________________
પરમાત્માની સાથે નાગના ભવમાં આત્મીયતા સાધેલી તે કારણે પરમાત્માને કષ્ટ આવ્યું કે તેનું આસન ડોલાયમાન થયું અને ઈન્દ્ર મહારાજાની સાથે નાગણીએ તે જ ભવમાં આત્મીયતા સાધેલી તેથી માતાજી પણ તેટલાં જ ભક્ત બન્યાં.
આ રીતે નવકારના શ્રવણમાં લીનતા થઈ તે એક પરમપુરુષની કૃપા વિના ન બને એમ બતાવે છે અને બીજા કોઈ ઈન્દ્રનું આસન નહિ કંપતાં ધરણેન્દ્રનું જ કંપ્યું તેમાં તે પરમાત્માની કરુણાર્દષ્ટિ પડી ત્યારે તે નાગે તેમની સાથે આત્મીય સંબંધ બાંધ્યો તે કારણ સિવાય બીજું શું હોઈ શકે ?
તે લાકડામાં તે નાગનું ઘર હતું એટલે નાગણી પણ સાથે જ હતી તેણે પણ એ જ ભાવમાં નવકારનું શ્રવણ કર્યું અને ઈન્દ્રાણી થઈ અને પાર્શ્વપ્રભુની પરમ ભક્તાણી બની. માટે જ ઉપસર્ગ વખતે તેણીએ પણ પ્રભુનાં ચરણકમળમાં સ્થાન લઈને પ્રભુને પાણીથી અદ્ધર રાખ્યા અને ધરણેન્દ્ર ફણાનું છત્ર કર્યું.
૩. પ્રભુ ભક્તિનું સ્વરૂપ
યાત્રા કરતાં ઉંમર પ્રમાણે થોડું કષ્ટ વધારે પડે પણ કર્મ પણ કષ્ટ સહન કરવાની પ્રસન્નતા ઉપર જ થોકે થોક ખપી રહ્યાં છે એ પણ ખૂબજ અનુમોદનીય છે.
એક યાત્રા થાય છે તેથી પરમ પ્રભુ શ્રી આદિશ્વર ભગવાનની ભક્તિ પણ અનુપમ કરવાનો અવસર મળતો હશે.
આ ભક્તિ જ છેક મોક્ષના દ્વાર દેખાડનારી છે. તે ભક્તિ દાસોડહંની પ્રાથમિક ભૂમિકાની છે તે પછી તદ્રુપોડહં અને છેલ્લે સોડહંની થયા પછી પ્રભુથી છૂટા પડવું. અર્થાત્, મંદિરમાંથી બહાર નીકળવું તેથી ખૂબ આત્મિક આનંદ અનુભવાશે.
આ પ્રભુ ભક્તિનો ક્રમ છે, એકલી દાસોડહંની ભક્તિ સ્વ-રૂપનું સ્મરણ કરવા દેતી નથી, પરંતુ અશુદ્ધ પર્યાયમાં રહેલા આપણા આત્માનું શુદ્ધીકરણ કરવા માટે દાસભાવે પ્રભુના ચરણમાં આળોટતાં પોતાની (ગુણની) હીન પર્યાયનું ભાન થાય છે અને પ્રભુના શુદ્ધ પર્યાયનું શ્રુતદ્વારા સ્મરણ થાય છે એટલે તે પર્યાયને પ્રાપ્ત કરવાની ઝંખના ક્ષયોપશમ ભાવથી પ્રગટે છે, ત્યારે આત્મા પરમાત્માના ગુણોમાં તદ્રુપ થાય છે એટલે પોતાની આત્મશક્તિનું ભાન થતાં તદ્રુપોડહં ભક્તિમાં લીન થાય છે, ત્યારે બાહ્યભાવ છૂટી જાય છે અને આંતર ચેતના જાગ્રત થયેલી હોવાથી આંતરિક ભાવ પ્રગટે છે જેને આપણે ભાવથી ભક્તિ કરવા માટે ઈચ્છીએ છીએ તે આ છે.
દાસોડહંમાં પણ ભાવથી જ ભક્તિ છે પણ એ ભાવમાં ભેદ છે. તદ્રુપોડહંમાં અભેદનું જ્ઞાન છે, સોડહંમાં અભેદ દશાનું ભાન છે.
ભેદ ભાવમાં આત્મા અને પરમાત્માનું ઘણું અંતર નિહાળીએ છીએ. તેથી આપણી વિષય કષાયોની પરાધીનતાથી આત્માની નિમ્નદશાનું ભાન થાય છે અને જે આંતર ચેતના સુષુપ્ત હતી અને તેને ભાન પણ ન હતું કે હું પર વસ્તુથી દબાયેલો છું હવે તેનું ભાન થતાં પ્રમાદ છોડીને ચેતના જાગ્રત થાય છે અને પોતાની પ્રમાદ (અધમ) દશાનું ભાન થાય છે.
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
173
www.jainelibrary.org