________________
માટે અહો ! આવો અનંત શક્તિમાન મારી પાસે જ છે, અંદર છે ! એવા આશ્ચર્ય સાથે તેના પર મમતા કર. તને તેનું મિલન થશે.
રાજકોટ, વૈ.શુ. ૬, ૨૦૩૧ ભગવાને કહ્યું; જગત જીવ અને હું એક જ છો. આ બધું દશ્ય છે તે તો તે જે શરીર ધારણ કર્યું છે તેને માટે જીવન જીવવા વ્યવહારો માટે તારી પોતાની ઊભી કરેલી ધમાલ છે. તેમાંથી છૂટવું હોય તો જગતને તારા જેવું માનીને વ્યવહાર કરી અને મારું ધ્યાન કર, મારી સાથે એકતા સાધ.
અમરેલી, ૨૦૩૧ પરમાત્માએ કહ્યું કે
તારો ધર્મ શાશ્વત રહેવાનો છે, અશાશ્વત બધું જે દેખાય છે તે તારું નથી. હું તેનાથી પર છે, માટે તેમાં રમીશ નહિ. પણ તે બધો પરભાવ છે, એમ સમજ. ૫. પંચસૂત્ર ગણતાં
અમરેલી. હે આત્માનું !
સંસારમાં મનુષ્ય તરીકે જન્મ થયો છે તો તારું કર્તવ્ય છે અજન્મા થવા માટેનું અર્થાતુ અજન્મા થવા માટે આ મનુષ્ય જન્મ મળ્યો છે. અને પ્રભુને કરુણા આવવાથી તારા કર્તવ્યથી ન ચૂક માટે પોતે જે રીતે જે પ્રાપ્ત કર્યું છે તે રીતે તે બતાવ્યું છે. અરિહંત ભગવંતના અનુષ્ઠાન, સિદ્ધ ભગવંતનો સિદ્ધ ભાવ, આચાર્ય ભગવંતનો આચાર, ઉપાધ્યાય ભગવંતનો સૂત્ર પ્રદાન, સાધુ ભગવંતની સાધુ ક્રિયા આ પાંચ વસ્તુ જ સંસારમાં સાર છે. ભોગાદિ પ્રત્યે તો કર્મચંડાલ વળગ્યો છે માટે જીવ (તેના તરફ) રુચિ કરે છે. પણ માનવ દેહ-મનુષ્ય જન્મ તેના માટે નથી. કેવી સુંદર પાંચ વસ્તુ આપણને મળી છે ! એ પાંચનો કેવો અસીમ ઉપકાર છે ! સાધુની સાધુ ક્રિયાને મોક્ષ સાધક બનાવીને સિદ્ધ ભગવંતે સિદ્ધ કરેલી સિદ્ધિ મેળવવી છે તો તે માટે અરિહંત પરમાત્માએ માર્ગ બતાવ્યો છે. જગતમાં આ પાંચ જ આદરણીય છે, બીજી કોઈ વસ્તુ નહિ. આ પાંચ વસ્તુ પર આદર તે જ અનુમોદના છે. આ પાંચ વસ્તુ જેનામાં છે તે વ્યક્તિ તેનો આધાર છે માટે તે વ્યક્તિઓની અનુમોદનાને અનુમોદના કહી છે. “3 સા મોસા સ વિહિપુત્ર” આ ઉપર કહી તે સારી વિધિપૂર્વકની અનુમોદના છે. અને તે અરિહંત ભગવંતની કૃપાથી થાય છે.
અસ્મિનપાર ભવવારિનિધ-આ ગાથાથી ૪ ગાથામાં દુષ્કત નિંદા છે. ધન્યાસ્ત એવ-આ ગાથાથી સુકૃતાનુમોદન છે.
તુમ્યું નમસ્ત્રિભૂવન-આમાં શરણગમન છે. પ્રભુનાં દર્શન કરતાં પ્રાર્થના કરતાં પણ દુષ્કૃત નિંદા, સુકૃતાનુમોદન, ચતુ કરણ ગમન આ ત્રણ વસ્તુની આરાધના કરવાની છે માટે આરાધનાના પ્રસંગોમાં તે ત્રણે વ્યાપક છે. સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org