________________
એમ બાહ્ય તપથી વિષયના વિરાગ અને કષાયના ત્યાગ દ્વારા જિતેન્દ્રિય બનેલા આત્માને શરીર તરફનું મમત્વ ઘટે છે ત્યારે તેનું ચિત્ત અત્યંતર તપમાં જોડાય છે, સ્થિર થાય છે અને વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાયમાં સ્થિર બનેલો આત્મા ધ્યાનમાં જઈ શકે છે. અને આંતરશત્રુનો વિજેતા બને છે. ૯. શીલા
ચ.વ. ૧+ર શીલ એ આત્માનો ગુણ છે, પાંચ ઈન્દ્રિયો દ્વારા આત્મા જયારે મોહાધીન બને છે ત્યારે કુશીલ બને છે. આત્મા પોતે સઆચારમય શીલયુક્ત છે. ઈન્દ્રિયો આત્માના જ્ઞાન ગ્રહણ કરવાનાં કાર છે. વિષયો પાંચ છે પાંચ વિષયોનું જ્ઞાન ઈન્દ્રિયો દ્વારા થાય છે.
આ જ્ઞાન આત્માને નકામું છે એમ નથી. પાંચ વિષયમય જ જગત છે. જગતનું જ્ઞાન કર્યા વિના પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થતું નથી. જગતના જ્ઞાનમાં આવતા મોદાદિ અંતરાયો પહાડ જેવા છે. તેને પોતાના સામર્થ્યથી ઉલ્લંઘી જાય ત્યારે પૂર્ણ જ્ઞાની બને છે. મોહાદિ અંતરાયો છે તે જ ઈન્દ્રિયોના વિષયોનું સત્ય જ્ઞાન કરવામાં વિદનભૂત બને છે. રૂપ, રસ, ગંધ સ્પર્શ, શબ્દમય જ જગત છે. તેનું ઈન્દ્રિયો દ્વારા જ્ઞાન કરતાં આત્મા રાગ, દ્વેષ કર્યા વિના તટસ્થ રહે તેનું નામ સમત્વ, સમભાવ, સામાયિક. આ સામાયિક ઈન્દ્રિયો દ્વારા જ્ઞાન થતાં સમભાવ રાખવા થાય છે. જો ઈન્દ્રિયો ન હોય, વિષયો ન હોય તો સમત્વ શી રીતે રાખી શકાય? માટે આ પાંચ ઈન્દ્રિયોના વિષયરૂપ જગતનું જ્ઞાન સમભાવનું કારણ બને છે અને આ રીતે રાગ, દ્વેષ, મોહને જીતીને આત્મા કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે અને પોતાના સહજ શીલ સ્વભાવને પામે છે.
પાંચ ઈન્દ્રિયો જયારે વિષયો ગ્રહણ કરતાં મોહાદિ હાજર થતાં આત્માને વિકૃત બનાવે છે, તે જ તેની કુશીલતા છે. વિષયોનો નાશ નથી થવાનો અને જયાં સુધી મુક્તિ નથી ત્યાં સુધી ઈન્દ્રિયોનો પણ નાશ નથી થવાનો. આ બંને વસ્તુની હાજરી છે તો જ ઈન્દ્રિય અને વિષયનો સંગ થતાં આત્મા તેનાથી અલિપ્ત રહી માધ્યય્યભાવ ધારણ કરે ત્યારે તેના (ઈન્દ્રિયોના) પાશમાંથી છૂટાય છે અને સદાચાર શીલમય ગુણ પ્રગટે છે.
માટે વિષયો આપણને હેરાન કરે છે એમ માની તેના પર જુગુપ્સા કરવાની જરૂર નથી, ઈન્દ્રિયો મને ઉન્માર્ગે લઈ જનારી છે એમ તેના પર શત્રભાવ ધારણ કરવાની જરૂર નથી, વિષયો પ્રવાહથી શાશ્વત છે તેનો નાશ કરી શકાય તેમ નથી અને ઈન્દ્રિયો તો જ્ઞાન મેળવવાનું પ્રબળ સાધન છે તેના વિના તો મોક્ષ જ નથી.
પરંતુ આત્માની જે અનાદિકાલીન ભૂલ છે તે સુધારવાની જરૂર છે. તું તો જ્ઞાન કરતાં કરતાં વિષયોના સારા નરસાનો વિવેક કરી બેસી નથી રહેતો પણ સારામાં આસકત બની ભોગવવા મંડી પડે છે, સુખ મેળવવાના ફાંફા મારે છે અને નરસાની દુવંછા કરી માનસિક ત્રાસ અનુભવતો દુઃખનો અનુભવ કરે છે. આ એની અનાદિની ભૂલ છે. તેને સુધારવા જ્ઞાનીના વચનથી જડ વિષયોને શેય
સાધકનો અંતર્નાદ
106
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org