________________
દર્શનમાં આત્માની રુચિ થવાથી શાંતિનો અનુભવ એટલા માટે થાય છે કે - ઉપયોગ સુખ લેવા માટે કર્મના પરાધીનપણાથી જયાં જયાં ફાંફા મારતો હતો તે હવે પોતાના ઘર(આત્મા)માં અંદર રુચિ થવાથી બહાર ભટકતો નથી, પરંતુ પોતાના ઘરમાં રહીને તેની શીતળ છાયામાં શાંતિનો અનુભવ કરે છે.
આ રીતે ઉપયોગ સમ્યગ્ ધર્મ સ્વરૂપ હોવાથી દરેકમાં સહાયક બને છે અને પોતાનો પ્રકાશ ફેલાવે છે. જેથી આત્મા પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરીને શાંતિ અને સુખનો અનુભવ કરે છે.
૧૨. સમાધિરાજ
" सम्यग् आधीयते इति समाधि सम्यग् आधीयते चित्तं अनेन इति समाधि. " શું ધારી રખાય છે ? ચિત્ત. સમાધિ તેને કહેવાય કે ચિત્ત સારી રીતે ધારણ કરી શકાય, સ્થિર રાખી શકાય. ચિત્તને સમભાવી બનાવવું તે સમાધિ. તેમાં રસાધિરાજ જે આઠ રસોનો રાજા છે તે શાન્તરસ આ સમાધિમાં ભળ્યો હોય તે સમાધિરાજ. તે કોણ છે ? આત્મા.
આત્માની સ્થિરતાને સમાધિ કહી, તેમાં શાન્તરસ મેળવાય ત્યારે તે આત્મા (ચિત્ત) સ્થિરભાવમાં શાન્તરસનો અનુભવ કરતો અદ્વિતીય આનંદરસને આસ્વાદતો સમાધિરાજ બને છે.
સમાધિરાજ આત્મા છે.
જડ સમાધિમાં આખી દુનિયા ડૂબેલી છે. પાંચ ઈન્દ્રિયોના રસનો લોલુપી જયારે તે ૨સને આસ્વાદતો હોય ત્યારે સમાધિ પામે છે, પરંતુ તે જડ સમાધિમાં શાન્તરસ-૨સાધિરાજ ભળ્યો નથી હોતો. બાકીના આઠ રસોમાંથી કોઈ પણ રસ ભળ્યો હોય છે. તેના કારણે તે સમાધિમાંથી બહાર આવતાં અર્થાત્, તે સમાધિ છૂટી જતાં તુરત આક્રંદકારક દુઃખનો અનુભવ કરે છે. કારણકે બાકીના જે આઠ રસો છે તે તેને જડ ભાવોના બનાવી દીધા છે અર્થાત્, આત્મા જડ વસ્તુમાંથી તે રસોનો આસ્વાદ લેતો હોય
છે.
શ્રા.શુ. ૧૨
જો તે આઠ રસોનો આસ્વાદ ચેતનમાંથી લેવાય તો તે દુઃખદાયક બનતો નથી.
આત્મામાંથી તે આઠ રસોને કેવી રીતે મેળવવા ? તેનું વિજ્ઞાન જે છે તે જાણીને તે રસો મેળવવાથી અંતે છેલ્લો રસાધિરાજ શાન્તરસ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ શાન્તરસને સમાધિમાં ભેળવવાથી આત્મિક આનંદરસની ઉત્પત્તિ થાય છે ત્યારે સમાધિમાં ડૂબેલો આત્મા સમાધિરાજ બને છે.
જડ વસ્તુમાં જીવન સમાધિ ભ્રમરૂપે અનાદિકાળથી છે તેથી તેના દ્વારા જ પોતે પોતાનું ભવભ્રમણ ચાલુ રાખ્યું છે.
સમાધિ બે પ્રકા૨ે-૧. જડ સમાધિ ૨. આત્મસમાધિ. ૧. જડ વસ્તુ (પાંચ ઈન્દ્રિયોના વિષયો)માં ચિત્તને (આત્માને) સમ્યક્ પ્રકારે (સારી રીતે) ધારણ કરી રાખે અર્થાત્ અત્યંત સ્થિર કરી દે તો આત્માની શું હાલત થાય ? વિષયોમાં ચિત્તને સ્થિર કરે ત્યારે આઠે રસો તેમાં ભળે ત્યારે આત્મા અસમાધિરાજ બને છે.
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
139
www.jainelibrary.org