________________
કરાવ્યો, કાંઈક જડતામાંથી સચેતન બનાવ્યા, અને દૃષ્ટિ ખોલી માર્ગ બતાવ્યો અને હાથને ટેકો આપી ચલાવવા માટે બળ આપ્યું એવા અનેક ગુરુઓના ઉપકારોની શ્રેણીને જીવનમાં આત્મસાત્ બનાવી ક્ષણે ક્ષણે ગુરુતત્ત્વનો અજપા જાપ, અને રોમે રોમે વ્યાપી ગયેલું એ તત્ત્વ, માર્ગમાં ચાલતાં સદા રક્ષણ કરે.
સાધના માર્ગમાં અનેક વિદનો છે, અહંકારાદિ કાંટા તો એટલા પથરાયેલા છે કે પગ કયાં મૂકવો તે પણ સૂઝે નહિ. એવા માર્ગમાં એક ગુરુ તત્ત્વ અખંડ, અજર, અમર, અવિનાશી સહાય કરવા માટે સદા તત્પર છે, તેમના ઉપકારનું સ્મરણ થતાં તે કાંટાઓ બુટ્ટા બની જાય છે, સાથે-સાથે આગળનો માર્ગ પણ બતાવતા જાય છે તથા જવું છે ત્યાં સુધી ભોમિયાની જેમ સાથે રહે છે. તેમના જેવા માર્ગના જાણકાર બનાવીને પછી જ છૂટા મૂકે છે ત્યાં સુધી તો આપણે ભૂલા ન પડીએ તેની સદા ચિંતા કરે છે અને તેમની દૃષ્ટિમાં રાખે છે એવા ગુરુ તે માતા છે. જન્મદાત્રી માતા કરતાં પણ અનેકગણું નહિ પણ અનંતગણું વાત્સલ્ય આ ગુરુમાતાનું છે. જે તેનો અનુભવ કરે છે તેને આ દુનિયાના બાહ્ય વાત્સલ્ય ફિક્કા લાગે છે. એવા અનેક ભવમાં અનેક ગુરુ માતાના વાત્સલ્યથી પુષ્ટ થયેલો, અનેક ગુરુઓના ઉપકારો તળે દબાયેલો, અનેક ગુરુઓની સહાયથી આજે જે ભૂમિકાએ પહોંચ્યા છીએ તેઓના અનંત ઉપકારોનું સ્મરણ કરતાં કરતાં આ ભવમાં એ આપણા જીવનનાં ઉત્થાનમાં નિમિત્ત બન્યા છે તે પ્રત્યક્ષ ઉપકારી ગુરુ ભગવંતના ઉપકારો આપણા ચિત્તમાં સદાય સ્કૂર્યા કરે અને મન, વચન, કાયાને સમર્પણ કરી આપણું અસ્તિત્વ બાદ કરીએ એવી દશા ગુરુતત્ત્વની ઉપાસનાની પ્રાથમિક ભૂમિકા છે. તેનાથી આગળ વધતાં જગતુગુરુનું મિલન થાય છે અર્થાતું, ગુરુતત્ત્વએ સાક્ષાત્ જગતુગુરુનું મિલન કરાવે છે. દેહથી-ચક્ષુથી મિલન થાય ત્યાર પછી તેમણે ફરમાવેલા આદેશોમાં તન્મય, તદ્રુપ બની સાધક તેમની આજ્ઞામાં ઝીલે છે. ત્યારે ગુરુ તત્ત્વની સાધનાની ટોચે પહોંચેલો પોતે જ તે દશાને પામે છે.
ગુરુ તત્ત્વની સાધનાની પ્રાથમિક ભૂમિકામાં ગુરુના ઉપકારોના સ્મરણથી હર્ષાશ્રુ, રોમાંચિત દેહ વગેરે સાધક અનુભવે. ત્યાર પછી તેમના ગુણોનું સ્મરણ અજપાજાપની જેમ થયા કરે તેટલી ભૂમિકા સુધી પહોચવા માટે નિરંતર અનેક ગુણોનું દર્શન થાય છે, (વ્યક્તિ ગુરુ-જેના આલંબને આજે જે ભૂમિકામાં છીએ) ચિંતન કરે છે, તેના પ્રભાવે તે ગુણોની પ્રાપ્તિની ઝંખના થતાં આપણું ઉપાદાન પુરૂષાર્થ પ્રતિ ડગ માંડે છે. કયો પુરુષાર્થ ? ગુરુનું આલંબન લઈને તેમના સ્મરણ દ્વારા કર્મનો ક્ષયોપશમ થતાં મન, વચન, કાયા પછી આત્મ સમર્પણ થાય છે. તે આત્મ સમર્પણ સુધીનો પુરુષાર્થ કરે છે ત્યારે તે ગુરુના ગુણોને સહજથી પ્રાપ્ત કરે છે અને છેલ્લી ભૂમિકામાં જગતુગુરુની સાથે અભેદ સાધતાં શ્રેણિમાં ચઢી આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરે છે. ૫. વિરતિ અને પ્રેમ
ચે.શુ.પ્ર. ૧૦ વિરતિ, જીવો પ્રત્યેના પ્રેમને ખેંચી લાવે છે. કઈ વસ્તુની વિરતિ ? સર્વની વિરતિ. જેટલા પ્રમાણમાં વિરતિ તેટલા પ્રમાણમાં પ્રેમ થાય છે. જડની વિરતિ, કષાયની વિરતિ, કર્મોની વિરતિ.
સાધકનો અંતનદ
101
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org