________________
दुःखं दुष्कृतसंक्षयाच्च महताम्, क्षान्तं पदे वैरिणाम्,
कायस्याशुचिता विरागपदवी, संवेगहेतुर्जरा. सर्वत्यागमहोत्सवाय मरणं, जातिः सुहृत्प्रीतये, संपद्भिः परिपूरितं जगदिदं स्थानं विपत्तये कुतः ?
૧. ઔચિત્ય
ઔચિત્ય-ઉચિતસ્ય કરણ-ઉચિત કરવું તે ઔચિત્ય.
ઔચિત્ય આત્મ વિભાગમાં કેટલું અનિવાર્ય છે અને વ્યવહારિક જીવનમાં પણ તેની મુખ્યતા છે તે અતિ વિચારણીય છે.
ઔચિત્ય વિના શુદ્ધ વ્યવહાર થતો નથી. ઉચિત કરવામાં જીવને જીવ પ્રત્યેના શુદ્ધ સંબંધનું સંભારણું સ્પષ્ટ થાય છે.
ઉચિત કરવામાં મુખ્યત્વે વ્યવહાર જ છે છતાં જીવને જીવ પ્રત્યેના સ્નેહભાવને દઢ બનાવવામાં મુખ્યત્વે ભાવ ભજવે છે.
ઔચિત્ય વિનાનો મૈત્રીભાવ પણ શુષ્ક છે. જીવ પ્રત્યેનો સ્નેહભાવ આત્મામાં રહેલો છે, તેનું ચિન્હ બાહ્ય વ્યવહારમાં ઔચિત્યનું સેવન છે. (સમષ્ટિ) સામાન્યથી સકલ જીવરાશિ પ્રત્યે ઔચિત્ય કરવાનું છે. વ્યક્તિથી તે ઔચિત્યના પણ પ્રકાર પડે છે. કઈ વ્યક્તિનું કેવું ઔચિત્ય ? તે તેના આત્મ ગુણોના વિકાસ અને પર્યાય (ઔયિક પર્યાય અને ક્ષાયોપશમિક-ક્ષાયિક પર્યાય)ના ભેદથી ઉચિત કરણના પણ ભેદ હોઈ શકે. સહુનું સરખું ઔચિત્ય કરવાથી પૂજયની અવહેલના થાય. અલ્પપુણ્યવાળાને માનનો ઉદય થાય માટે વ્યક્તિભેદે ઉચિત સેવનમાં તરતમતા હોઈ શકે પણ ઔચિત્ય તો દરેક જીવનું કરવાનું હોય છે. પણ જે જીવો તિર્યંચ-નરક ગતિના છે તેનું ઔચિત્ય તેના જીવત્વ પ્રત્યેના બહુમાનથી માનસિક ચિંતનરૂપે જ કરવાનું હોય છે. મનુષ્યમાં પણ જે આપણા ઉપકારી હોય તેમના પ્રત્યે ભક્તિ પ્રધાન ઔચિત્યનું સંપૂર્ણ પાલન હોય. દેવો પ્રત્યે પણ ભક્તિ બહુમાનપૂર્વક ઉચિત સેવન હોય છે. જે અપકારી છે તેના દોષને અવગણીને ઉચિત વ્યવહાર અવશ્ય કરવો જરૂરી છે, જેથી તેના દોષો દૂર થાય, અપકારને બદલે મૈત્રીભાવ યુક્ત બને, ક્ષમાપનાનો ભાવ જાગે.
‘જીવને જોઈને પ્રેમ જગાડવો' એ ઔચિત્ય કદી ચૂકવું નહિ.
ઉપકારીમાં દેવ, ગુરુ, માતા, પિતા, વિદ્યાગુરુ વગેરે સમાવિષ્ટ છે આ દરેક પ્રત્યે માનસિક ભક્તિ સાથે જેને માટે જે જે સમયે જે જે ઉચિત વ્યવહાર જરૂરી છે તે તે વ્યવહારનું જ્ઞાન મેળવી જે વ્યવહાર જરૂરી છે તે કરવા કદી ચૂકવું નહિ. આ રીતે વડીલ અને પૂજ્યો પ્રત્યે ઔચિત્યનું સેવન કરવાથી આત્મામાં નમ્રતા ગુણ પ્રગટે છે અર્થાત્, નમ્રતાનું પ્રતીક આ ઔચિત્યકરણ ગુણ છે.
ઉપકારી સિવાયની પણ કોઈ પણ વ્યક્તિ સાથે ઉચિતતા-તેના પ્રત્યે બહુમાન જાળવવા પૂર્વક જે જે વ્યવહાર કરવો ઉચિત હોય તે કરવો, જેથી તે જીવોને આનંદ થાય છે. સ્નેહભાવ આપણા પ્રત્યે સાધકનો અંતર્નાદ
171
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org