________________
માર્ગે ચાલી ક્ષાયિક ભાવના ગુણને પામે ત્યારે શાંતિનો અનુભવ કરી શકાય છે. તે આઠમા ગુણસ્થાનકથી ક્ષપક શ્રેણિમાં આરોહણ કરનાર જીવ શુકલ ધ્યાન રૂપ અગ્નિથી કેવળ નિર્જરા કરતો અને અનંત અનંત ગુણ-વૃદ્ધિથી કમને બાળી નાખતો, બે ઘડીમાં જ નિરાલંબની આત્મા (કોઈ અનુષ્ઠાનનાદિની આલંબન રહિત) કેવળ સ્વબળે પોતાના ઈષ્ટ સ્થાને પહોંચી જાય છે અને સદા માટે સ્વતંત્રતાને પ્રાપ્ત કરે છે.
૬૮. અગ્નિ બુઝાય છે અને દીપક પ્રગટે છે એ શું ?
ભા.વ. ૯ ક્રોધાદિ બુઝાય છે અને જ્ઞાન દીપક પ્રગટે છે. જગતમાં બેની સત્તા ચાલે છે એક મોહરાજાની, બીજી ધર્મરાજાની. જે ધર્મરાજાની સત્તા નીચે છે તે જીવ સુખી છે, અને જે મોહરાજાની સત્તામાં છે તેને મોહ રાજા સુખની લાલચ આપે છે પણ જીવ પામે છે દુઃખ, કેમકે તે સુખમાં ક્રોધાદિ ચાર અગ્નિ પ્રગટ થાય છે જે જીવનો સંસાર વિસ્તારવામાં મુખ્ય ભાગ ભજવે છે. ક્રોધાદિ ચારેય મોહરાજાના પક્ષના મોટા યોદ્ધાઓ છે. તે ધર્મરાજાના પક્ષમાં જતા જીવોને અગ્નિની ખાઈ બનીને અટકાયત કરે છે. પણ જીવ ઉપશમ આદિ પાણીનો ઉપયોગ કરી તેના અંગારાને બુઝાવી દે છે તો આત્મામાં જ્ઞાનરૂપી દીવો પ્રગટે છે. જગતના સર્વ જીવો આ ચારમાં ફસાયેલા છે. જેથી જીવનમાં અજ્ઞાનરૂપી અંધકાર ફેલાઈ ગયેલો છે અને તે કારણે જ મોહની સત્તા નીચે દબાયેલા રહેલા છે. મોહની સત્તા હઠાવીને ધર્મસત્તાને લાવવા માટે આ ચાર જે અગ્નિસ્વરૂપ છેતેને ઉપશમ, સરળતા, કોમળતા, નિરાશસતા આદિથી બુઝાવી દેવામાં આવે તો સફળતા મળે કેમ કે જયાં સુધી ક્રોધાદિ અગ્નિ બુઝાય નહિ ત્યાં સુધી જ્ઞાનરૂપી દીવો પ્રગટે નહિ અને જ્ઞાનરૂપી દીવો પ્રગટે નહિ ત્યાં સુધી અજ્ઞાનરૂપી અંધકાર હઠે નહિ અજ્ઞાનનું અંધારું જાય નહિ ત્યાં સુધી મોહનું તોફાન ઓછું થાય નહિ. ૬૯. વિરતિ રાણી છે અને સર્વવિરતિ દાસી છે એ શું ?
ભા.વ. ૧૧ વિરતિ રાણી જો જાગૃત હશે તો સર્વ વિરતિ પાછળ પાછળ સધાવાની જ છે, માટે મહત્તા સર્વવિરતિની નથી પણ વિરતિ રાણીરૂપ પરિણામની છે. આત્મા આઠ કર્મથી બંધાયેલો છે. તેમાં આત્માના જે ચાર મુખ્ય ગુણો છે જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય તેને આવરનાર ચાર ઘાતી કર્મો છે તેમાં ચારિત્ર ગુણનો આવરનાર મોહનીય કર્મ બધાય કર્મોનો રાજા છે. તે મિથ્યાત્વ, અવિરતિ અને કપાય એ ત્રણેને કર્મથી આત્મા વધારે બંધાય અર્થાતું, આત્માને કર્મરૂપી જેલમાં નાખવા માટે જેલર તરીકે રાખ્યા છે. તેમાંય અવિરતિનું જોર તો એટલું બધું છે કે કૃષ્ણ મહારાજા, શ્રેણિક મહારાજા જેવા ક્ષાયિક સમકિતના ધણી જેમણે મિથ્યાત્વને તો મૂળમાંથી ઉખેડી નાંખ્યું છે અને અનંતાનુબંધી કષાયને બાળી નાંખ્યો છે તેવા મહાન સુભટ મોહની સામે પડેલાને પણ રાંક જેવા બનાવી દે છે અને ગતિરૂપી કેદખાનામાં જીવને પૂરી દે છે. તે અવિરતિને નાશ કરનાર આત્માની વિરતિરૂપી રાણી જ એક બળવાન સાધકનો અંતર્નાદ
68
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org