________________
સવિ જીવ કર શાસન રસી’ એ ભાવના જ છે. પરાર્થની ભાવનામાંથી આ સર્જન થાય છે.
એ મહાન વિભૂતિ, ત્રિભુવનપતિ, ત્રિલોકેશ્વર, ત્રિજગનાથ વિગેરે વિગેરે બિરૂદન-વિશેષણો પામેલા છે તેનું કારણ તેમણે કોઈ જીવને સુખી કરવાની ભાવનામાંથી બાદ કર્યો નથી.
જડ ચેતન આખું જગત તેમની આજ્ઞા નીચે રહેલું છે તે સદા ત્રિજગત્પતિની આણને વહન કરવા તત્પર છે અર્થાત્ આણ વહન કરવી પડે છે, વહન ન કરે તો કર્મ સત્તાના ગુનેગાર બનેલા જીવને દુ:ખ સહન કરવું પડે છે.
તે પરમાત્મા ધર્મના આદિ કરનારા છે, કેમકે ધર્મને પ્રગટ કરવાના મૂળભૂત કારણ હોય તો અરિહંત પરમાત્મા જ છે.
તેઓ તીર્થને કરનારા છે કારણકે તે ધર્મ પ્રગટ કરવા માટે ત્યાં પહોંચવા અગર તે મોક્ષ સાગરમાં પ્રવેશ કરવા માટે અને સંસાર સાગરથી ઉતરવા માટે આરો છે. અર્થાતુ, પુલની જેમ અરિહંત પરમાત્મા આત્મ સ્વરૂપે પ્રગટ કરવામાં મદદ કરે છે, પુષ્ટ આલંબન છે.
પ્રભુ સ્વયંબોધ પામેલા છે, કેમકે પોતે જ બોધક છે, તેમના સિવાય બીજા કોઈ બોધક બની શકતા નથી. ત્રણ જ્ઞાન સહિત જન્મ જેણે લીધો છે તેમને બીજાના બોધની જરૂર નથી, પ્રભુ જ્ઞાની છે, સાથે સાથે જગતના પદાર્થોની સમજ છે.
પ્રભુ જગતના સર્વ પુરુષોમાં ઉત્તમ છે, બધા પશુઓમાં સિંહ જેમ વનરાજા છે તેમ અતિ બળવાન એવા કર્મ શત્રુઓને ભય પમાડવામાં સિંહ જેવા છે.
પ્રભુ, જેમ બીજા કમળો કરતાં પુંડરિક કમળ ઉત્તમ છે તેમ ચારે બાજુ તેમના ગુણોની સુવાસ ફેલાવાથી પુરુષોમાં ઉત્તમ કમળ સમાન છે.
બીજા હાથીઓના મદને ઉતારનાર જેમ ગંધ હસ્તી છે તેમ ભગવાન બીજા પુરુષોમાં ઉત્તમ ગંધહસ્તિ સમાન છે, જેથી કુવાદિઓના મદને ઉતારી નાંખે છે.
આ ત્રણે લોકમાં ઉત્તમમાં ઉત્તમ હોય તો અરિહંત પરમાત્મા તમે જ છો, ત્રણ લોકના નાથ પણ તમે જ છો કારણકે તમે જ ત્રણે લોકના જીવોનું યોગ અને ક્ષેમ કરનારા છો.
ત્રણે લોકનું હિત પણ તમે જ છો, જે કાંઈ જીવોને હિત કરનારું છે તે બધું તમારામાં જ છે માટે જ તમે લોકનું હિત છો.
અંધારામાં દીવો પ્રકાશ આપે છે તેમ અજ્ઞાનરૂપી અંધારામાં આપે જ્ઞાનરૂપ પ્રકાશ પાથરી દીધો. જેથી અંધારામાં ભટકતા જીવો તે માર્ગે ચાલશે તેથી આપ જ ત્રણ લોકના પ્રદીપ છો.
ચંદ્ર જેમ પોતાની ચાંદનીમાંથી-જ્યોખ્ખામાંથી અમૃત વરસાવે છે અને જગતને ઠંડક આપે છે. તેમ ત્રણ લોકનાં દુઃખરૂપી તાપને હરવા માટે આપ ઠંડો પ્રકાશ આપની ફકત હાજરીથી જ આપી રહ્યા છો આપની આ લોકમાં પધરામણી થવા માત્રથી લોકના સંતાપનું હરણ કરનારા બન્યા છો તે ખરેખર આપ જ લોકના પ્રદ્યોતકર છો.
આપ સાતે ભયના હરનારા છો કારણકે આપના આવાગમનથી બધા ઈતિ ઉપદ્રવો ભાગી ગયા સાધકનો અંતર્નાદ
166
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org