________________
: 500 500 કેવી
જીવ દ્રવ્યથી જડત્વ દ્વારા ભિન્નત્વ માની એક જીવ દ્રવ્યના જીવત્વ પ્રત્યે ઓવારી જવા માટે તે ત્રણ દ્રવ્યોની સહાય લીધી તે તેની સાધના કહેવાય. આ સાધના દ્વારા એ રીતે જીવ પ્રત્યે બહુમાન વગેરે પ્રગટાવી તેના મૂળ સ્વરૂપને સિદ્ધ કરવાનું છે.
વળી છ દ્રવ્યમાં એક પુદ્ગલ દ્રવ્ય છે તેની સંપૂર્ણ સહાય લઈને જ સિદ્ધિ મેળવવાની છે. માટે પુદ્ગલ દ્રવ્યની સાધના કરવાની તેની સાધનામાં જેમ મદારી સાપને ખેલાવે છે તેમ તેની સંપૂર્ણ મદદ લેવા છતાં તેનાથી અળગા રહેવું.
વળી તેની સાધનામાં ચિત્તની અતિશય સ્થિરતા વગેરે જોઈએ, તે રીતે પુગલની સાધના પણ સ્થિરતાથી કરવાની છે. તે જ આ પુદ્ગલ દ્રવ્યો છે જે સંસાર વૃદ્ધિકારક બન્યા છે, તેની સાથે અનેક રીતે રમતો કરી છે, રાગ દ્વેષની પરંપરા તેની સહાય લઈને જ વધારી છે. તે પુગલને સાધવા મોહના મહાન યોદ્ધા (રાગ-દ્વેષ) તેની સાથે જ આત્માના યોદ્ધા વૈરાગ્ય અને સમતારૂપી છે, તેના દ્વારા યુદ્ધ કરીને જીતવાના છે અને તે પુગલ દ્રવ્યની સાધના કરવાની છે. ત્યાર બાદ જડની ચેતનથી ભિન્નતા સિદ્ધ કરવાની છે. તે બંનેના પૃથક પૃથક ગુણ, લક્ષણ, સ્વભાવ સિદ્ધ કરવાના છે અને ત્યારબાદ જડની મદદ છોડીને સ્વમાં-આત્મામાં લીનતા કરવાની છે. લીન બનેલો આત્મા બધાં બંધનોથી છૂટી મોક્ષમાં પહોંચી જાય છે.
કાળ દ્રવ્ય સહાય કરીને તેને (આત્માને) અસર કરે છે. બાળ, જુવાન, ઘરડો બનાવે છે. પુદ્ગલ દ્રવ્યને અસર કરે છે. જૂનું નવું બનાવે છે. છતાં જીવના વૈરાગ્યમાં તે તે અવસ્થાઓ સહાયક બને છે.
વળી મુકિતમાં જવા માટે તે કાળ બંધનરૂપ છે, પરંતુ જયારે જડની સાધના યોગ્ય રીતે થતાં કર્માદિ પુગલો આત્માથી છૂટાં પડે છે એટલે કાળનું બંધન છૂટી જાય છે અને પોતે એક સ્વતંત્ર દ્રવ્ય છે તેને સિદ્ધ કરી બતાવે છે અને પોતે આત્મા પોતાનામાં સ્થિર થઈ અનાદિની મસ્તી માણે છે.
૧૮. સાધના.
ભા.. ૧ જે સાધન દ્વારા પ્રક્રિયા કરવામાં આવે છે તે પ્રક્રિયાને સાધના કહેવાય છે. અર્થાતુ જે નિમિત્તને ગ્રહણ કરીને વ્યાપાર કરવામાં આવે છે તે સાધના. જેમ ચક્ર, દંડ એ ઘટ બનાવવામાં નિમિત્તકારણ છે, માટી ઉપાદાન કારણ છે. કુંભાર નિમિત્તકર્તા છે. તેમાં ચક્ર દ્વારા ઘટ બનાવવા માટે વ્યાપાર કરવામાં આવે તે ઘટ રૂપ કાર્યની સિદ્ધિની સાધના કહેવાય. તેમ આત્મા સ્વયં ઉપાદાન કારણ છે તેનું મોક્ષરૂપ કાર્ય કરવામાં નિમિત્ત કારણો જે તત્ત્વત્રયીરૂપ આલંબન છે તે છે. તે સાધન દ્વારા અથવા આલંબન દ્વારા આપણો જે વ્યાપાર અથવા પ્રક્રિયા તે સાધના કહેવાય.
કાર્ય સિદ્ધિ માટે આપણા માટે બધી વસ્તુ હાજર છે. ઉપાદાન કારણ આપણો આત્મા છે, નિમિત્તકારણરૂપ આલંબનો અર્થાતું સાધન હાજર છે. ફકત પ્રક્રિયા-વ્યાપાર (ઉપાદાન અને નિમિત્તને ભેગાં કરીને) કેવી રીતે કરવો? તેની સમજ મેળવવાની છે. સાધના (વ્યાપાર) કેવી રીતે કરવી તે
સાધકનો અંતર્નાદ
145
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org