________________
કર્મબંધન પણ અનાદિથી છે. માટે સંસારભ્રમણ દુઃખરૂપ છે, એ ભ્રમણનું ફળ પણ દુઃખ જ છે અને દુઃખની પરંપરાનું સર્જન કરનાર છે.
એ સંસારના ભ્રમણનો નાશ કરવા માટે શુદ્ધ ધર્મની સાધના કરવી જોઈએ. શુદ્ધ ધર્મને સાધવા માટે પાપનો વિગમ કરવો જોઈએ અને પાપનો વિગમ કરવા માટે તથા ભવ્યત્વનો પરિપાક થવો જોઈએ તે પરિપાક માટે -
૧. અરિહંતાદિ ચારને શરણે રહેવું જોઈએ. ૨. દુષ્કતનિંદા કરવી જોઈએ. ૩. સુકતાનુમોદન કરવું જોઈએ. શરણે રહેવા માટે તેમની (અરિહંતાદિની) ભક્તિ કરવી જોઈએ. ભક્તિ દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારે થાય છે.
દ્રવ્યથી-દેવ, દાનવ, મનુષ્ય વગેરે ઉત્તમ પ્રકારના દ્રવ્યથી કરે છે. ભાવથી-મનુષ્ય અને તેમાંય સાધુ ભગવંત તેમની આજ્ઞાપાલન દ્વારા સંપૂર્ણ ભક્તિ કરે છે.
અરિહંત પરમાત્માની ઉત્કૃષ્ટ દ્રવ્ય ભક્તિ તેમના પંચ કલ્યાણકના અવસરે વિશિષ્ટ દ્રવ્યોથી દેવો કરે છે.
પંચ કલ્યાણકમાં ભગવાનનું પ્રથમ કલ્યાણ
ભગવાનનું સ્વર્ગમાંથી ચ્યવન થાય છે ત્યારે આખા દેવલોકમાં અરે ! ત્રણે ભુવનમાં આનંદ આનંદ થાય છે, જયાં નિરંતર દુ:ખ દુઃખને દુઃખ જ છે એવા નરકમાં પણ ક્ષણવાર એવો ઉદ્યોત થાય છે, જેથી નરકના જીવો નરકગતિના કારમાં દુઃખોની અંદર શાંતિ અને સુખનો અનુભવ કરે છે. પ્રભુની તે પ્રકારની સકલ જીવ રાશિના સુખની ભાવનાથી, દુઃખમુક્ત કરવાની ભાવનાથી તેવો આત્માની નિર્મળતાનો પ્રવાહ સકલ વિશ્વમાં ફેલાય છે જેથી નરક અને નિગોદના જીવો જે સતત દુઃખમય જીવન પસાર કરે છે તેને ક્ષણિક સુખનો અનુભવ થાય છે અને “સવિ જીવ કરું શાસન રસી' તે ભાવનાની પ્રચંડ શક્તિ ઈન્દ્રના સિંહાસનને પણ ડોલાવે છે. ઈદ્ર પણ અવધિજ્ઞાનથી પ્રભુનું આગમન આ ભરતક્ષેત્રમાં અથતુ, મનુષ્ય લોકમાં થયું જાણી ખૂબ હર્ષિત થાય છે અને એમ વિચારે છે કે જે તીર્થની આપણે રાહ જોતા હતા, જે તીર્થ દ્વારા અનેક જીવોને દુઃખ મુક્તિનું માર્ગદર્શન મળવાનું છે, સાચી દષ્ટિ પ્રાપ્ત થવાની છે તેને પ્રવર્તાવનાર એક મહાન વિભૂતિ આ મનુષ્ય લોકમાં પધારી છે, સર્વત્ર આનંદ આનંદ છવાઈ જાય છે. ઈદ્ર પણ સિહાસન ઉપરથી એકદમ ઊભા થઈને તેમનું બહુમાન કરે છે, તેમની સામા સાત-આઠ ડગલાં જઈને પ્રણામ કરે છે અને બે જાનુ ભૂમિ ઉપર સ્થાપન કરીને તેમના પ્રત્યે અતિ ઉત્તમ ભક્તિ સભર એવા ઉત્તમ પ્રકારના શબ્દોથી ગદ્ગદિત સ્વરે તેમની સ્તુતિ કરે છે અને હૃદયની અંદર તેમને સ્થાપિત કરે છે ત્યાર પછી વારંવાર પોતાના નિર્મળ અવધિજ્ઞાનથી જુએ છે, નમે છે, સ્તુતિ કરે છે, બહુમાન ધારણ કરે છે અને નંદીશ્વર દ્વીપમાં જઈને અષ્ટાબ્દિકા મહોત્સવ કરે છે.
એક મહાન આત્મામાં ત્રિભુવનને ડોલાવવાની શક્તિ છે, તેમાં મૂળભૂત કારણ હોય તો તેમની સાધકનો અંતર્નાદ
165
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org