________________
આત્માને જાણ્યો તેણે જગત જાણ્યું. આત્માને નથી જાણ્યો તેણે કાંઈ નથી જાણ્યું. આત્મા તો કેવળજ્ઞાનથી જ જાણી-ઓળખી શકાય છે તે પહેલાં શ્રુતજ્ઞાનથી ઓળખવો પડે છે. શ્રુતજ્ઞાન દ્વારા તેને ઓળખીને, આત્મસ્વરૂપમાં ધ્યાન ક્રિયાથી અગર ઉપયોગને સ્થિર કરવાથી તેમાં રમણતા કરવાનો અભ્યાસ પ્રાથમિક ભૂમિકાએ કરવાનો છે. ત્યાર બાદ તેમાં એકાગ્રતા વધતાં તદ્રુપતા, તલ્લીનતા થાય ત્યારે બાહ્યભાવોનું મનમાંથી વિલીનીકરણ થવા માંડે છે. એટલે તદાકાર બનેલા ઉપયોગનું દર્શન મનોલય થતાં થાય છે. તે ઉપયોગના દર્શનમાં તદાકાર પરિણમેલો આત્મા દેખાય છે શ્રુત દ્વારા તેને આત્મઝાંખી કહેવાય છે તે પણ આત્મવેદ છે. પણ સાક્ષાત્ આત્મવેદ તો કેવલી ભગવંત જ કરી શકે છે.
શ્રુતદ્વારા પણ આત્માની ઝાંખીનો અનુભવ કરનાર સાધક જે આનંદની અનુભૂતિ કરે છે તે પણ દુનિયાના કોઈ પણ સુખ કે આનંદની તુલનામાં આવી શકતો નથી તો કેવલી ભગવંત સાક્ષાત્ આત્મનું દર્શન કરનાર છે, તેમનો આનંદ તો કેવો અવર્ણનીય હશે ? તે તો તેઓજ જાણી શકે.
માટે જ શાસ્ત્રમાં કહ્યું છે કે ૧૨ માસ સંયમના પર્યાયવાળો અનુત્તર વિમાનવાસી દેવોના પણ સુખને ઉલ્લંઘી જાય છે તો એ આત્મરમણતાનું સુખ કેવું હશે? અને ૧૨ માસ ઉપરના સંયમીનો આત્મા કેવા આત્માનંદમાં મસ્ત હશે ? ખરેખર? આત્મવેદ એ જ સાચો વેદ છે અને બધા વેદની મોખરે રહેલો છે. ૦૩. દ્રવ્ય ગુણ પર્યાયનું ચિંતન
આ.શુ. ૧+ર જગતમાં છ દ્રવ્યો છે, અથવા આ ચૌદ રાજલોક પદ્રવ્યાત્મક છે. ચૌદ રાજલોકનું જ્ઞાન એટલે છ દ્રવ્યોનું જ્ઞાન. આપણે ચંદ રાજલોકનું સ્વરૂપ ચિંતવીયે છીએ તે મોટા ભાગે દ્રવ્યોના પર્યાયની જ ચિંતવના છે કે કાંઈ લોકની અંદર દૃશ્ય પદાર્થો છે તે બધાં જ પર્યાયો છે, તે પણ પુદ્ગલદ્રવ્યની પર્યાયો છે, પણ મોટે ભાગે પુગલ દ્રવ્યની પર્યાયો બનાવનાર તો જીવ દ્રવ્ય છે. પુદ્ગલનું જે સૂક્ષ્મ પરિવર્તન સ્વાભાવિક રીતે થયા કરે છે તે પર્યાયોને આપણે જોઈ શકતા નથી.
જીવ દ્રવ્ય જે પર્યાયો બનાવે છે તે પોતાના કર્મ અનુસાર, એટલે કર્મ રૂપ જડ પુગલની સહાય લઈને તેવી પર્યાયો રચે છે અને કેટલીક જીવ સાથે સંબંધ પામેલા પુદ્ગલ દ્રવ્ય સિવાયની સાધનરૂપ પુદ્ગલ દ્વારા પર્યાયો જીવ બનાવે છે અને કેટલીક વિસ્ત્રસા પરિણામથી નવાનું જૂનું બનવા રૂપે પુગલના ખરવાથી તેવા સ્વરૂપને ધારણ કરનારી પર્યાયો બને છે. આ થઈ પુદ્ગલ દ્રવ્યની વાત. ધમસ્તિકાય, અધમસ્તિકાય અને આકાશાસ્તિકાયની પર્યાયો પણ જીવ અને પુદ્ગલ બનાવે છે. જો કે તેમાં પણ મુખ્ય તો જીવ જ છે. આકાશમાં ઘર પદાર્થ છે તો ઘટાકાશ બને છે પણ તે મૂકનારબનાવનાર જીવ છે કાળ દ્રવ્ય નિશ્ચયથી એક સમયરૂપ છે તેની પર્યાયો વ્યવહારથી કલાક, મિનિટ, સેકંડ લોક વ્યવહાર માટે વપરાય છે તેને કહી શકાય. અથવા પુદ્ગલ દ્રવ્યને નવું જૂનું બનવામાં સહાયક આ દ્રવ્ય તે પુગલ નવું જૂનું એ વ્યવહાર થાય છે તે તેની પર્યાય માની શકાય. કેમકે “Tળ પર્યાય વત્ ધ્યા''એ લક્ષણ તો જ ઘટી શકે. દરેક દ્રવ્યને ગુણ અને પર્યાય છે તેમાં પુગલનો
સાધકનો અંતનાંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org