________________
પરમાત્મા દરેક જીવોને આત્મવત્ માને છે, છતાં જીવોને કર્મના (વિપાક) નિયમ પ્રમાણે ભિન્ન ભિન્ન આકારાદિ જાતિ આદિ પ્રાપ્ત થયેલા છે. તે જીવોની સાથે કેવું ઔચિત્ય કરવું તે ત્રણ જ્ઞાનના સ્વામી પરમાત્મા જાણે છે તેથી એવા પ્રકારનું ઔચિત્ય કરે છે કે તે જીવ પ્રસન્નતાને પામે છે અને તે ગુણ પણ ટોચનો હોવાથી પોતાની ભૂમિકા પ્રમાણે દરેક જીવો સાથે કયાંય પણ પૂનાધિકતા થતી નથી અને તે ઔચિત્ય ગૃહસ્થાશ્રમમાં જ હતું એમ નહિ પણ સંયમ લીધા પછી આત્મવત્ સર્વ જીવોને જોતા પ્રભુ તેને જરા પણ પીડા ન ઉપજે તે રીતે જીવન જીવતા હતા. તે તેમનું સંયમ ગ્રહણ કર્યા પછીનું
ઔચિત્ય હતું અને શ્રેણિમાં ગયા પછી દરેક જીવો સાથે શુદ્ધ દ્રવ્ય નયથી એકતા સાધતા અભેદને પામેલા સર્વત્ર શિવત્વને જોતા તે તે જીવોમાં મળી જતા. ઔચિત્યની ટોચને સિદ્ધ કરી સ્વભાવસ્થ બની ગયેલી તે ઔચિત્યના કારણે સદા જગતના જીવોને તેમનું દર્શન આનંદકારી બની ગયું હતું.
ઔચિત્ય માટે નમ્રતા જોઈએ છે. અહંકારીને ઔચિત્ય સેવન દુર્લભ છે.
પ્રભુ જન્મથી જ નિરાભિમાની હોવાથી એક પણ દુર્ગુણ તેમને સ્પર્યો ન હતો. બાલ્યકાળમાં માતા પિતા સ્વજનાદિનું ઔચિત્ય એવા પ્રકારનું સેવ્યું કે તેમનું મુખ જોઈને દરેકને આનંદની ઊર્મિઓ ઉછળતી હતી.
ઔચિત્ય એટલે જે કાળે જે વ્યક્તિ માટે જે ઉચિત હોય તેવો વ્યવહાર કરવો તે સ્થૂલ ઔચિત્ય છે.
તે પછી આગળ આગળ જતાં તેમાંથી આત્મ સંબંધથી જીવો સાથે યૌગિક વ્યવહાર સાથે આત્મિક વ્યવહાર કરવો તે મધ્યમ ઔચિત્ય.
તેથી આગળ, દરેક જીવોની સાથે કેવળ શુદ્ધ આત્મદ્રવ્યથી શુદ્ધ આત્મદ્રવ્ય સાથે મિલન કરવું તે ઉત્તમ ઔચિત્ય.
૩૧. પંચ કલ્યાણક
માં.શુ. ૧૨, મોટા માંઢા અનાદિ કાળથી ભટકતા આ જીવને આટલે ઊંચે લાવનાર હોય તો પંચ પરમેષ્ઠિ ભગવંતો છે. તેમાં અરિહંત પરમાત્મા માર્ગ બતાવનાર છે, સિદ્ધ ભગવાન સિદ્ધિને પામેલા છે, આચાર્ય ભગવંત તે માર્ગનું પાલન કરનારા છે, ઉપાધ્યાય ભગવંત તે માર્ગનું જ્ઞાન આપનાર છે, સાધુ ભગવંત તે માર્ગની સાધના કરનારા છે અર્થાતુ, તે માર્ગે ચાલનાર છે.
એવા અનંત અનંત ઉપકારોને વરસાવનાર અરિહંત પરમાત્માના પાંચે કલ્યાણક ચ્યવન, જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન અને નિર્વાણ-જગતના જીવોનું કલ્યાણ કરનારા છે.
અરિહંત પરમાત્માનું ચ્યવન થયું, માતાના ગર્ભમાં આવ્યા ત્યારે પ્રભુનું ભવમાં ભટકવાનું બંધ થયું. નિશ્ચિત થઈ ગયું કે હવે પરમાત્માને ગર્ભમાં રહેવાનું આ છેલ્લું જ છે. પરોપકાર માટે જ આ છેલ્લો ભવ મનુષ્યગતિમાં આવ્યા.
જીવ અનાદિ કાળથી છે અને આ સંસારમાં ભ્રમણ કરે છે તે પણ અનાદિ કાળથી અને તેનું
સાધકનો અંતનાદ
164
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org