________________
મારો અંતર ભાવ
વિનીત -સુનંદાબહેન
સાધકનો અંતર્નાદ ગ્રંથાકારે આપ સૌના વરદ હસ્તમાં અર્પણ થયો, હૃદયમાં ધારણ થશે, ચેતનામાં ગુંજશે અને આખરે ભવ્યજનોને અંતરજગતમાં તેનો પ્રતિસાદ મળશે એવું રહસ્ય પ્રસ્તુત ગ્રંથમાં ઘણી વિશદતાથી પ્રગટ થયું છે. એવા આ ગ્રંથ વિષે મારે હૃદયના ભાવ આલેખવાના છે. તે પહેલા કેટલુંક પ્રાસંગિક જણાવું કે જે અગાઉ ગ્રંથ નવપદ અનુભૂતિ માં જણાવ્યું છે. છતાં પુનરૂક્તિ દોષ નથી કહેવાતો.
પ્રસ્તુત ગ્રંથમાં જે લેખન છે તે સ્વાભાવિક આનંદનો - અંતઃચેતનાનો નાદ છે. તેમના અંતેવાસીની પુણ્યધરામાં છીપમાંથી મોટી પ્રગટ થાય તેમ કુમુદ નામની કુલદીપીકા (શાસનદીપીકા)નો જન્મ થયો. જન્માંતરીય સાધના સાથે અવતરેલા ઉત્તમજીવોની બાલ્યાવસ્થા જ્ઞાનવૃધ્ધ હોય છે. તેમ આ કન્યારત્નના જીવનમાં બન્યું અને તે પવિત્ર ચારિત્ર વડે ચરિતાર્થ થયું.
યુવાનીમાં સાધેલો સર્વસંગ પરિત્યાગ શીઘ્રતાથી પરમાર્થને સાધે છે તેમ કુમુદ નામાંતર પામ્યું અને પાલતાશ્રીજી સાથ્વીપણે સંયમમાર્ગમાં સ્થિર થયા. ચારિત્ર ગ્રહણ પછી તેઓને બાહ્ય કોઈ વિશેષ ક્રિયાકલ્પની રૂચિ ન હતી. બાહ્યાડંબરથી તે વિમુક્ત હતા. મોટાઈ તો તેમને ધૂળ સમાન લાગતી. કોઈ પ્રસંગવિશેષથી પ્રગટ થવું તેમને માટે બાધક હતું. યદ્યાપિ જિનશાસનની સેવા હૃદયે વરેલી હતી...પણ તેનો પ્રકાર અલગ હતો. અલગારીનો હતો.
મહાપુણ્યયોગે કેટલાયે ગુરૂવર્યનું યોગદાન મેળવ્યું હતું. તે સર્વ ગુરૂજનો પ્રત્યે તેમની અર્પણતા અને વિનમ્રતા જ તેમના જ્ઞાનના ક્ષયોપશમ, અંતર પવિત્રતા, સંયમ જીવનનું પ્રેરક બળ હતું. સૌ જીવો પ્રત્યે તેમનો વાત્સલ્યભાવ તે તેમની આંતરવાચા હતી. જે લેખનમાં પ્રગટ થઈ. આમ તેઓ સમગ્રમાં જીવતા હતા.
જો કે મારો પુણ્યયોગ કંઈક ઓછો કે તેમની તદ્દન નજીક હતી છતાં દૂર રહી. બહુ મોડા મોડા નામ શ્રવણ થયું. બે-ત્રણ વાર મેળાપ થયો પરંતુ તેમનું અલ્પભાષીપણું પ્રારંભમાં તેમની અવસ્થા પારખવામાં ઝાંખુ પડયું. પરંતુ એમ કંઈ હીરો ચમકયા વગર રહે? ત્રણેકવાર તેમના સાનિધ્યમાં જવાનું થતા, તેમની સૌમ્ય, પદ્ધ જેવી નિર્મળ મુખમુદ્રાએ ઘણુંબધું કહ્યું અને મારું મન અહોભાવથી ભરાઈ ગયું. પછી વળી શ્રી શત્રુંજય તીર્થે દર્શન થયા ત્યારે તેમના અંતરની ઉંચાઈ માપી ન શકી પણ જાણી શકી કે આ અભ્યભાષી છે પણ આત્મબળ વિશાળ છે. - મને લાગે છે ગુપ્તતાતે તેમનો મનોભાવ હતો. તે સાચા સાધકની અંતરભાવના છે છતાં આપણા પુણ્યયોગ પણ ખરા કે આપણને આવા ઉત્તમ અનુભવ અને ભાવથી રસાયેલા, આત્મસાધક જિનવાણીનો અનુપમ આલ્હાદક લાભ મળ્યો. પૂ. શ્રી નિર્વાણશ્રીજીની નિશ્રામાં અચાનક તેમના હસ્તાક્ષરનો એક માત્ર, માત્ર કાગળનો નાનો ટૂકડો મારે હાથે ચઢયો તે તેમના અંતરને સ્પર્શવા પૂરતો થયો, તો પછી આ પૂરા ગ્રંથ વિષે શું લખી શકું? છતાં સૌને પ્રેરણાદાયી બને તે માટે તેમના જ લેખનમાંથી અવતરણ કરૂ છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org