________________
જયારે બહાર આવે છે ત્યારે પણ તેનો ઉપયોગ તો પરમાત્મ સન્નિષ્ઠ રહે છે. ચિત્ત અશુભને ચાહતું નથી પણ શુભમાં રમે છે. ભલે યોગો બાહ્ય પ્રવૃત્તિ વ્યવહારોચિત કરતા હોય પણ તેનું ચિત્ત પરમાત્મામાં રહેલું હોવાથી પરમાત્મ સન્નિષ્ઠ અવસ્થાવાળું રહે છે.
આ અવસ્થા ઘણા અભ્યાસ પછી આવે છે તે અભ્યાસ મન વચન કાયાના યોગોને શુભમાં જોડી રાખવાનો કરવાનો છે. પ્રારંભિક આ અભ્યાસ થયા પછી મુખ્યત્વે ત્રણે યોગોને પરમાત્મામાં - પરમાત્માના સ્વરૂપમાં જોડી રાખવાનો અભ્યાસ કરવો ત્યાર પછી નિજ સ્વરૂપમાં જોડીને તેમાં સ્થિર કરવાનો અભ્યાસ કરવાનો છે. આ અભ્યાસથી આત્માનો ઉપયોગ સતત પરમાત્માની અંદર જોડાએલો રહેવાથી આત્માની પરમાત્મ સન્નિષ્ઠાવસ્થા પ્રાપ્ત થાય છે. જે સન્નિષ્ઠા અનેક ભવો સુધી સંસ્કારરૂપે સાથે આવે છે. આ સ્થિતિ દરેકને પ્રાપ્ત થાઓ એ શુભાભિલાષા. ૧૪. વિરતિમાં આનંદ
આ.શુ. ૬, ૨૦૪૬, જુનાગઢ વિરતિ એટલે વિરામ અવસ્થા, શૂન્યાવસ્થા. વિરામ પામવું એટલે શૂન્ય થવું આત્માની વિરામ અવસ્થા એ તાત્ત્વિકી વિરતિ છે. એ બધા બાહ્ય ભાવોથી વિરામતાને પામીને સ્વભાવમાં સ્થિતિ કરે છે ત્યારે પ્રાપ્ત થાય છે.
આ વિરતિ ધર્મ આત્મામાં તિરોભાવે રહેલો છે તેને પ્રગટ કરવા વિરામ પામવાનો અભ્યાસ કરવાનો હોય છે. કોનાથી વિરામ પામવું? આત્મા અશુભ તત્ત્વો પ્રત્યે પ્રેરાય છે ત્યારે તેને તેનાથી વિરામ પમાડવા માટે શુભમાં જોડવો.
અશુભમાં અઢાર પાપો મુખ્ય છે. તેમાંથી દરેક અશુભ કરણીથી શરૂ થાય છે. તે અઢાર પાપોમાં પ્રથમના પાંચ પાપો જ બાકીના પાપોના જન્મદાતા છે. માટે જ સાધુને સર્વવિરતિ ધર્મ પ્રાપ્ત કરાવવા માટે આ પાંચ પાપોના વિરમણનું વ્રત આપવામાં આવે છે અને તેનું પાલન કરવા દ્વારા સર્વ પાપોની વિરતિ પ્રાપ્ત થતાં બાહ્ય ભાવોથી આત્મા વિરામ પામી સ્વભાવમાં સ્થિર થાય છે. તેથી આ પ્રાથમિક અભ્યાસ કરવાનો છે.
સ્વભાવમાં સ્થિર થવું એટલે સ્વરૂપનો અનુભવ કરવો અને તે અનુભવમાં આત્માના સ્વરૂપનો આનંદ ભોગવાય છે તે તત્ત્વથી વિરતિનો આનંદ છે. કારણ કે આ આનંદ જ શાશ્વત સુખને આપનાર છે અને તે સંપૂર્ણ પ્રગટ થયા પછી કદી નાશ પામતો નથી માટે આ વિરતિના આનંદને શાશ્વતાનંદ કહેવાય છે.
આવા પ્રકારની વિરતિના શાશ્વત આનંદને મેળવવા માટે પ્રાથમિક ભૂમિકામાં અશુભની (પાપો) વિરતિનો અભ્યાસ છે. તેમાંય પાંચ મોટાં પાપોની વિરતિને સર્વ વિરતિ ધર્મ કહેવાય છે. જો કે સર્વ વિરતિ એ આત્માના વિરતિ ધર્મને પ્રગટ કરવાનું કારણ છે. પરંતુ કારણમાં કાર્યનો ઉપચાર કરી પાંચ મહાવ્રતો રૂપ ધર્મ કહેવામાં આવે છે.
સાધકનો અંતર્નાદ
186
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org