________________
સ્વભાવ પડી ગયો છે તે તેની પરમાં રમણતા કરવાની ટેવ છે જે આત્માનું અશીલત્વ બતાવે છે. આત્માનો સદાચાર એ જ છે કે પોતાના સ્વ સિવાય કયાંય દેષ્ટિ સુદ્ધાં પણ ન કરવી. કુતુહલ વૃત્તિ જ આ બધા પાપ કરાવે છે, દૂરાચાર સેવડાવે છે વિભાવદર્શિતામાંથી પછી વિભાવદશાને પામે છે અને પર વસ્તુમાં રમે છે - અર્થાત્ તે રમણતા જ આત્માને જડ જેવો બનાવી ભૂલો કરાવે છે અને ભયંકર ભવાટવીમાં રખડાવે છે, માટે વિભાવદર્શિપણું છોડો. સ્વ-ભાવમાં રમો. આત્મનંદિતા પ્રાપ્ત કરો. પ૪. આત્માની અનઘડતા
શ્રા.વ. ૧૦ આત્માની અણઘડતા એટલે ઘડતર વિનાનો આત્મા. અનાદીના લાગેલા આત્માના કુસંસ્કારોને દૂર કરવા આત્માનો ઘાટ ઘડવો પડે. તે ઘાટ ગુરૂ ઘડી આપે.
આત્માની અનઘડતા શું છે ? તે અનઘડ હોવાથી પોતાની વસ્તુનું પણ તેને ભાન નથી અને પારકી વસ્તુને મેળવવા ફાંફાં મારે છે. પોતાની વસ્તુ-શુદ્ધ સ્વરૂપ તેની ઉપેક્ષા કરી પાંચ ઈદ્રિયો દ્વારા પુદ્ગલ રસ પોષવા તત્પર બને છે. વળી અણઘડ માણસ જેમ બધાં કામ બગાડે છે તેમ અણઘડ આત્મા પોતાના મોક્ષ કાર્યને બગાડે છે અથવા કેવી રીતે આત્માનું મુક્તિપ્રાપક કાર્ય સાધવું એ તેને આવડતું નથી. જ્ઞાની ભગવંતે બતાવેલા તે માર્ગે ચાલવાની સૂઝ પણ તેનામાં હોતી નથી.
જયાં સુધી પોતાની વસ્તુ (શુદ્ધ સ્વરૂપ)ને આત્મા જાણતો નથી, જાણીને તેને પ્રગટ કરવા બતાવેલા ઉપાયોને સેવતો નથી ત્યાં સુધી તે અણઘડ છે. માટે જ્ઞાની પાસેથી તેને ઘડવાનો અભ્યાસ કરવો.
દુનિયાના બધા જ કાર્યોમાં ચતુર, કુશળ પણ આત્માની બાબતમાં ચતુરાઈનો અભાવ હોય તે જ સાચા અણઘડ છે. તે અણઘડતા દૂર કરવા જ્ઞાનીનું શરણું લો. પપ. સુખનો ઝરો.
દ્ધિ.શ્રી.વ. ૧૧ સુખનો ઝરો છે આત્મામાં, તે નિરંતર વહી રહ્યો છે નાડીઓમાં, ઈડા, પિંગલા, સુપુષ્ણા નાડી છે તેમાં તે વહે છે પણ સુખના ઝરાનો અનુભવ આત્માને તો ત્યારે જ થાય છે જયારે સુષુણ્ણા નાડીમાં પવન-પ્રાણની ગતિ થાય છે. સુષુણ્ણા નાડીનું દ્વાર બ્રહ્મરધ છે, ત્યાં આત્માનું કેન્દ્ર સ્થાન છે. આત્મામાં અનંત સુખનો ઉદધિ ભરેલો છે તેના સુખના તરંગો સહસ્ત્રાર ચક્રમાં ફેલાય છે ત્યારે તેમાંથી સુપુખ્ખામાં સુખનો તેનો ઝરો વહેવા માંડે છે. તેમાંથી છ એ ચકોમાં તે ફેલાય છે અને તેમાંથી આત્માના અસંખ્ય પ્રદેશો તે સુખનો અનુભવ કરે છે.
આ સુખની અનુભૂતિ કરવા માટે આત્માનું ધ્યાન કરવું જોઈએ. આત્માનું ધ્યાન સુખસાગર સ્વરૂપે ઓળખીને કરવું જોઈએ. તેના માટે સાક્ષાત્ અનંત સુખનો અનુભવ કરી રહેલા પરમાત્માનું આલંબન લેવું જોઈએ. અને ત્યાર બાદ પરમાત્મ સ્વરૂપ આત્માનો અનુભવ થતાં આનંદ-સુખ અને સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org