________________
તે જ કરુણરસ, તે જ વીર રસ, તે જ બીભત્સ રસ. આત્માનું, આત્માના ગુણોનું કાર્ય કરવામાં કામ લાગે છે ત્યારે તે રસો સંપૂર્ણ જાગૃત રહે છે જેથી તેનો અનુભવ આત્મા કરી શકે છે, છેવટે તે રસો શાન્તરસમાં વિલય પામે છે.
તે રસો સુષુપ્ત અવસ્થામાં તો જડભાવનું કાર્ય કરતા તે રસો જ આપણા આત્માને બેભાન બનાવીને કર્મથી ભારે બનાવે છે માટે પ્રતિક્ષણે નવે રસોને નિહાળવા, જાગૃત કરવા અને આત્માના કાર્યમાં ઉપયોગમાં લેવા.
સુષુપ્ત રહીને જડભાવના દરેક કાર્યોમાં તે રસ રેડાતો હોય તો તે કાર્યો એવાં સ્થિર બની જાય છે કે ત્યાંથી બહાર નીકળવું અતિ કષ્ટકારક બને છે. માટે તે રસો જયારે જડભાવનું કાર્ય કરતા હોય ત્યારે તેને પ્રથમ વિરસ બનાવવા માટે પાછા વાળવા પ્રયત્ન કરવો અને તે માટે બીભત્સ રસને જાગૃત કરવો પછી તે કાર્યથી રસને આત્માના કાર્યમાં વાળી આત્મા પ્રત્યે કરુણ રસ પ્રગટાવીને આત્માના ગુણો દઢ બનાવવા. જેથી વિભાવ, અનુભાવ, સંચારીભાવ પામીને તે રસ સ્થાયીભાવ બનશે એટલે શાન્તરસમાં પરિણમેલો તે રસ આત્મામાં આનંદ મંગલ પ્રવર્તાવશે. ૧૫. નમો અને ખમો
શ્રા.વ. ૧૨, પર્યુષણા પ્રારંભ નમવું અને ખમવું
નમ્રતા અને ક્ષમાપના નમસ્કરણીય કોણ ? અને ક્ષમાપનીય કોણ? નમસ્કરણીય પંચ પરમેષ્ઠિ, ક્ષમાપનીય સર્વ જગત.
નમ્રતા અને ક્ષમા એ બંને મૂળભૂત ગુણો આત્માના ધર્મને (સ્વભાવને-સ્વરૂપને) પ્રગટાવવાનાં મૂળભૂત સાધનો છે માટે વિનયને ધર્મનું મૂળ કહ્યું છે અને ક્ષમાને પણ ધર્મનું મૂળ કહ્યું છે.
જેને નમવાનું છે તે ક્ષમાના ભંડાર છે માટે નમનીય છે. નમસ્કારથી વિનય પ્રગટે છે, ક્ષમાપનાથી ક્ષમાં પ્રગટે છે. વિનયથી અહંકાર જાય છે, ક્ષમાથી ક્રોધ જાય છે, આ રીતે ક્ષમાપના અને નમસ્કાર એ જે બધા દોષોને લાવનાર ક્રોધ અને માન છે તેનો હૂાસ કરનાર છે. અથવા બધા દોષોને પ્રગટાવનાર ક્રોધ અને માન છે તેનો નાશ કરવા માટે આ પર્વ છે, આત્માના મૂળભૂત ગુણો નમ્રતા અને ક્ષમા પ્રગટાવનાર આ પર્વ છે તેથી એને મહાપર્વ કહેવાય છે, પર્વાધિરાજ કહેવાય છે.
નમસ્કારથી પરમાત્માની સાથે અભેદ સધાય છે. ક્ષમાપનાથી સર્વ જગતના જીવો સાથે અભેદ સધાય છે.
આ બંને સાથે અભેદ સધાવાથી જગત, જીવ અને આત્મા (પોતે) આ ત્રણેની એકતા થતી હોવાથી તે એકતા જીવને શીધ્ર મુકિતનો સંગમ કરાવે છે.
નમસ્કરણીય પંચ પરમેષ્ઠિઓ છે. તેઓ ક્ષમા ગુણની પરાકાષ્ઠાએ પહોંચેલા હોવાના કારણે
સાધકનો અંતર્નાદ
142
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org