________________
વૈ.વ. ૧, આરાધના ધામ, હાલાર શબ્દ બ્રહ્મ તે પરમાત્માની અક્ષરાત્મક રૂપી અવસ્થા, મૂર્તિ એ પરમાત્માની આકારાત્મક રૂપી અવસ્થા. અહં એ પરમાત્માનો શબ્દ દેહ છે, મૂર્તિ એ પરમાત્માનો તેમના ગુણો બતાવનાર આકારાત્મક દેહ છે.
ધ્યાનમાં અક્ષરરૂપ દેહનું આલંબન લેવાનું છે અને આકાર રૂપ દેહનું પણ આલંબન લેવાય છે. વિશેષતા એટલી છે કે અક્ષરરૂપ દેહનું આલંબન આપણા આત્મામાં રહેલા અનાહત નાદને જગાડે છે આકારરૂપ દેહનું આલંબન લેવાથી આપણા આત્મામાં રહેલી નિરાકારતા જ્યોતિ સ્વરૂપે પ્રકાશે છે.
અનાહતનાદ તે શ્રવણ રૂપે થાય છે, જ્યોતિ દર્શનરૂપે થાય છે પણ, છે તે બન્ને સ્વરૂપો આત્માના. તે શ્રવણ અને દર્શન આત્મા પોતે બાહ્યભાવ છોડીને અંતર્મુખ બને છે ત્યારે થાય છે. તે જડ એવા ચક્ષુ અને કર્ણનો વિષય બનતા નથી કિન્તુ કેવળ આત્માના ઉપયોગનો વિષય બને છે. અર્થાત્ ક્ષયોપશમ ભાવના જ્ઞાન અને દર્શનનો વિષય બને છે. તેમાં સાધન ચક્ષુ અને કર્ણ નથી પરંતુ આત્મા-ઉપયોગ સાધન છે.
આ રીતે અનાહતનાદ અને જ્યોતિનું શ્રવણ અને દર્શન શબ્દબ્રહ્મથી થાય એટલે કે પરબ્રહ્મમાં જતાં વચ્ચે નાદશ્રવણ અને જ્યોતિદર્શન થાય છે. જયારે તે થાય છે ત્યારે પરબ્રહ્મની નજીક હોઈએ છીએ. જો તે શ્રવણ દર્શનમાં સ્થગિત થઈ જાય તો પરબ્રહ્મ સ્વરૂપમાં જતાં ત્યાંજ રોકાઈ તેનો જ આનંદ મેળવે છે. પરંતુ તેમાં જ સર્વસ્વ માની લેનાર પોતાનું પરબ્રહ્મ સ્વરૂપે પ્રાપ્ત કરીને સહજ સુખનો અનુભવ ન કરી શકે. માટે નાદ શ્રવણમાં લીન બનવું પણ આશ્ચર્યમુગ્ધ બનીને ત્યાંથી પાછા ન ફરવું. કેમકે નાદ શ્રવણ પણ અતિમુગ્ધ કરી દે છે. જેથી આત્મા આશ્ચર્યમાં ગરકાવ બનીને અસ્થિર બને છે. પરંતુ જો તેમાં લીનતા પામતાં વધુ સ્થિર બને તો પરબ્રહ્મ સ્વરૂપ નિજ આત્મ સ્વરૂપનો અનુભવ અવશ્ય કરે છે.
તે રીતે જ્યોતિ દર્શનમાં પણ આશ્ચર્ય મુગ્ધ બનેલો જો ત્યાંથી ફરે તો પોતાના નિર્વિકાર સ્વરૂપમાં લીનતા પામીને આત્માના સહજ સ્વરૂપના સુખનો અનુભવ ન કરી શકે.
પરમાત્માનું ધ્યાન આલંબન લઈને કરીએ તો ત્યારે આ પ્રમાણે અક્ષર દેહ અને મૂર્તિનું આલંબન લઈ શકાય છે. તે બન્ને સ્વરૂપ પરમાત્માનાં છે તેના આલંબને આપણા આત્માનો અનુભવ કરવાનો છે. તે બન્ને રીતના અનુભવમાં આનંદ જ છે પણ સ્વરૂપ જુદા છે. જેમ કોઈને જોવામાં આનંદ આવે છે, તેમ કોઈકને સાંભળવામાં આનંદ આવે છે તેમ આપણા સ્વરૂપનો અનુભવ કરીને આનંદની પ્રાપ્તિ કોઈને નાદ શ્રવણ દ્વારા થાય છે, તો કોઈને જ્યોતિદર્શન દ્વારા થાય છે. નાદશ્રવણ માટે શબ્દબ્રહ્મ રૂપ અ થી ૭ સુધીના અક્ષરોનો જેમાં સમાવેશ થઈ જાય છે એવા “અહ”નું આલંબન લેવાનું છે. જ્યોતિદર્શન માટે વિતરાગતા-નિર્વિકારતાને બતાવનાર દેહનું આલંબન લેવાનું છે કે જે દેહ દ્વારા જેમણે અનંતગુણો સિદ્ધ કર્યા છે. માટે તેવા દેહરૂપે પરમાત્માનું આલંબન લઈને તેમની અનંતગુણોરૂપી જ્યોતિનું દર્શન થાય છે. તેનાથી પરમસુખનો અનુભવ થાય છે. સાધકનો અંતર્નાદ
126
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org