________________
શાંતિનો અનુભવ થાય છે,
આત્માનું ધ્યાન છ ચક્રમાં કરવાનો અભ્યાસ કરતાં, છ ચક્રનું ભેદન જયારે થાય છે ત્યારે સુપુષ્યાનું દ્વાર ખૂલે છે તેમાંથી કુંડલિની શક્તિ ઊર્ધ્વગમનું કરી બ્રહ્મરન્દ્ર સુધી પહોંચે છે, સહસ્ત્રાર ચકના માથે તે બેસીને પરમાત્મ સ્વરૂપ ધારણ કરે છે. એ વખતે આત્મા પરમાનન્દનો અનુભવ કરે છે. એ જ વાસ્તવિક આત્માનું સુખ છે.
કુંડલિની શક્તિ એ આત્માની શક્તિ છે. તે અત્યંત તેજસ્વી છે. આત્માની અખૂટ શક્તિનું તે ભાન કરાવે છે. દરેક આત્મામાં એ શક્તિ પડેલી છે પણ તે જાગ્રત થઈ નથી માટે દરેકને તેનો અનુભવ થતો નથી, જેને જાગ્રત થાય છે તેને તેની તેજસ્વિતાનો તથા આત્માના પરમાનંદનો અનુભવ થાય છે.
એ આત્મશક્તિને જાગ્રત કરવા બીજી કોઈ પ્રવૃત્તિ કરવાની જરૂર નથી, તમારું આત્મવીર્ય સંપૂર્ણ ફોરવીને તેને ઢંઢોળવાની જરૂર છે. આપણા ઉપયોગમાં જે પરમાત્મ તત્ત્વ રહેલું છે તેની શક્તિનું ભાન થતાં આત્મા પોતાની શક્તિને ઓળખી લે છે અને એકદમ તે (પરમાત્મ તત્ત્વ) તત્ત્વ સાથે અભેદ મિલન કરવા દોડી જાય છે અને પોતાની શક્તિ અને તેમની શક્તિનો એકાકાર થતાં જાગ્રત થઈને ઊર્ધ્વગમન કરી અભેદ મિલનમાં પોતે તે સ્વરૂપ-પરમાત્મ સ્વરૂપ ધારણ કરી છેલ્લા દ્વારે પહોંચીને (સુષુમણા અને સહસ્ત્રાર ચક્રની ઉપર) સ્થિર થાય છે તે વખતે જે પરમાત્મ સ્વરૂપનો અનુભવ કરી આત્મા આનંદ-સ્વરૂપાનંદ પ્રાપ્ત કરે છે તે અવર્ણનીય છે, અખિલ બ્રહ્માંડના નેતૃત્વનો અનુભવ અકથનીય
પદ. સ્વભાવમાં સ્થિરીકરણ
ભા.શુ. ૯ સ્વભાવ એટલે આત્મભાવ, તેમાં સ્થિર થવું. તે દશા પ્રાપ્ત કરવા માટે પરભાવ તરફનું આકર્ષણ ત્યજવું જોઈએ. પર એટલે આત્મભિન્ન જડ. જડ પદાર્થોમાં આત્મા સિવાયની તમામ વસ્તુઓનો સમાવેશ થાય છે. આત્માથી ભિન્ન મન, કર્મ પુદ્ગલો, શ્વાસોશ્વાસ, આહાર, ઔદારિકાદિ શરીરો, ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો, તેના ગુણો, તેના પર્યાયો, જગતના તમામ દેશ્ય પદાર્થો. જે ઔદારિકાદિ પુદ્ગલ દ્રવ્યના જ પર્યાયો છે. કર્મ પુદ્ગલોના પર્યાયો-જ્ઞાનાવરણાદિ નામને ધારણ કરનારા જે આત્માને સતત પીડી રહ્યા છે. રંગ-બેરંગી સ્વરૂપે આત્માને સ્વનું ભાન ભૂલાવી સુખ-દુઃખનો (બાહ્ય સ્વરૂપના સ્વાંગને ધરનારા સુખ-દુઃખાદિનો) અનુભવ કરાવે છે. આ બધા પદાર્થોમાં જે પર્યાયો છે (ઔદારિકની, કર્મની) તે સર્વ ક્ષણિક છે, પ્રતિ-સમયે પલટાતી છે, માટે જ તેને આધીન-ઓતપ્રોત થનાર જીવ ઘડીક હર્ષ, ઘડીક શોકનો અનુભવ કરે છે. પણ જ્ઞાની તે પ્રત્યેક પર્યાયમાં તેની નાશવંતતાને જુએ છે, તેથી જ્ઞાતાદ્રષ્ટાભાવે તે ક્ષણિક એવા હર્ષ-શોકમાં લીન થતો નથી.
આ રીતે પરભાવને જેણે ઓળખ્યો છે અને તેના દરેક ભાવોમાં-ફેરફારમાં જે ઓળખીને જ્ઞાતાદ્રષ્ટા બન્યો છે તેને મન આ એક નજીવી બાલ ચેષ્ટા જેવી વાત હોય છે તેમાં તે રાચતો નથી. અને સદા
સાધકનો અંતનાંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org