________________
ઈચ્છતું નથી માટે આપણે પણ તેવા તે સુખની ઈચ્છા પણ ન કરાય. બીજા જીવોને સુખ મળો, દુઃખ ટળો” આ ભાવનાને મૈત્રીભાવ કહ્યો છે.
બીજા જીવો અજ્ઞાનથી, સાચા સુખને નહિ સમજવાથી બાહ્ય સુખને મેળવવા ફાંફા મારે છે પરંતુ આપણે તેના તે સુખની ચિંતા કરવાની નથી પણ તેના અજ્ઞાનની દયા લાવીને સાચા સુખનો માર્ગ દેખાડવાનો છે અને તે માર્ગે ચઢતાં બાહ્ય-જીવન જીવવામાં આવતાં કષ્ટો વિદનભૂત બનતાં હોય અર્થાતુ, બાહ્ય જીવન વ્યવહારોમાં મુશ્કેલી આવવાથી વિદનો આવતાં હોય તેને દૂર કરવાની ચિંતા કરવી તે પણ મૈત્રીભાવ છે અને તે જ મૈત્રીના વિકાસરૂપે છઠ્ઠા ગુણસ્થાનકે સર્વ વિરતિના પરિણામ જાગૃત થાય છે.
આથી એ નિશ્ચિત થાય છે કે મૈત્રી ભાવ વિના સમ્યગ્દષ્ટિ પ્રાપ્ત થતી નથી, મિથ્યાત્વે પણ મૈત્રીભાવ હોય છે કારણકે પરોપકારના કારણરૂપ તો મૈત્રીભાવ જ છે.
બીજાના સુખની ચિંતા વિના પરાર્થ થતો નથી. પરંતુ પ્રથમ ગુણસ્થાનકે રહેલો જીવ સાચી સમજણ નહિ પામેલો હોવાથી બીજા જીવનું હિત કેવળ તેનાં બાહા દુ:ખો ટાળવામાં અને બાહા સુખો આપવામાં જ સંપૂર્ણતા માને છે, જેને અધુરી સમજ અર્થાતું, ઊંધી સમજ કહેવાય છે અને તે કારણે તે મિથ્યાષ્ટિ છે. આવા પરોપકારી જીવને સાચી સમજણ આપનાર જ્ઞાની મળે છે એટલે તેના કરેલાં પરોપકારનાં કાર્યોથી તેવા પ્રકારનો ક્ષયોપશમ થાય છે જેથી શીઘ્ર સાચી સમજ પામે છે, કેમકે બાહ્ય પણે બીજાનું દુઃખ દૂર કરવામાં અને સુખ આપવામાં પોતાનો સ્વાર્થ છોડ્યો છે અને બીજાનું સુખ ઈચ્છયું છે. પર પીડા તેના અંતરને વેદના કરનારી બની છે અને પરના સુખની ઈચ્છા પોતાના એકલાના સુખની ઈચ્છાને રોકનારી બની છે જેથી ગાઢ સ્વાર્થભાવથી અત્યાર સુધી બીજા જીવોના બાહ્ય સુખને છીનવી લેતો હતો અને દુઃખી કરતો હતો, વળી પોતાના દુઃખને દૂર કરવા બીજાને પીડા આપવામાં પાછી પાની કરતો ન હતો તે દોષ આ પરોપકારના ગુણથી અટકયો છે.
આ પ્રાથમિક ભૂમિકામાં પણ કરેલો સ્વાર્થનો ત્યાગ અને પરમાર્થ રાગ જીવને આગળ લઈ જઈને શુભ પરિણામ પેદા કરાવે છે. તેનાથી આગળના ગુણઠાણે જતો જીવ તે જ ભાવની પરાકાષ્ઠાએ પહોચેલો સર્વ જીવો સાથે એકતા સાધીને પરમાત્મા સાથે ઐક્ય સાધે છે અને પરંપરાએ અનંત સિદ્ધાત્માઓની જયોતિમાં જયોતિ મળીને શાશ્વત સુખ ભોગવે છે. રર. શિવમસ્તુ સર્વ જગતઃ
વૈ.શુ. ૬, જોગવડ સકલ સર્વી હિતાશય એટલે સઘળા જીવના સુખનો પરિણામ. બધા જીવો સુખી થાય એવી ઈચ્છા.
હવે પ્રશ્ન એ થાય છે કે ક્યું સુખ ? સુખ બે પ્રકારે છે. ૧. ભૌતિક-પગલિક ૨. આત્મિક
સાધકનો અંતર્નાદ
150
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org