________________
પાલન.
આ પ્રમાણે પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણગુપ્તિનું પાલન આદિ સમગ્ર સાધુ ધર્મના આચારમાં સકલ સર્વી હિતાશય વ્યાપક રીતે રહેલો છે. શ્રાવક ધર્મમાં પણ એ જ પાપો દેશથી ત્યજ્યા છે.
આ રીતે પરનું હિત કરવાથી ધર્મ થાય છે અર્થાતુ, સ્વ-હિત થાય છે, માટે જ પરહિતમાં સ્વહિત રહેલું છે, એમ વ્યવહાર નથી કહેવાય છે. નિશ્ચયનયથી સ્વહિતના ધ્યેયથી કરેલું પરહિત તે ધર્મ છે. જયાં પોતાના આત્માનું ધ્યેય નથી તે ધર્મ ન બને. આ રીતે પારસ્પરિક સમન્વય નયના ભેદથી થાય છે.
છઠ્ઠા ગુણસ્થાનક સુધી વ્યવહાર પ્રધાન ધર્મ છે એટલે કે પરની સહાયથી ગુણઠાણાની પ્રાપ્તિ છે માટે નિમિત્તને મુખ્ય રાખીને, ઉપકારનું ચિંતન કરવાથી અહંકારાદિ દોષો ટળે છે અને ઉપર ઉપરની ગુણશ્રેણિએ ચઢી શકાય છે. માટે ત્યાં સુધી પરહિતમાં સ્વહિત માનવું ખૂબ જ જરૂરી છે.
આઠમા ગુણસ્થાનકથી બારમા સુધીનો સમય અંતર્મુહૂર્ત છે. ત્યાં પહોંચવા માટે પરનું આલંબન નથી લેવાનું. સ્વના બળથી કર્મો સાથે ઝઝુમવાનું છે. માટે ત્યાં પહોંચ્યા પછી આ બધા પદાર્થોનો કોઈ વિચાર નથી. પરંતુ છ ગુણઠાણે રહીને જ સાધુ ધર્મની-અર્થાત્, ધર્મની સાધના કરવાની છે ત્યાં વ્યવહારને મુખ્ય રાખીને ચિંતન કરવાથી આત્માને ઉપકારક બને છે અને વ્યવહાર ધર્મમાં પરનું જ આલંબન મુખ્યત્વે રહેવાનું.
જગતના જીવો, આપણો આત્મા અને શુદ્ધાત્મા-સિદ્ધ પરમાત્મા આ ત્રણ વિભાગમાં રહેલા આત્માઓને કેવી રીતે જોવા, જાણવા અને વર્તવું એ વ્યવહાર ધર્મ સાધવા માટે વિચારવાની જરૂર છે. કારણ કે આ ત્રણમાં સાધ્ય, સાધન અને સિદ્ધિ રહેલાં છે.
સાધક આપણો આત્મા છે, સાધ્ય-સિદ્ધિ પરમાત્મા છે અને જગતના જીવો એ સાધન (આલંબન) છે.
સાધક વ્યવહાર માર્ગમાં જગતના જીવો સાથે કેવી રીતે જીવે તો તે સિદ્ધિરૂપ સાધ્ય પામી શકે? અર્થાતુ, સાધન (આલંબન)નો ઉપયોગ કેવી રીતે કરવો ? તે માટે વ્યવહાર ધર્મ બતાવ્યો છે.
જીવો સાથેના શુદ્ધ વ્યવહારને ધર્મ કહ્યો છે. ધર્મ અને સાધ્ય સિદ્ધિનું સાધન છે અને એ ધર્મ સકલ સત્ત્વ હિત વિષયક પરિણામરૂપ છે. આ વ્યવહાર ધર્મમાં જગતના સમગ્ર જીવોને આત્મ સમાન માનવા, જાણવા અને તે રીતે વર્તવું, બીજા શબ્દોમાં તેને આત્મસમદર્શિત્વ, આત્મ સમજ્ઞાતૃત્વ, આત્મ સમવર્તિત્વ કહેવાય છે અને તેને જ સમ્યગુ દર્શન, જ્ઞાન, અને ચારિત્ર કહ્યાં છે. માટે સાધક એવો આપણો આત્મા વ્યવહારથી સમ્યગુ દર્શન, જ્ઞાન, ચારિત્રની આરાધના છઠ્ઠા ગુણઠાણે રહેલો સમગ્ર જીવરાશિ પ્રત્યે આત્મૌપજ્યભાવથી કરે છે. તે આત્મૌપજ્ય ભાવ ચોથે ગુણઠાણે હોય છે અને છદ્દે ગુણઠાણે સાધુને તે પ્રમાણે વર્તન હોય છે. તેથી બીજા જીવો સાથેના વર્તનમાં હિતનું પરિણામ હોવાથી મૈત્રી આદિ ભાવોમાં વર્તતો તે જીવ પરોપકાર કરે છે અને બીજા જીવોએ કરેલા ઉપકારને ભૂલતો નથી અર્થાતુ, કૃતજ્ઞી બને છે.
જગતના જીવો, આપણો આત્મા અને સિદ્ધ ભગવંતો આ બધા જ આત્મા છે. “પયો ત્તાક્ષા” એ સૂત્રથી ઉપયોગ લક્ષણવાળા જીવો હોવાથી જીવત્વેન સર્વે સરખા છે. માટે જીવોને આત્મસમદર્શિત્વ સાધકનો અંતર્નાદ
155
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org