________________
હોવાપણાનો અભાવ નથી. આ રીતે સ્વોચિત ભાવનું અસ્તિત્વ છે. સ્વાનુચિત ભાવનું અસ્તિત્વ નથી. એમ યથાયોગ્ય જોડી તે-તે આત્મભાવોના અસ્તિત્વનો વિચાર કરવો, જેનો અભાવ છે તેને અભાવરૂપે માની મિથ્યામતિ દૂર કરવી, અભાવમાં સદ્ભાવ માનીને આત્માના સ્વરૂપને ઢાંકવું નહિ. આત્મસ્વરૂપની વિચારણામાં ભાવના ભાવનો અભાવ એ વિચાર ખૂબ જરૂરી છે, નિજ સત્તાનું ભાન તે વિચારવાથી થાય છે આત્મા ઉપર મિથ્યામતિથી કરેલા અસદ્ આરોપો દૂર થઈ, શુદ્ધમતિનો પોતે સ્વામી બને છે અને નિજ પર કલ્યાણ સાધે છે.
૩૫. સાધક ગુણ
શ્રા.શું. ૬
સાધે તે સાધક, સિદ્ધ કરે. શું ? સાધ્ય, સાધ્યને સિદ્ધ કરે તે સાધક, સાધ્ય અને સિદ્ધિ બંને હાજર છે, ખૂટે છે સાધકતા. સાધકતા વિનાનો સાધક નામનો છે. તે સાધક સિદ્ધિ કરી શકતો નથી. સાધકપણું આવ્યા પછી સિદ્ધિ થવી સહેલી છે. સાધકતા પ્રગટ થાય ત્યારે પ્રથમ તો તેની યોગોની ચંચળતા ટળી ગઈ હોય, પ્રણિધાનને પામેલો હોય, ઉપયોગની મલિનતાની શુદ્ધિ ચાલુ હોય, બાહ્ય વિષયોથી ચિત્ત પર થયેલું હોય, મલિન વાસનાઓથી ચિત્ત ખરડાયેલું ન હોય, સાધના પ્રત્યે પ્રીતિ હોય, એ જ સર્વસ્વ છે એમ દેઢતાપૂર્વક માનવું હોય, સંકલ્પના બળવાળો હોય, ચિત્તને અસ્થિર કરે તેવા આંતર અને બાહ્ય નિમિત્તોથી દૂર રહેવા માગતો હોય, આંતર નિમિત્ત જગતના જીવોની ઉપેક્ષા, તથા જડના રાગ બંધનથી ઉત્પન્ન થયેલો જીવ દ્વેષ, પુદ્ગલ પ્રત્યેની આસક્તિ વિગેરે. બાહ્ય નિમિત્તો, કલુષિત વાતાવરણ, દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવની અનુકૂળતાનો અભાવ વિગેરે.
સાધ્ય પ્રત્યે સમર્પણ હોય, મોહનીય કર્મનો ઠીક ઠીક ક્ષયોપશમ થયેલો હોય, શાંતિ સમાધિને નિરંતર ઈચ્છતો હોય, જગતના બધા ભાવો ૫૨ સમભાવી વૃત્તિને કેળવતો હોય, બાહ્ય ભાવોથી ચિત્ત અલિપ્ત રહેવા માગતું હોય, સ્વ-સ્વરૂપની પ્રાપ્તિને ઝંખતો હોય, આત્મ-તત્ત્વ પર પ્રીતિ હોય એવો આત્મા મોક્ષરૂપ સાધ્યની સાધકતાને વરેલો ભગવાને કહેલાં સાધનોને સેવતો સિદ્ધિને વરે છે.
૩૬. મહોદય (મહોદયપણામાં મ્હાલવું)
શ્રા.શુ. ૭
મહાન ઉદય છે. આત્માનો, ક્યાં ? મોક્ષમાં. માટે જ કર્મથી મુક્ત થયેલ આત્માના સ્થાનને મહોદય પદ કહેવામાં આવે છે.
આત્માના ઉદયની શરૂઆત ચતુર્થ ગુણસ્થાનકથી થાય છે અને પૂર્ણતા ચૌદમે થાય છે. પૂર્ણતાને મહોદય કહેવાય છે. માટે ઉદય એ અધ્યવસાયના ક્રમે થાય છે. આત્મ સ્વરૂપની ઝાંખી જયારથી થાય ત્યારથી તેનો ઉદય કહેવાય. પછી આત્માની પ્રગતિ અધ્યવસાયની ક્રમિક શુદ્ધિના આધારે છે તે તેનું ચડાણ છે. જેમ સૂર્ય ઉદય પામે છે પછી તે આગળ આકાશમાં ચઢે છે બરાબર મધ્યમાં આવે છે ત્યારે સાધકનો અંતર્નાદ
43
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org