________________
ભગવાને કહ્યું જગત, જીવ અને તું એકજ છે. આ બધું દ્રશ્ય છે તે તો તે જે શરીર ધારણ કર્યું છે તેને માટે જીવન જીવવાના વ્યવહારો છે. પોતાની ઉભી કરેલી ધમાલ છે. તેમાંથી છૂટવું હોય તો જગતને તારા જેવું માનીને વ્યવહાર કર અને મારું ધ્યાન કર.
પરમાર્થ માર્ગ છે સર્વથી વિરામ પામવું. કેમ? જે તારું નથી તેને અનાદિકાળથી વળગી પડયો છું અને તેમાંય રાચે છે, માચે છે અને વ્યસ્ત રહે છે એજ આડો માર્ગ છે. સીધો માર્ગ છે તારું જે છે તે તારી પાસે છે...અહિં થોભી જા અને પાછો વળ. સર્વ પાપથી વિરામ પામ. સર્વથી મોટું પાપ મિથ્યાત્વ છે, જે બધા પાપને નોતરે છે.”
આત્મામાં રહેવું તે સ્વભાવ. જડમાં રહેવું તે પરભાવ. ચેતન્ય શક્તિ એટલે શુધ્ધાત્મ દ્રવ્ય, તેમાં કોઈ વિકૃતિ નથી. કર્મના સ્પર્શથી વિકૃત નહીં બનેલું આત્મદ્રવ્ય તે શુધ્ધાત્મ દ્રવ્ય. આત્મા સત્ ચિન્તુ આનંદ સ્વરૂપ છે. બીજા દ્રવ્યોમાં સારું છે પણ ચિત્ અને આનંદપણું નથી. જ્ઞાન એટલે જાણવું. આનંદ પામવો. એ બે ક્રિયા બીજા દ્રવ્યોમાં નથી.
પૂર્વના પરમાર્થમાર્ગના ઋણાનુબંધથી આ જીવનમાં કોઈ અણઉકલ્યા યોગ મળી જાય છે. પૂજ્યશ્રી પઘલતાશ્રીજીનો યોગ અલ્પ મળ્યો. પરંતુ પૂજ્ય સાધ્વી શ્રી ભાવપૂર્ણાશ્રીજી અને પૂજ્ય સાધવી શ્રી નિર્વાણ શ્રીજીએ પૂજ્યશ્રીના શ્રુતનો ખજાનો જે વિશ્વાસથી મને સુપ્રત કર્યો અને આવા સત્કાર્ય માટે અવસર આપ્યો તે માટે હું તેમની ઋણી છું. પૂજ્યશ્રી નું મૂળ લખાણ સુંદર અક્ષરે લખાયેલું છે તે જેમ છે તેમ છપાવવું વધુ ઉત્તમ હતું. પરંતુ તે બધી ડાયરી સપ્રમાણ નથી, એટલે ગ્રંથાકારે આમ કરવું સરળ બન્યું. છતાં આ બધી ડાયરીઓના લખાણને વ્યવસ્થિત ગોઠવી, વિભાગો પાડી, દરેકની ઝેરોક્ષ નકલો કરાવવા શ્રી પ્રીતમબેન સીંઘવી એ પરિશ્રમ કરવાથી આ કાર્ય સરળ બન્યું છે. તેઓ લેખિકા અને તત્ત્વ જિજ્ઞાસુ હોવાથી આ કાર્યમાં તેમની સુઝ ઘણી ઉપયોગી બની છે. છતાં મૂળ વાત તો પૂજ્યશ્રીના પવિત્ર અંતઃચેતનાથી આલેખાયેલા આ તત્ત્વોની વિશેષતા છે. તેમાં યત્કિંચિત્ લાભ મળ્યો તે અમારા સૌનું પુણ્ય છે.
આ ગ્રંથ તમારા સૌના વરદ હસ્તમાં આવશે. તેની પવિત્રતા જાળવજો તેને વાંચજો, વિચારજો, માણજો. “મહિ પડ્યા મહા સુખ માણે” એવું સૌને થશે તેની ખાત્રી છે. આપણો શ્રમ એટલો જ કે આપણે આ વચનોને આત્મસાત્ કરીએ. આપણા ઘણા જન્મોનું બાકી રહેલું એક મહાન પરમાર્થ કાર્ય આ નિમિત્તે સફળ બને તેજ અભ્યર્થના...
તેમના અંતેવાસીની પૂજ્ય સાધ્વીશ્રી ભાવપૂર્ણાશ્રીજીએ પૂજ્યશ્રી પાસેથી ઘણું મેળવ્યું છે. સ્વયં વિદ્વતાપૂર્ણ શ્રુતજ્ઞાનમાં પારંગત છે. તેમનો પરિચય પણ સાધકો માટે આત્મશ્રેયરૂપ છે. તેઓ સૌ પ્રત્યે અહોભાવ વ્યક્ત કરી વિરમું છું. આ જ્ઞાનયાત્રાના સહભાગી થવા બદલ ઋણી છું.
લી. સુનંદાબહેન વોહોરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org