________________
૧. દયાનની સૂક્ષ્મતા
વૈ.શુ. ૧૪, આ.ધામ, પં.મ. સ્વર્ગદિન ધ્યાન એટલે એકાગ્રતા. શરૂઆતમાં એકાગ્રતા બાહ્યભાવોમાંથી વિરમીને ચિત્તને આંતરભાવમાં લાવવાથી થાય છે. આંતરભાવમાં લાવવા પણ ત્યાં (અંતરમાં) આલંબન ગોઠવવું પડે છે. આલંબનમાં ચિત્ત જોડાય છે ત્યારે બાહ્યમાંથી ચિત્ત વિરામ પામે છે. આલંબનમાં જોડાયેલું ચિત્ત બાહ્યભાવમાં રમતું હોય છે તેના કરતાં સંકોચન પામેલું હોય છે. હવે આલંબનમાં સ્થિરતાને ધારણ કરતું ચિત્ત યાતાયાત અવસ્થાવાળા ચિત્ત કરતાં થોડું સૂમ બનેલું હોય છે. આ રીતે પ્રથમ ચિત્તને એકાગ્ર બનાવવા આલંબન લેવાનું હોય છે, તેમાં સ્થિરતા એ ધ્યાનની પ્રાથમિક અવસ્થા. ત્યારબાદ આલંબનમાં અતિ સૂમ બનીને તેમાં જયારે મળી જવાની તૈયારી હોય છે તે ધ્યાનની બીજી અવસ્થા. ત્યારબાદ તે અવસ્થામાં પણ સ્થિરતાને ધારણ કરે તો સૂક્ષ્માતિસૂક્ષ્મ અવસ્થાને પામીને ચિત્ત તેમાં વિલય પામી જાય છે ત્યારે આલંબન અને પોતાનો ભેદ ભાંગી જાય છે અને એક બની જાય છે એ તેની ત્રીજી અવસ્થા. આ પ્રમાણે ધ્યાનની સૂક્ષ્મતા સાધવી.
પ્રથમ અવસ્થામાં બાહ્યથી અટકાવીને અંતરંગમાં લઈ જવા, અંતરમાં સ્થાપન કરેલા આલંબનમાં ચિત્તને લઈ જવું. બીજી અવસ્થામાં ચિત્તને કંઈક સૂક્ષ્મ બનાવીને આલંબનમાં પરોવવું. ત્રીજી અવસ્થામાં ચિત્તને સૂક્ષ્માતિસૂક્ષ્મ બનાવીને તેનું અસ્તિત્વ દૂર કરીને એકતા સાધવી તેનું નામ એકાગ્રતા. આ એકાગ્રતા લાવવા માટે આલંબનમાં બિંદુ લેવું. કેમકે, જેટલું મોટું આલંબન તેટલું ચિત્તને મોટું સ્વરૂપ ધારણ કરવું પડે અને સૂક્ષ્મ બનતા સમય લાગે, માટે આલંબન જેટલું સૂક્ષ્મ તેટલું ચિત્ત સૂક્ષ્મ બનેલું રહે અને છેવટે તેનો વિલય થતાં અભેદ સાધી શકાય અને ઐકયનો આનંદ ભોગવી શકાય.
તે બિંદુનું આલંબન આજ્ઞાચક્રમાં લેવું ત્યાંથી સ્થિર થતાં થતાં તે બિંદુના વિલયને જોતાં જોતાં સહસ્ત્રારમાં જઈને સ્થિર થવું. તેનાથી અનુપમ આનંદ અનુભવાશે.
આ ધ્યાનની સૂક્ષ્મતા પ્રાપ્ત કરવા માટે શાસ્ત્રમાં બિંદુ નવકની ક્રમશઃ કેવી રીતે ભેદન થતાં થતાં સૂમમાં જવાય છે તે પ્રક્રિયા બતાવી છે.
આ પ્રમાણે ધ્યાનની સૂક્ષ્મતા પામી શકાય છે પણ તે પહેલાં આલંબનમાં પરમાત્માની મૂર્તિ લેવી અને ધીમે ધીમે સૂક્ષ્મ આલંબન બિંદુનું લેતાં ધ્યાનની સૂક્ષ્મતા પામવી.
૨. શબ્દબ્રહ્મ-પરબ્રહ્મ
વૈ.શુ. ૧૫, આરાધના ધામ અહ” એ પરમાત્માનો અક્ષર દેહ છે. અર્થાત્ અક્ષરરૂપ આત્માનું સ્વરૂપ છે. શબ્દ એટલે અક્ષરબ્રહ્મ એટલે આત્મા, પરમાત્માએ અક્ષરરૂપ દેહ ધારણ કર્યો છે. કારણ પરમાત્મા અરૂપી છે તેને ઓળખવા-જાણવા માટે ૪૯ અક્ષરના આદિ અને અન્તના અક્ષરો છે. આદિ અક્ષર “એ” અને અનંતનો
છે. આ બે અક્ષરથી ઓળખી શકાય તેવું પરમાત્માનું સ્વરૂપ છે તે સિવાય તે અવાચ્ય-અગોચર
સાધકનો અંતર્નાદ
124
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org