________________
મેં પૂછયું, પ્રભુ ! સાત નયનાં ગૂઢ રહસ્યો કેમ સમજવાં? જ - પ્રભુએ કહયું - પ્રયત્ન કરો. વિહારમાં પ્રાર્થના - હે ગુરુદેવ !
જગતના જીવો કર્માધીન છે માટે અમારી કર્માધીનતાને જગત સહન નહિ કરી શકે તે માટે અમને પવિત્ર બનાવો. જીવનમાં બદબો છે ત્યાં સુધી સત્ય વસ્તુ નહિ આપી શકાય. ૧૪. પંચસૂત્ર
૨૦૨૯, નવસારી. સંસારનો (જન્મ મરણનો) નાશ શુદ્ધ ધર્મથી, શુદ્ધ ધર્મની પ્રાપ્તિ પાપના નાશથી, પાપનો નાશ ભવ્યત્યાદિ ભાવથી. આ ત્રણ કારણોની (શુદ્ધ ધર્મ, પાપ નાશ, ભવ્યત્યાદિ ભાવ) પ્રાપ્તિ માટે ત્રણ ઉપાય છે. ૧. શુદ્ધ ધર્મની પ્રાપ્તિ માટે સુકૃતાનુમોદન. ૨. પાપ નાશ માટે દુષ્કતનિંદા. ૩. ભવ્યત્વ પરિપાક માટે ચતુ શરણગમન.
પોતાનાં પાપોના પશ્ચાત્તાપથી પાપ નાશ થાય છે. બીજાના ગુણોની અનુમોદનાથી શુદ્ધ ધર્મ થાય છે.
ગુણીઓના શરણે જવાથી ભવ્યત્વનો પરિપાક થાય છે, અર્થાત્ સ્વભાવ, કાળ, પુરુષાર્થ, કર્મ, નિયતિ (ભવિતવ્યતા) આ પાંચ કારણોનો અનુકૂળ યોગ મળે છે.
જીન વચનના આધારે આત્માના જ્ઞાનના ઉઘડેલા થોડાક ભાગને જોઈએ છીએ તો ય આટલો આનંદ થાય છે તો સંપૂર્ણ જોઈએ ત્યારે કેટલો આનંદ થાય? ઋષિમંડલ
“અક્ષાં નિત્તાં શાન્ત'' આત્ય કેવું છે ? અક્ષય.
અરિહંત પ્રભુનો વ્યક્તિ રૂપે નાશ થાય છે પણ આહત્ય (અહંતુ શકિત) છે તે અક્ષય છે તેથી નાશ પામે નહિ. અરિહંત પ્રભુને ચાર અઘાતિ કર્મ મલ બાકી છે, આહત્ય નિર્મલ છે.
ઘટમાં ઘટત્વ છે એટલે કે ઘટનું કાર્ય જલધારણ શક્તિ છે. તે રીતે અરિહંત પરમાત્મામાં આહત્ય શક્તિ છે.
મા.વ. ૧૦, ૨૦૩૧, જૂનાગઢ. આત્મગુણ પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરવાનો છે, અને તે પુરુષાર્થ એ જ પંચાચાર. આત્માના જ્ઞાન ગુણને ખીલવવા માટે જ્ઞાનાચારનું પાલન અર્થાત્ આત્મજ્ઞાન પ્રાપ્તિ માટે પુરુષાર્થ તે જ જ્ઞાનાચાર. તે સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org