________________
છે અરે ! સર્વવિરતિને વરેલા જીવો પણ જો વિરતિના દાસ ન બને તો ક્ષણવારમાં ભૂમિ ઉપર લોહી વમતા કરી નાંખે છે. સર્વથી પણ વિરામ પામેલો જીવ ભલે શબ્દથી વિરતિ કરતાં મહાન લાગે, ભલે વિરતિને સર્વ વિશેષણ લગાડીને તેને શોભાવી હોય પણ તે તો વિરતિની દાસી છે. વિરતિ રાણી પદે એટલા માટે છે કે સર્વ વિરતિમાં પણ ખૂટતું તત્ત્વ જે પરિણામની ધારા, તે તો વિરતિ જ પૂરું પાડે છે. વિરતિ એ પરિણામ-સ્વરૂપ છે. સર્વ વિરતિ એ બાહ્ય ત્યાગ-સ્વરૂપ છે. માટે બાહ્ય ત્યાગ કરતાં વિરતિરૂપ પરિણામનું મહત્ત્વ જૈન શાસનમાં વધારે છે. જેટલી સર્વ વિરતિની કિંમત નથી તેટલી વિરતિની કિંમત બધે અંકાય છે. સર્વથી (બાહ્યરૂપે) વિરામ પામ્યા પછી પણ જો વિરતિનાં પરિણામ ન હોય તો સર્વવિરતિ પોતાના સ્વરૂપમાં પણ ટકી શકતી નથી. વિરતિ એટલે વિરામ પામવું. શેનાથી ? બાહ્યભાવથી. જે બાહ્યભાવથી વિરામ પામે છે તે જ સર્વવિરતિને સત્યરૂપે વરી શકે છે. માટે વિશેષણથી અલંકૃત વિરતિ તે તો વિરતિ રાણીની દાસીના સ્થાને છે. જો આત્માની અંદર વિરતિ જાગ્રત હશે તો સર્વ વિરતિની સાધના સહજભાવે થવાની જ છે. ૭૦. પરભાવમાં શુદ્ધિ
ભા.વ. ૧૨ આત્મા - એ સ્વ અને તેથી ભિન્ન જે જે છે સર્વ પર - પર એટલે આત્મભિન્ન પુદ્ગલ - જડ. તેમાં શુદ્ધિ. તે પરભાવમાં શુદ્ધિ. જો કે જડભાવ - જડ પદાર્થ, તેમાં શુદ્ધિ હોઈ શકે નહિ. પણ જે જે પુગલમાં ઉત્તમ વસ્તુનું આરોપણ કરવામાં આવે છે, અથવા જે જે પુદ્ગલ ઉપર ઉત્તમ વસ્તુનો વાસ હોય છે અથવા આત્માના સાધ્યની સિદ્ધિમાં જે જે પુગલને સાધન બનાવવામાં આવે છે તે બધી વસ્તુ પરભાવ હોવા છતાં આત્માની શુદ્ધિને બતાવનાર - બનાવનાર હોવાથી તેમાં પણ શુદ્ધિ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. અર્થાત્, ઉપચારથી પરભાવમાં શુદ્ધિ શબ્દનો પ્રયોગ કરીને તેના પ્રત્યે આદર-બહુમાન દ્વારા તે સાધનને પણ પૂજનીય માની આત્મા તરફનું જ બહુમાન વધારવાનું છે. જગતમાં ઉત્તમ વસ્તુ પંચ પરમેષ્ઠિ છે. તેનો સિદ્ધક્ષેત્રમાં વાસ થવાથી-તે ક્ષેત્રે મોક્ષ થવાથી, તે ક્ષેત્ર પુદ્ગલ સ્વરૂપ હોવા છતાં પંચ પરમેષ્ઠિની જેમ પૂજનીય બને છે. મૂર્તિ પાષાણની છે છતાં તેમાં પંચ પરમેષ્ઠિનું આરોપણ કરવાથી તેને સાક્ષાત્ પરમેષ્ઠિ સ્વરૂપ માની, તેને પૂજીને, આત્મગુણ પ્રગટ કરી શકાય છે. જ્ઞાન, દર્શન, ચારિત્રનાં ઉપકરણો પુદ્ગલ રૂપ હોવા છતાં તે આત્મગુણ પ્રગટ કરવામાં સાધનભૂત હોવાથી તે પૂજનીય ગણાય છે. તે જ તેમાં શુદ્ધિ છે. ૦૧. પ્રભુ ભક્તિ
ભા.વ. ૧૩ પ્રભુ ભક્તિ એ મુક્તિની દૂતી છે. મુક્તિ મહેલનાં પગથિયાં ચઢવા માટે ભક્તિ એ પ્રથમ અને અમોઘ સાધન છે. અર્થાતુ, મુક્તિમાં જવા માટે ભક્તિ વિના ચાલી શકે તેમ નથી. કેમકે ધર્મ અનુષ્ઠાનમાં પ્રથમ નમવાનું જ બતાવવામાં આવ્યું છે. નમસ્કાર જ આત્માના સંપૂર્ણ સ્વરૂપને પ્રગટ કરવા સમર્થ સાધકનો અંતર્નાદ
69
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org