________________
બધા વિશેષ ધર્મો છે તેનું જ્ઞાન થાય છે. તેનાથી આગળ કર્મબદ્ધ અવસ્થારૂપ વિશેષમાં મનુષ્ય, દેવાદિ ગતિઓમાં ભ્રમણ કરવાવાળો છે, એ રીતે તેના અનંત વિશેષ ધર્મો છે. અર્થાત્, એક વિશેષ ધર્મ અને પૂર્વના સામાન્ય ધર્મ એમ અનંત સામાન્ય ધર્મ અને પછીના વિશેષ ધર્મ એમ અનંત વિશેષ ધર્મયુકત પદાર્થ માત્ર છે. તેમાં આત્માના સૂક્ષ્મ ધર્મમાં જવા માટે આત્માનું જે પ્રથમ સામાન્યધર્મ આત્મતત્ત્વ અથવા ચૈતન્ય તે સ્વરૂપમાં લીન થવું, તતૂપ થવું જેથી તેની ભીતર અગાધ ચિલ્ચકિત જે આત્મામાં રહેલી આત્મધર્મની સૂક્ષ્મતા છે તેમાં ઊંડા ઉતરવું. જે આત્મધર્મની મુખ્ય સાધના છે. વસ્તુનો સ્વભાવ તે ધર્મ. આત્મા તે પદાર્થ છે. તેનો સ્વભાવ ચૈતન્ય છે, તે જ ધર્મ છે. ધર્મની સૂક્ષ્મતાને પ્રથમ સમજવી જોઈએ. જેથી તે ધર્મને પ્રગટ કરવા માટે જે-જે સાધન આગમમાં બતાવ્યા છે તેમાં ધર્મ નામનો આરોપ કરવામાં આવ્યો છે અથવા સાધન-કારણમાં કાર્ય-આત્મ સ્વભાવરૂપ ધર્મનો આરોપ કરવામાં આવ્યો છે તે આરોપને ઓળખીને, કારણને કારણરૂપ માનીને, કાર્ય ઉપજાવવાના લક્ષ્યને સ્થિર કરીને, સાધનપ્રભુ આજ્ઞાને સેવવી. પ્રભુ આજ્ઞા એ જ ધર્મ એમ એકાંત ન વિચારવું, જેથી લક્ષ્ય ન ભૂલાય. ભગવાને આજ્ઞામાં, આગમમાં ધર્મ બતાવ્યો છે એટલે કે ધર્મ પ્રગટ કરવાનાં સાધનો બતાવ્યાં છે. પ્રભુની આજ્ઞાપાલનથી ધર્મ થાય છે એટલે સાધનનો યોગ્ય ઉપયોગ કરવાથી કાર્ય એટલે આત્મ ધર્મ પ્રગટ થાય છે. પ્રભુએ આજ્ઞા-આગમમાં આત્માના શુદ્ધ ધર્મને પ્રગટ કરવાના સચોટ ઉપાયો બતાવ્યા છે. તેમાં ગુણઠાણાની શ્રેણિમાં ચઢવું તે જ આજ્ઞા છે. પોતાના અધ્યવસાયને તેવા શ્રેણિ યોગ્ય બનાવવા તે જ આત્મપુરુષાર્થ પ્રભુએ બતાવેલા આલંબનો દ્વારા કરવાનો છે. તે પ્રભુ આજ્ઞાનો સાચો સીધો અને સરલ માર્ગ દેવચંદ્રજીની ચોવીશીમાં છે. અધ્યવસાયના ચઢાણ માટે તેમાં સુંદર રસ્તો છે. ભગવાને બતાવેલાં અનુષ્ઠાનો અધ્યવસાયની શુદ્ધિ માટે અર્થાત્ શુભના અનુષ્ઠાનો દ્વારા અશુભ-અર્થાત્ અધ્યવસાયની મલિનતા દૂર કરી શકાય છે અને અધ્યવસાયની શુદ્ધિ ક્રમે-ક્રમે થાય તે માટે ધર્મ ધ્યાન-શુભનું ધ્યાન પ્રણિધાનપૂર્વક કરવા વીતરાગતાનો માર્ગ નિહાળવો. એ માર્ગ નિહાળવા માટે યોગની સાધનાની સીડી ઉપર ચડવા માટે નિત્ય ધ્યાન કાયોત્સર્ગાદિ અભ્યાસ કરવો તેના દ્વારા અજ્ઞાન, મોહ વગેરે કર્મો પાતળા પડવા માંડે અને ગુણઠાણાની શ્રેણિના અધ્યવસાયો બલવત્તર બનતાં, આત્મ પુરુષાર્થની સિદ્ધિ
થાય.
૩૧. ધર્મક્ષેત્ર
કિ.ગ્રા.શુ. ૧ ધર્મ આરાધન માટે વ્યવહારથી ક્ષેત્ર સાત છે. ૧. જિનમંદિર ૨. જિનમૂર્તિ ૩. જિનાગમ ૪. સાધુ પ. સાધ્વી ૬. શ્રાવક ૭. શ્રાવિકા. આ સાતના નિમિત્ત પામીને આત્મધર્મ પ્રગટાવી શકાય છે. જિનમંદિરનાં દર્શન થતાં પરમાત્મ તત્ત્વનું દર્શન થાય છે, જિનમૂર્તિમાં પરમાત્માનો જ આકાર હોવાથી તેમનું દર્શન થાય છે. જિનાગમમાં પરમાત્માની જ વાણી હોવાથી, કથન હોવાથી (વકતા અને તેનું વચન અભેદ હોવાથી) પરમાત્માનું દર્શન થાય છે. છેલ્લા ચારે પરમાત્માએ સ્થાપેલો સંઘ છે. તેમાં પરમાત્મતત્ત્વનો
સાધકનો અંતર્નાદ
39
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org