________________
તેને પુષ્ટિ મળે તેવા પદાર્થોનું સેવન કરાવવામાં ન આવે તો ફરીથી તે રોગનો હુમલો થાય છે. તેમ દુષ્કત નિંદા, સુકૃતાનુમોદન પછી જે જગતમાં મંગલરૂપ છે, જગતમાં ઉત્તમમાં ઉત્તમ છે તેવા અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મના શરણે રહેવું જોઈએ. પછી જગતમાં કોઈ એવી મલિનતા નથી કે આપણને સ્પર્શી શકે. શરણ એટલે તેનું જ સ્મરણ, તેનો જ આધાર, તે જ સર્વસ્વ, તે જ વંદનીય, તે જ પૂજનીય, તેમાં જ તન્મયતા, તેમાં જ તદ્રુપતા, તેમાં જ લયલીનતા, તેની સાથે જ અભેદ સાધવા યોગ્ય, તેની સાથે જે એકાકાર થવા યોગ્ય, તે જ અનુભવવા યોગ્ય,
તે સિવાયના સર્વ પદાર્થો કિંચિકર ભાસે. દુકૃત-પાપ તે નિંદનીય છે દુકૃતી નહિ. સુકૃત-પુણ્ય તે અનુમોદનીય છે તે સુકૃત અને સુકૃતી. બંન્ને.
શરણ-તત્ત્વનું અરિહંતત્વ, સિદ્ધત્વ, સાધુત્વ, ધર્મતત્ત્વ શરણીય છે. જેમાં અનંત અરિહંતો, અનંત સિદ્ધો, અનંત સાધુઓ અને અનાદિ કાળથી અનંત કાળ સુધી જે જગતમાં વિદ્યમાન રહેનાર ધર્મ તત્ત્વ આવી જાય છે. આવાં ચાર મહાન તત્ત્વો જગતમાં સદા વિદ્યમાન છે તેનું શરણ લેનાર આત્મા શાશ્વત સુખનો ભોક્તા બને છે. ૧૦. આત્માની કંગાલ અવસ્થા
આ.વ. ૭ પ્રભુ ! આત્માની આવી કંગાલ અવસ્થા થવાનું કારણ શું છે ?
જ. કંઈક સ્મિત સાથે પ્રભુ બોલ્યા વત્સ ! તું એટલું ન સમજી ! અનાદિ કાળથી ચાર ચોરટા પાછળ પડયા છે? તેને પહેલાં તો ઓળખ્યા જ નહિ અને ઓળખ્યા તો નિઃશંકપણે ઉપેક્ષાવૃત્તિ સેવાઈ છે અને તે ચારે છાયાની માફક સાથે ને સાથે રહી છિદ્ર જોતા ફરે છે. અને જયારે તેને માર્ગ મળે ત્યારે આત્માના ધનને લૂંટે છે. એમ વારંવાર લૂંટાતા આત્માની આ અવદશા થઈ છે. તે ચાર ચોરટાનું નામ છે ક્રોધ, માન, માયા, લોભ. તેઓ ઓળખાયા ન હતા ત્યારે તો પુષ્કળ ક્ષમા આદિ ધન લૂંટીને બિલકુલ કંગાલ બનાવીને દુર્ગતિરૂપી ભયંકર અટવીમાં ભૂલો પડયો હોય તેમ ભમવા મોકલી દેતા હતા. વળી કાંઈક ધન ભેગું કરીને પાછા આવતાં અને વારંવાર ઠગાતાં આત્માએ કંઈક તે ચોરટાને ઓળખ્યા તો બીજી રીતે લૂંટવા માંડયા. સજ્જનના વેષમાં ધર્મના નામે એવી ચાલાકીથી ફસાવે કે ખ્યાલ ન આવે કે હું લૂંટાઉં છું જાણે ખિસ્સાકાતરુ ગુંડા જ જોઈ લ્યો.
પ્રભુ ! તેનાથી આત્મધનનું શી રીતે રક્ષણ કરવું ?
જ. ફકત તેનાથી સાવધાન રહેવું. તેનાથી તેઓ ૫૦ ટકા ભય પામશે અને બાકીના ૫૦ ટકા તો તેને ભગાડવામાં ખૂબ ચાલાકી વાપરીને કોઈ મોટાની સહાય લેવી પડશે અને તેની સામે મોરચો માંડવો પડશે. તેની સામે ઝઝુમીને અંતે જીત તો આત્માની છે તે મળશે. આત્મવીર્ય-પરાક્રમ ખૂબ ફોરવવું પડશે. કેમકે આ કોઈ સામાન્ય નથી. મોહ રાજાના ચાર મહાન યોદ્ધા છે. એણે તો તીર્થકરના આત્માને પણ બેહાલ કરીને કેટલોય કાળ ભમાવ્યા છે. સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org