતન્ય સ્વરૂપે, સમાન ધર્મ (સ્વભાવ) તથા ઉપયોગ સ્વરૂપ જીવત્વના સંબંધથી (એટલે કે સજાતીયપણાથી) મિત્રતાના ભાવે દેખવા લાયક છે.
ગુણવાન અને પુણ્યવાનને પ્રમુદિત ભાવે દેખવાલાયક છે.
તથા દુ:ખી અને દયામણાને કારુણ્યભાવે દેખવા લાયક છે, અધમ, પાપી, ક્રૂરને તટસ્થ-માધ્યસ્થ ભાવે જોવાલાયક છે.
સારાંશમાં આ ચક્ષુથી દેખવા લાયક જિનમૂર્તિ, જિન આગમ અને જીવરાશિ.
જિનમૂર્તિ, જિન આગમ ચક્ષુ (બાહ્ય) તથા આંતરદૃષ્ટિથી.
જીવરાશિ પણ પર્યાયરૂપે ચાર ભાવનાથી ગ્રાહ્ય-ચક્ષુ અને આંતરદૃષ્ટિથી.
તથા સકલ જીવ રાશિ, પરમાત્મા અને આપણા આત્માને ચૈતન્ય સ્વરૂપે આંતરદૃષ્ટિથી નિરંતર જોવા લાયક છે.
૨૦. પ્રતિક્રમણ
૨૦૪૨, આ.વ. ૧૦, સોનારિકા
પ્રતિક્રમણ કરવું એટલે પાપનો પશ્ચાત્તાપ થઈ જાય, એ કેવી રીતે થાય ? પ્રતિક્રમણનાં સૂત્રો ગણધરે રચેલાં છે અને તે સૂત્રો જે ક્રમ અને તેની જે જે મુદ્રાઓ છે તે સઘળું કર્મના આવરણને દૂર કરીને શુભ કર્મવર્ગણાને સર્જે છે.
વળી પ્રતિક્રમણના સૂત્રોનો પુનઃપુનઃ ઉચ્ચાર સંબંધી જે ક્રિયા, તે તો મંત્રાક્ષરોની ક્રમબધ્ધ (કડીબધ્ધ) રચના છે અને તે રચનાથી આત્મા મન અને શરીરની આજુબાજુ મંગળનો આવર્ત રચાય છે.
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
96
www.jainelibrary.org