________________
૯. અનિત્યતા
પો.શુ. ૨
જગતમાં જેટલી દશ્ય વસ્તુ છે તે બધી અનિત્ય છે, નિત્ય પાંચ દ્રવ્યો છે. નિત્યનો અર્થ-નાશ ન પામે તેવી. જે કાંઈ દેખાય છે તે બધું પુગલ છે. તે નાશવંત છે. માટે જગતના દશ્ય બધા ભાવોમાં અનિત્ય ભાવના ભાવિત કરવી જેથી તેના નાશથી થતા દુર્ગાનની પરંપરા અટકી જાય અને નિત્ય એવા આત્મ તત્ત્વને ધ્યાવવું જેથી ધ્યાન ઉત્પન્ન થતાં આર્ત-રૌદ્ર ધ્યાનથી થતા રાગ-દ્વેષાદિ થાય છે તે અટકે. એ જ અનિત્ય ભાવનાનું ફળ છે.
૧૦. જ્ઞાતા-દ્રષ્ટા ભાવ ખરેખર ! જો જીવમાં જ્ઞાતા દ્રાપણું આવી જાય તો સમતા-સામાયિક ઘેર બેઠા પણ સ્પર્શી જાય અને છઠ્ઠા ગુણઠાણાનો (સાધુના ગુણઠાણાનો) સ્પર્શ થઈ જાય.
જ્ઞાતા-દ્રષ્ટાપણું-જ્ઞાતૃત્વ એટલે જાણવું. દેટ્ટત્વ એટલે જોવું. જીવનો સ્વભાવ જાણવું અને જોવું છે, માટે તેને અટકાવીએ તો જાણ્યા જોયા વિના રહી શકે નહિ અને જાણે જુએ એટલા માત્રથી તેને કર્મબંધ થતો નથી પણ તે જાણ્યા જોયા પછી તેમાં મોહ ભળે છે કે આ મારું છે. આ મને જે કહ્યું તે સારું કહે તો ગલગલીયાં થઈ જાય તે મોહ, ખરાબ કહે તો દુધ્ધન થાય તે મોહ, કેમ કે, આ કહ્યું તે મને કહ્યું છે, આ બગડયું તે મારું બગડ્યું છે એમ મને એટલે અહં અને મારું એટલે મમ. અહ-મમ એ બને મોહના ઘરમાંથી ઊભા થયેલા છે. આપણે જાણીએ-જોઈએ ત્યાં સુધી ગુનો નથી એ તો જીવનો સ્વભાવ છે. પણ મને કહ્યું, મારું ગયું વિગેરે મોહના વિકલ્પો આપણા જ્ઞાતૃત્વ, દૃષ્ટત્વ સ્વભાવને મલિન કરે છે અને કર્મબંધ થાય છે માટે જગતમાં બનતા પ્રસંગો જેમાં આપણે જ્ઞાતૃત્વ, દિષ્કૃત્વ સ્વભાવને બરાબર જાળવી શકીએ છીએ. પણ જયારે આપણા જીવન માટે બનતા સારા નરસા પ્રસંગોમાં આપણે જ્ઞાતૃત્વ, દૃષ્યત્વ સ્વભાવને મલિન બનાવી દઈએ છીએ એટલે કે જાણ્યાં, જોયા પછી જે કાંઈ સુખદુઃખનો અનુભવ થાય છે તે આપણા શુદ્ધ જ્ઞાતૃત્વ, દેવ સ્વભાવમાં મોહ ભળે છે તે કારણે થાય છે. મોહ એટલે રાગ-દ્વેષ-અજ્ઞાન. અજ્ઞાન એટલે અવિદ્યા-મિથ્યાત્વથી વાસિત બુદ્ધિમાંથી ઉત્પન્ન થયેલો અવિવેક. જેના કારણે જીવ દુર્ગાનથી કર્મબંધનો જથ્થો ભેગો કરે છે. હું એટલે આત્મા, મારું એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ ગુણો, તે સિવાયની જડ વસ્તુ વ્યવહાર જીવન માટે વ્યવહારથી કહેવાય પણ મનાય નહિ. સુખદુઃખનો અનુભવ માનવાથી થાય છે. જે વ્યવહાર ચલાવવા માટે વ્યવહારમાં ઉપયોગ કરવાનો છે કે આ મારું છે. તેને આપણે માની બેઠા છીએ એ મિથ્થાબુદ્ધિ છે, અજ્ઞાન છે અને તેથી જ જીવનો સંસાર વધી રહ્યો છે.
હવે આપણા જીવનમાં જ્ઞાતૃત્વ-દેખવભાવ કેટલો વિકસ્યો છે તે તપાસીએ.
આપણા પ્રસંગની આપણને જેટલી સારી ખોટી અસર થાય છે તેટલી બીજાના પ્રસંગની થાય છે ? ના. એ પ્રમાણે પોતાના પ્રસંગમાં પણ કાંઈ લેવા દેવા ન હોવી જોઈએ. ફકત આપણો આત્મા તે વાતને જાણે પણ રાગ-દ્વેષની પરિણતિ ન થાય તેનું નામ જ જ્ઞાતા-દ્રષ્ટાભાવ કહેવાય. સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org