________________
પરમાત્માએ બતાવેલા છ દ્રવ્યમાં જડ અને ચેતન એ બે મુખ્ય દ્રવ્ય છે. જડની સાથે સતત રમતો આ જીવ સ્વાર્થ પરાયણતાથી જડમાં ચેતનને સ્થાપે છે આ જ તેની ઊંઘી સમજ છે.
સ્વાર્થ પરાયણતા એ જ તેની અનાદિની અવિદ્યા છે. જીવને પોતાનો રાગ એ જ સ્વાર્થ છે, તે જ કારણથી બીજા જીવોની ચિંતા કરવા એ તૈયાર નથી થતો આ જ અધર્મ છે.
પરિણામરૂપ (સકલ સત્ત્વ હિતાશય) ધર્મની શરૂઆત ચોથે ગુણસ્થાનકેથી થાય છે, પણ તે પહેલા મંદ મિથ્યાત્વીમાં પણ એનું બીજ પડેલું હોવાથી એ પરિણામનો અંશ ત્યાં પણ હોય છે. જેના કારણે પહેલે ગુણસ્થાનકે રહેલો જીવ પણ બીજા જીવોનો વિચાર કરે છે. જો કે તેની પ્રવૃત્તિ કેવળ બાહ્ય દુઃખો ટાળવાની હોય છે જેને દ્રવ્યદયા કહેવાય છે. પરંતુ તેનાથી જીવ પુણ્યનો બંધ કરતો, બીજા જીવોના હિતના પરિણામનો અંશ વૃદ્ધિ પામતો પામતો ગ્રંથિભેદ કરીને સર્વ જીવને પોતાના સમાન ભાવથી જોવાની દૃષ્ટિરૂપ અપૂર્વ પરિણામ પ્રગટે છે ત્યારે બીજા જીવોને પીડા ન આપવી' આવા પ્રકારના વિચારને-પરિણામને દઢ કરે છે અને સકલ જીવોનું સુખ ઈચ્છે છે.
| (iii) પરોપકાર પરોપકાર ગુણમાં પણ બીજા જીવની પીડા દૂર કરવી અને તેનું સુખ ઈચ્છવું એ જ ભાવ રહેલો હોય છે. આ ભાવ સિવાય પરોપકાર થઈ શકતો નથી. પરંતુ પર્યાયભેદે પરોપકારની પ્રવૃત્તિમાં ભેદ પડે છે.
પ્રાથમિક ભૂમિકામાં જીવને ભોજનાદિ બાહ્ય સાધનો દ્વારા સુધા-તૃષા વગેરેની પીડા દૂર કરી સુખ આપવાની ઈચ્છા હોય છે. તેની આગળની ભૂમિકામાં જીવોને બીજાને સદાને માટે પીડા રહિત કરવા અને સુખી કરવા ઈચ્છે છે.
ગૃહસ્થ જીવનમાં રહેલો જીવ બીજાના બાહ્યથી-દ્રવ્યથી દુઃખ દૂર કરી અને ભાવથી તેને ધર્મ પમાડીને આત્મિક સુખ પમાડવા ઈચ્છે છે. સાધુ ભગવંતો કેવળ કરુણા બુદ્ધિથી સન્માર્ગ બતાવીને પાપથી મુક્ત કરી દુઃખ દૂર કરવા પ્રયત્ન કરે છે અને મોક્ષ માર્ગનો સંપૂર્ણ રસ્તો બતાવીને તે માર્ગે ચઢાવીને કાયમનું સુખ આપવા પ્રયત્ન કરે છે.
આ પ્રમાણે પોત પોતાના સ્થાને રહેલા જીવો પરોપકાર કરવા દ્વારા ધર્મ સાધી રહેલા છે. પરંતુ આ ધર્મનું મૂળ સર્વ જીવ હિતવિષયક પરિણામ જ છે, જેને પરાર્થભાવ કહેવાય છે અને કેવળ સ્વહિતવિષયક પરિણામ તે જ અધર્મ છે, જેને સ્વાર્થભાવ કહેવાય છે. સર્વ જીવ હિતવિષયક પરિણામ કહો કે પરાર્થભાવ કહો બંને એક જ છે.
(iv) મેત્રી.
સર્વ જીવ હિત વિષયક પરિણામતેમાં હિતની વ્યાખ્યા “સુખની ચિંતા’ એ પ્રમાણે કરવી. સર્વ જીવના સુખનો વિચાર કરવારૂપ પરિણામ. “પર હિત ચિંતા મૈત્રી' તેમાં પણ બીજા જીવોના હિતની ચિંતા. બીજા જીવોનું હિત એટલે શું? બીજા જીવોનું સુખ. કયું સુખ? દુઃખ મિશ્રિત સુખ તો કોઈ પણ સાધકનો અંતર્નાદ
149
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org