________________
ચૈતન્ય પ્રત્યે પ્રીતિ ધારણ કરવી.
ચૈતન્ય પ્રત્યે પ્રીતિ પેદા થાય પછી તેની એકતા માટેની બધી સાધના સહજ-સરળ બની જાય છે. અને ચૈતન્ય સાથે અભેદ અને જડ સાથે ભેદ સિદ્ધ થાય, અર્થાત્, ભાવિત થાય એટલે સમાધિની સાધના અહીં સંપૂર્ણ થાય છે.
આ રીતે સમાધિ સાધવાનો સરળ ઉપાય પરમ ઉપકારી પરમાત્માએ આપણને બતાવી આપણી આનંદમય સ્થિતિને નિહાળવાની તક આ પંચમ કાળમાં પણ મળે અને આપણી દુઃખમય પીડા (સંસારના આધિ-વ્યાધિ-ઉપાધિ) દૂર થાય એવો રાહ બતાવ્યો છે અને આપણી આગળ પરમ ઉપકારી ગુરુદેવોએ તે રાહ પ્રગટ કરી આપણને સદા માટે આનંદમય સમાધિ આપી છે. તે સિદ્ધ કરવાની આપણે છે. ધન્ય છે વિતરાગ ભગવંતને !
ધન્ય છે તેમના બતાવેલા માર્ગને !
ધન્ય છે તેની ચાવી બતાવનાર-ખોલી આપનાર ગુરુવર્યોને !
ત્રણેનું શરણું સ્વીકારી મારા ઉપર ચઢતા તેઓના ઋણથી મુક્ત થવા પ્રયત્ન કરું એ જ અભિલાષા. ર૦. કષાયની ઉપકારકતા
શ્રા.શુ. ૧૨+૧૩
કષાય ઉપકારક હોઈ શકે ? હા, પરંતુ તેના પ્રકાર સમજવા જોઈએ. (૧) સ્વ વિષયક (૨) પરવિષયક, પોતાના ઉપર કષાય થાય અર્થાત્, પોતાના દોષો પ્રતિ કષાય થાય તો ઉપકારક થાય છે અને પર પ્રતિ થાય તો નુકસાનકારક છે. કષાય વ્યક્તિ (પાપી) ઉપર થાય તો અપકારક છે, પાપ પ્રત્યે થાય તો ઉપકારક છે.
જગત-સમગ્ર સંસાર ઉપકારક છે. એક એક શુભાશુભ પદાર્થ આપણા મોક્ષ પ્રતિ ગમનમાં સહાયક છે. અનંતાનુબંધી કષાય છે તો તેનો નાશ કરી જીવ સમકિતનો સ્વાદ લે છે. ચારે કષાય તે તે ગુણઠાણે પહોંચવામાં આ રીતે મદદ કરે છે. આપણી પાસે પુરુષાર્થ કરાવી પોતે ખતમ થઈ અને આપણને આગળની ભૂમિકામાં મોકલે છે. જગતમાં એવી તો કઈ વસ્તુ છે કે જે આપણા મુક્તિગમનમાં મદદકર્તા ન હોય !
વળી આપણો કપાય અને બીજાનો આપણા ઉપર કષાય. આ બંને આ રીતે ઉપકારક છે. આપણો કષાય આપણને પુરુષાર્થ કરવાની તક આપી ઉપરના ગુણઠાણે મોકલે છે અને પોતે વિદાય લે છે જેથી આપણી ઋદ્ધિ-આત્મ સંપત્તિ આપણે જોઈ શકીએ છીએ.
બીજાનો આપણા ઉપર કષાય-આપણો ક્ષમા ગુણ પ્રગટાવવામાં સહાય કરે છે. આત્માની અંદ૨ ગુપ્ત રીતે પડી રહેલ સ્વ સંપત્તિને પ્રગટ કરાવી આપનાર બીજાનો આપણા ઉપરનો કષાય છે માટે બધી રીતે કષાયની ઉપકારકતા જીવને છે તે ઉપકારકતાને વિચારીને કષાય મોહની ઉદયાધીનતામાં કષાયને ઉપકારક બનાવવો તે જ સ્વ ઉદયની સિદ્ધિ છે.
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
91
www.jainelibrary.org