________________
૨. સમાધિ
૨૦૪૨, મા.વ.દ્ધિ. ૧૩, મંડાર ગમે તેવા સંયોગોમાં મનની સમાધિ ગુમાવવી નહિ. મનમાંથી ઊઠતા સારા નરસા વિકલ્પોનું સમાધાન કરવું તેનું નામ સમાધિ. આને બાહ્ય સમાધિ કહેવાય છે. આંતર સમાધિ આત્મ સ્વભાવની રમણતામાંથી ઉદભવે છે. બાહ્ય સમાધિ આંતર સમાધિનું કારણ છે.
વલ્થ સદાવો થપ્પો આત્માનો સ્વભાવ એ જ ધર્મ છે, અથવા ધર્મ એટલે સ્વભાવ. તે ધર્મને પ્રગટ કરવામાં જે સાધનરૂપ બને છે તેને પણ ઉપચારથી ધર્મ કહેવાય છે.
તે સાધનરૂપ ધર્મ ભગવાને સ્યાદ્વાદથી બતાવ્યો છે. જો સ્યાદ્વાદનો અમલ આપણા જીવનમાં ન થાય તો સ્વભાવ-ધર્મનું પ્રગટીકરણ અશકય છે.
મુખ્ય વાત-આંતર સમાધિ પ્રાપ્ત કરવી એ “ધર્મ'-સાધ્ય છે, બાહ્ય સમાધિરૂપ ધર્મ એ સાધન છે. માટે તે સાધનને જ સાધ્ય ગણીને બેસી નથી રહેવાનું પણ આત્મ સ્વભાવ રમણતાનું પ્રગટીકરણરૂપ સાધ્યની સિદ્ધિ તરફ દષ્ટિ રાખીને જ સાધનને સેવવાનું છે.
ભગવાને સાધનનો ઉપયોગ સ્વાદ્વાદથી કરવાનો કહ્યો છે એટલે મનમાંથી ઊઠતા વિકલ્પોનું સમાધાન જે દૃષ્ટિએ વિચારવાથી થતું હોય તે દૃષ્ટિએ વિચારીને કરવાનું છે તો સમાધાન થવા રૂપ (સમાધિ) સિદ્ધિ થતાં મનમાંથી ઊઠતાં સંકલ્પ વિકલ્પો શાંત થશે અને રાગ દ્વેષની ઘેરી અસર જે મન ઉપર ફરી વળવાથી આર્તધ્યાન, રૌદ્રધ્યાનથી અસમાધિ ઉત્પન્ન થતી હોય તે અટકશે.
જૈન ધર્મ-સ્યાદ્વાદ ધર્મ. અહીં ભગવાને જૈન ધર્મ સ્થાપ્યો નથી પણ સ્યાદ્વાદ મત અર્થાત્ સ્યાદ્વાદ દૃષ્ટિ કોણથી દરેક પદાર્થ જોવા, વિચારવા એમ કહ્યું છે અને તે પણ આપણા મનના સમાધાન માટે ઉપયોગ કરવાનો કહ્યો છે પણ સ્યાદ્વાદ એટલે ભગવાને કથંચિત્ આમ કહ્યું છે એમ વિવાદ માટે તેનો ઉપયોગ કરવાનો કહ્યો નથી.
અહી પણ સ્યાદ્વાદ ધર્મ એટલે જૈન મત. તે સ્યાદ્વાદ મત આપણી ચિત્ત સમાધિનું કારણ હોવાથી તેમાં કાર્યનો ઉપચાર કરીને તેને ધર્મ કહેવામાં આવે છે.
હવે ચિત્ત સમાધિનું કારણ કેવી રીતે બને? સ્યાદ્વાદિતા આપણા જીવનમાં ડગલે ને પગલે કેટલી આદરણીય છે અર્થાતું, તે વિના ધર્મનું એક પણ કાર્ય અથવા એક પણ ધર્મક્રિયા કેટલી બુટ્ટી છે તે ખૂબજ વિચારણીય છે.
ધર્મ ક્રિયા, અનુષ્ઠાન, તપ, જપ, સ્વાધ્યાય આ બધો ધર્મ છે ? અર્થાત, આપણો આત્મ ધર્મસ્વભાવ પ્રગટ કરવામાં સાધન બની શકે? ક્યારે બની શકે? તેના સહકારી કારણો બીજાં કયાં-કયાં? સહકારી કારણો (ચિત્ત સમાધિ વગેરે) વિના તપ, જપાદિ ધર્મ ક્રિયા અનુષ્ઠાનો આપણો આત્મ ધર્મ પ્રગટ થવારૂપ કાર્ય સિદ્ધિનું કારણ બની શકશે ? ૧. ધર્મ ક્રિયા-અનુષ્ઠાનો (તપ, જપ, સ્વાધ્યાય, વૈયાવચ્યાદિ) જેનો સમાવેશ બાહ્ય અને અત્યંતર
તપના ૧૨ પ્રકારમાં થાય છે. તે પોતે ધર્મ નથી પણ આત્મ ધર્મ પ્રગટ કરવામાં સાધનરૂપ ધર્મ સાધકનો અંતર્નાદ
77
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org