________________
અને પરોપકાર એ કાર્ય છે. આ ઉપરથી એ સમજાય છે કે પરિણામ એ ભાવનારૂપ છે તે એકલાથી કાર્ય સરતું નથી. જેના હિતનું પરિણામ. જાગૃત છે તે બીજાનું હિત કર્યા વિના રહી શકતો જ નથી. પરિણામ એ શકય એવી પ્રવૃત્તિ કરાવે જ છે માટે હિતનું પરિણામ એ ખૂબ જ આવશ્યક છે, એ પરિણામનો જન્મ મૈત્રી આદિ ભાવનામાંથી થાય છે.
પરોપકાર એટલે બીજાનું હિત કરવું, સકલ સત્ત્વ હિતાશય એટલે બીજા જીવોના હિતનું પરિણામ, મૈત્રી એટલે બીજા જીવના હિતનું ચિંતન કરવું, આ પ્રમાણે પરિણામ, ચિંતન અને ક્રિયા-ત્રણે ભેગાં મળે ત્યારે ધર્મ થાય છે. આમાંથી એક પણ ન હોય તો ત્રણમાંથી એકે સાચા નથી. હા, શક્તિના અભાવે ત્રણમાંથી એકનો અભાવ હોય પણ શક્તિ હોય તો તે હિતના પરિણામમાંથી જન્મેલી ચિંતાવાળો હોય અને ચિંતા કરનારો સક્રિય બને, હિતની ચિંતાવાળાને હિતનું પરિણામ ન હોય તે ન બને અને પરોપકાર કરનારને ચિંતા ન હોય તે ન બને. આ પ્રમાણે ત્રણે એક બીજા સાથે સંકળાયેલા છે.
પરોપકાર પણ દયાની જેમ દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે થાય છે.
જીવના બાહ્ય હિતની ચિંતાથી જે જે કરાય તે દ્રવ્ય ઉપકાર છે અને આત્માના હિતની ચિંતાથી જે જે કરાય તે ભાવ ઉપકાર છે. દ્રવ્ય દયામાંથી દ્રવ્ય ઉપકાર જન્મે છે અને ભાવદયામાંથી ભાવોપકાર
થાય છે. દ્રવ્ય ઉપકારની પણ ભાવોપકાર જેટલી જ જરૂર છે. દ્રવ્ય ઉપકાર કર્યા વિના સાચો ભાવઉપકાર થતો નથી. જીવને જે જે પીડા હોય, તેને જીવનમાં વિઘ્નો, સંકટો, ઉપદ્રવો સતાવતા હોય તે બધાને પણ દૂર કરવા પ્રયત્ન કરવો તે દ્રવ્ય ઉપકાર છે.
ઉપકારનો બીજો અર્થ દાન પણ થઈ શકે, કેમકે જીવને જે જે વસ્તુની જરૂરિયાત હોય, જેના વિના તેનો જીવન નિર્વાહ ન થતો હોય, અર્થાત્ દુઃખી થતો હોય તેવી વસ્તુને, નીતિને બાધ ન આવે તેવી રીતે આપવી. દયાથી જરૂરિયાત પૂરી પાડવી તેનું નામ દ્રવ્ય ઉપકાર છે. તેવા દુઃખી જીવો ઉપર દ્રવ્ય ઉપકાર કર્યા પછી સાચો ભાવોપકાર કરી શકાય છે.
ભાવ ઉપકારમાં તેને જ્ઞાનનું દાન કરવાનું હોય છે, દ્રવ્ય ઉપકારમાં જરૂરી વસ્તુનું દાન કરવાનું હોય છે આ પ્રમાણે બંનેમાં દાન જ છે.
જીવ અજ્ઞાનથી પોતાના ભવભ્રમણની વૃદ્ધિ કરે છે તે વખતે તેના ઉપર ભાવ દયા ઉત્પન્ન થવાથી તેને સાચી સમજ આપીને સન્માર્ગે ચઢાવીએ તે ભાવોપકાર છે. તથા ભગવાને બતાવેલો માર્ગ તેને સૂઝે તે માટે જે કોઈ પ્રવૃત્તિ કરીએ તે બધો ભાવોપકાર જ ગણાય.
આ ભાવોપકારની પ્રવૃત્તિ સાધુ ધર્મનું પાલન કરનાર વિવેકી મહાપુરુષો જ કરી શકે છે. કેમકે તેમના હૃદયમાં સકલ સત્ત્વ હિત વિષયક આશય રહેલો છે. તે કારણે જ અજ્ઞાની એવા હળુકર્મી જીવો સાધુ પાસે જ્ઞાનની માંગણી કરે છે. (ભીખ માંગે છે) તેઓ જાણે છે કે સાધુ ભગવંતોમાં સકલ સત્ત્વ હિત વિષયક પરિણામરૂપ ધર્મ રહેલો છે. તેઓ ભાવ દયાના ભંડાર છે. તેથી આ સંસારમાં ભટકતા, અથડાતા, કુટાતા આપણને સાચો રાહ બતાવીને આ ભયંકર અટવીમાંથી બહાર કાઢશે.
સાચો રાહ બતાવવો એ જ તેમનું જ્ઞાનદાન છે અને સંસાર અટવીમાંથી બહાર કાઢે છે તે જ સાધકનો અંતર્નાદ
153
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org