________________
પછી કદી જડ સ્પૃહા ન થાય તેવો દૃઢ નિશ્ચય સ્થિર થાય છે.
જેને સ્વની અનુભૂતિ યત્કિંચિત પણ થઈ છે તે જડ પદાર્થોમાં કદી પણ રાચતો નથી. તેને કોઈ પણ ભૌતિક સુખ ગમતું નથી. કેવળ આત્મ સ્વરૂપની સ્મૃતિ સદા રહે છે અને જયારે તક મળે છે ત્યારે તેમાં જ રમે છે તે રમવાની રાહ જ જોતો હોય છે. શરીરને ધારણ કર્યું છે માટે અને વ્યવહારથી આત્મામાંથી બહાર જવું પડે છે તે સિવાય બહારમાં એનું શું છે તે જાય ? જે છે તે બધું જ આત્મામાં જ છે, બહાર તો કાંઈ નથી, જીવ અજ્ઞાનથી સુખની શોધ માટે ફાંફા મારે છે. શરીર, તેના લીધે થયેલા સંબંધો એ બધું જ કાંઈ તારું નથી એમ માનીને સાધકદશાને વરેલો આત્મા સ્વની જ શોધમાં મશગૂલ હોય છે. તે જલ્દી જડતું નથી માટે જ જ્ઞાનીઓએ તેના માટે ઘણી ભિન્ન ભિન્ન જાતની પ્રક્રિયાઓ બતાવી છે. જે રુચે તે ગ્રહણ કરીને પુરુષાર્થ કર.
સ્વરૂપમાં ખોવાઈ જવા માટે ચૈતન્ય સાથે પ્રથમ તો અભેદ સાધવો પડશે. ‘કંપે લાયા’ એ સૂત્ર ચૈતન્યની એકતા બતાવે છે. દરેક આત્મા વ્યક્તિથી ભિન્ન છે. શક્તિથી એક છે. સ્વરૂપે એક છે સ્વરૂપમાં એકતાથી અભેદની સાધના કરતાં જડના સંબંધે દેખાતી ભિન્નતા ટળી જતાં એકતાનો આનંદ જીવ અનુભવે છે. એ જ આત્મસ્વરૂપની-સ્વભાવની સ્મૃતિ નિરંતર રાખવામાં કારણભૂત બને છે અને જડભાવની વિસ્મૃતિ સહજ બને છે.
૪. ગુરુ તત્ત્વ
ફા.સુ. ૪, સં. ૨૦૪૩, આરાધના ધામ, સુમિત્ર વિ.મ. ની કુંદકુંદ સૂ.મ.ની સ્વર્ગ તિથિ. ગુરુ તત્ત્વ એ એક અજર, અમર, શાશ્વત અવિનાશી તત્ત્વ છે, એ કોઈ વ્યક્તિ નથી, ગુરુ તત્ત્વની સાધના વિના આત્માની સ્વરૂપ પ્રાપ્તિ નથી. જેમ દેવ તત્ત્વની સાધના પરમાર્થને પ્રાપ્ત કરાવે છે તેમ ગુરુ તત્ત્વની પણ તેટલા જ પ્રમાણમાં પરમાર્થ સાધવા માટે તેની સાધના જરૂરી છે.
દેવ, ગુરુ, ધર્મ એ તત્ત્વત્રયી છે તત્ત્વમાં ‘ત્રયાનામ્ સમાદાર કૃતિત્રિતત્ત્વમ્' સમાહાર એ જ બતાવે છે કે એક પણ તત્ત્વના અભાવમાં સાધના પૂર્ણ થતી નથી. માટે જેમ રત્નત્રયીનું એક બીજા વિના રહેવું તે શકય નથી તેમ સાધનામાં તત્ત્વત્રયીમાં પણ એક બીજા વિના રહી શકતા નથી અર્થાત્, સાધનામાં ત્રણે સંકળાયેલાં છે. જો તેમ ન હોય તો સાધના પૂર્ણ થતી નથી અને કર્મ મુક્તિરૂપ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. અવિનાભાવ સંબંધે કાર્ય સિદ્ધિરૂપ ફળ પ્રાપ્ત કરાવનાર છે.
તત્ત્વ એટલે તે પણું. ગુરુમાં તે પણું અર્થાત્ ગુરુત્વ આ આપણી સાધનાનું આદર્શ છે. આ તત્ત્વત્રયી આપણા આત્મામાં સ્વરૂપે રહેલી છે તેને પ્રગટ કરવા માટે તેનું આલંબન લેવાનું છે. એમાં જેટલું પ્રાધાન્ય દેવતત્ત્વને આપીએ છીએ તેટલું જ પ્રાધાન્ય ગુરુતત્ત્વ અને ધર્મ તત્ત્વનું છે. જયાં સુધી આ દૃષ્ટિ ન ખૂલે ત્યાં સુધી તત્ત્વ પ્રાપ્તિ થઈ શકે નહિ.
આ તત્ત્વપ્રાપ્તિ માટે પ્રાથમિક ભૂમિકામાં જે ગુરુઓએ આ તત્ત્વ સમજાવ્યું, તેના પ્રત્યે આદરબહુમાન પેદા કરવા માટે પોતાના જીવનથી આલંબન આપ્યું, જ્ઞાનાવરણીય, મોહનીયાદિ કર્મનો ક્ષયોપશમ સાધકનો અંતર્નાદ
100
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org