________________
‘‘એને બયા’’ એક પ્રકારે વિચાર્યું પણ આંખને સાક્ષાત્ ભિન્ન ભિન્ન વ્યક્તિઓ નજરે પડે છે તે ખોટું છે ? સ્વપ્ન છે ? ઈન્દ્રજાલ છે ? ના, તે સત્ય હકીકત છે. કર્મકૃતભેદ સાચો છે. “ન વસ્ત્ર સઃ નેમ’”, નથી એક દિશા જેની તે નૈગમ.
એક સ્વરૂપવાળું ચૈતન્ય હોવા છતાં અનાદિ કાળથી સહજમલ હોવાથી જેમ સહજ સ્વભાવ ચૈતન્યરૂપ છે તેમ કર્મ મલને ગ્રહણ કરવાનો પણ સહજમલના કારણે સ્વભાવ રહેલો છે તે વિશેષોને ઉત્પન્ન કરે છે. તેથી નૈગમનય એમ માને છે કે જગતમાં ચૈતન્ય સ્વરૂપે એક હોવા છતાં (સામાન્યગ્રાહી થયો કેમકે પોતાનો સહજ સ્વભાવ છે તેને કેમ ત્યજે ?) અનાદિ કાળથી સહજમલના કારણે કર્મ ગ્રહણ કરવાનો સ્વભાવ છે, તેથી કર્મકૃત ભેદ પાડે છે (તે વિશેષગ્રાહી થયો કેમકે તે પણ અનાદિનો સ્વભાવ છે, પણ ગ્રહણ કરવાનો તેથી કર્મકૃત ભેદ પાડયા વિના કેમ રહે ?) પણ એ ભેદ તોડી શકાય છે. માટે સહજમલ તે સહજ સ્વભાવ નથી. આત્માનો સ્વભાવ ખરો, પણ આત્માની સાથે જ રહેનારો નથી. આ સ્વભાવને તથા ભવ્યત્વના પરિપાક દ્વારા બદલી શકાય છે. અને ભવસ્થિતિ પરિપાક થતાં તે ખરી પડે છે. માટે તે સહજ સ્વભાવ નથી પણ અનાદિ કાલીન સહજમલના કારણે કર્મકૃત ભેદ પડેલા છે તે ખોટા નથી તેને આ (નૈગમનયની) દૃષ્ટિએ જોવાથી સત્યતાનો ખ્યાલ આવે છે.
૧૮. સંગ્રહ નય તથા વ્યવહાર નય
મ.શુ. ૧૧, શેરીસા
શ્રીવત્સ સ્વામીકે ભ. નાં દર્શન કર્યાં તે આત્મિક આનંદનો અનુભવ કરતા હતા. પં. એ કહ્યું કે આવો આનંદ પ્રાપ્ત કરવા માટે બધી દૃષ્ટિએ આત્માને વિચારવો જોઈએ. આવો આનંદ પ્રાપ્ત કરવા ‘‘ઊો આયા’’ આત્માના ચૈતન્ય સ્વરૂપની એકતા સાધવી જોઈએ.
સંગ્રહ નય સામાન્યગ્રાહી છે. આ નયની દૃષ્ટિએ વિચારીએ તો જગતમાં સ્વરૂપ ચૈતન્ય એક છે અને તે ખોટું નથી. જગતમાં ચૈતન્ય એક છે. બધા ચેતનવંત આત્માઓ છે તેમાં ચૈતન્યરૂપ સામાન્ય ધર્મ એક જ સ્વરૂપે રહેલો છે તેને જુદો કેમ પાડી શકાય ? માટે જગતના સર્વ જીવાત્મા સાથે ચૈતન્ય સ્વરૂપની દૃષ્ટિથી એકતા સાધે ત્યારે આનંદની અનુભૂતિ થાય છે.
પણ આ અનુભૂતિ માટે વ્યવહારનો આશ્રય લેવો પડે છે.
વ્યવહાર વિશેષગ્રાહી છે. જે ભિન્ન ભિન્ન ચૈતન્યધારી દેહો નજરે પડે છે તે પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ છે, તેને પણ ખોટા કેમ કહેવાય ? માટે વિશેષને મુખ્ય રાખીને એ દૃષ્ટિએ આત્માની વિચારણા કરવી તેને વ્યવહાર નય કહેવાય છે.
આ દૃષ્ટિએ વિચારણા કરવાની શી જરૂર ? તો કહે છે કે એ પણ સત્યદૃષ્ટિ છે. આ નયનો ઉપયોગ આનંદરૂપ ફલ પ્રાપ્તિ માટે કરવાનો છે. આનંદ એમને એમ પ્રાપ્ત થતો નથી, પ્રક્રિયા કરવી પડે છે કેમકે અનાદિનો કર્મકૃત ભેદ જ અનુભવ્યો છે. તો એકતાના આનંદની અનુભૂતિ તે ભેદમાં કયાંથી અનુભવી શકે ? અને કર્મકૃતભેદ એમને એમ ટળે પણ કેવી રીતે ?
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
12
www.jainelibrary.org