________________
સંસ્કારને કાઢવા આત્માને ગુણાનુરાગી બનાવવાથી ગુણથી મોટાઓને મહાન માનવાનો અભ્યાસ કરે ત્યારે તેનામાં નમ્રતાના અંકુરો ફૂટે.
આ અભ્યાસ માટે જેને વિષય બનાવવાના છે તે એટલા બધા મોટા છે કે તેમનો એક ગુણ પણ આ જગતમાં સમાય એવો નથી અને શાસ્ત્ર ચક્ષુથી પ્રત્યક્ષ તે ગુણનો સમૂહ જોઈ શકાય છે માટે જ પ્રાથમિક અભ્યાસમાં દેવને મહત્તાનો વિષય બનાવવાથી સરળ બને છે કારણ કે તેમનામાં દોષનો એક અંશ પણ નથી. તે પછી ગુરુ-જે છઘ0 છે એટલે તદ્દન નિર્મળતા આપણાં ચર્મચક્ષુથી ન દેખાય છતાં અનંતા ઉપકાર કરનારા છે તેથી તેમના (નર્વા) કેવળ ગુણોનું જ દર્શન જીવ ગુણાનુરાગી બનીને કરી શકે છે પણ તે પેલા કરતાં જરા અધરું છે. અભ્યાસ કઠિન છે, તેમાં પાસ થવું મુશ્કેલ છે અને અહં ટળવો દુર્લભ છે અર્થાત્ તેમની મહત્તા માનવી તે દેવની મહત્તા માનવા કરતાં જીવને વધુ મહેનત પડે છે. પરંતુ જો તે કૃતજ્ઞી બને અથાંતુ તેમના (ગુરુના) નિઃસ્વાર્થભાવે થયેલા ઉપકારોને નજર સમક્ષ રાખે તો કૃતજ્ઞ બનેલા જીવની બુદ્ધિ નિર્મળ બનતાં એવી જાતનો માન, મોહનો ક્ષયોપશમ થાય છે જેથી પોતાની મહત્તા છૂટી જાય છે અને ગુરુમાં મહત્ત્વને જોઈ શકે છે.
તે પછી જગતના જીવો-ગુણી-અવગુણી બધી જ જાતના છે તેમના પ્રત્યે ગુણગ્રાહી દષ્ટિ કેળવીએ ત્યારે જ તે બધામાં મહત્તા લાગશે, પોતાની મોટાઈની કિંમત ઓછી કરશે ત્યારે પ્રયોજનો જે અહં અને મને પોષવા માટે જ વધી રહ્યાં હતાં તે ઓછાં થશે અને બીજાની ચિંતા થશે. જગતના જીવો પ્રત્યે મૈત્રી આદિ ભાવથી તેમને જોવાથી તેમના દોષો પ્રત્યેની દૃષ્ટિ ટળી જશે અને જીવને શિવરૂપે જોતાં તેમનામાં મહત્ત્વ દેખાશે, જેથી નમ્ર બનેલો આપણો આત્મા બીજાનાં પ્રયોજનો સધાવવા માટે રસ ધારણ કરશે, જેને પરાર્થભાવ કહેવાય છે. પરાર્થભાવ જાગ્યા પછી પરોપકાર થઈ શકે છે.
આમાં આત્મા, જગત અને પરમાત્મા-ત્રણેના મહત્ત્વની વાત આવે છે. કોને મોટાઈ આપવી ? પોતાના આત્માને મોટાઈ આપવી તે તો ભૂલ છે. સૌથી પ્રથમ પરમાત્માને, ગુરુને બીજા નંબરે, ત્રીજા નંબરે જગતના જીવોને મોટાઈ આપવા માટે નમ્ર બનવું, જે બીજાને આપવાનું છે તે જ પોતે લઈને બેઠો છે. તે જ તેની ભૂલ છે. પોતે નમ્ર બને ત્યારે પરના હિતની ચિંતા કરી શકે છે અથવા પરહિત, પરોપકાર કરી શકે છે.
જો કે પરોપકાર કરવા માટે જીવો પ્રત્યે લાગણી, દયા, સ્નેહભાવ જરૂરી છે પણ તે બધું પોતાની જાતને નમ્ર અને વામણી બનાવવાથી જાગે છે. જીવ અહંકારમાં જ પૂર બને છે, લાગણી બુટ્ટી બની જાય છે અને સ્વના રાગથી જાતના સ્નેહ તંતુથી બંધાયેલો છે. જયાં અહંકાર આવે ત્યાં મમત્વ આવે જ છે અને ક્રૂરતા આદિ ઉગ્રરૂપ ધારણ કરે છે અને પરોપકારનો તો વિચાર સરખો પણ આવતો નથી.
માટે જ ભાવ પરોપકારની પરાકાષ્ઠાએ જીવ પહોંચે છે ત્યારે જીવ, જગત અને પરમાત્મા ઐક્ય ધારણ કરે છે અર્થાતુ પોતે જીવ અને શિવ (પરમાત્મા)માં જાતને વિલોપન કરી નાખે છે અને આનંદ અનુભવે છે.
બીજાનો વિચાર નથી ત્યાં ધર્મ નથી માટે પરોપકારનો પ્રથમ ગુણ સ્થાનકથી જ અભ્યાસ શરૂ સાધકનો અંતર્નાદ
118
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org