________________
૬. બાહાભાવ-આત્મભાવ-પરમાત્મભાવ
અ.વ. ૧૧, ૨૦૪૧, વખારનો પાડો, પાટણ. આ વિશ્વ જડ અને ચેતન દ્રવ્યથી ભરેલું છે, તું પણ ચેતન છું તો ચેતન સાથે ભળી જા. અને જડ અને ચેતનની ભિન્નતાનો અનુભવ કર. તું જ્ઞાન, દર્શન, ચારિત્ર ઉપયોગ સ્વરૂપ છું, પુદ્ગલ સ્વરૂપ જડ છે, તેનો સ્વભાવ સડન, પડન, વિધ્વંસન છે, તારો સ્વભાવ જાણવું, જોવું, અનુભવવું છે આ ભેદ જ્ઞાનથી ભાવિત બની તારા શુદ્ધ સ્વરૂપનો અનુભવ કર. અને પર પરિણતિને ત્યજી દે. પરમાવે એ પુગલ ભાવ છે. સ્વભાવ એ આત્મભાવ છે. પરની સ્પૃહા છોડીશ તો જ સ્વભાવ રમણતાનું સુખ અનુભવીશ. જે તારું નથી તેની સ્પૃહાથી શા માટે ભવભ્રમણ વધારે છે? જડના ગુણોને પોતાના માની શા માટે મિથ્યાભાવ ધારણ કરે છે ?
બહિરાત્મદશા છોડ. અંતરાત્મદશા જે આત્મ સ્વરૂપનું ભાન કરાવે છે તેને ભજ. શરીરથી ભિન્ન એવા શરીરમાં રહેલા આત્માને જોવાનો અભ્યાસ કર. જે તને જડ-ચેતનના ભેદજ્ઞાનથી ભાવિત બનાવી પરમાત્મદશાને પમાડશે. અનાદિ કાળથી મોહથી વાસિત ચેતનાએ જ તને ભાન ભૂલાવી જડ સ્વરૂપનો અનુભવ કરાવ્યો અને બહિરાત્મામાં રમ્યો. ચેતના ઉપર મોહનો જે થર લાગ્યો છે અને ચેતનાને મલિન બનાવી છે તે દૂર કરવા અંતરાત્માના સ્વરૂપને જો. શુદ્ધ દશાનો પ્રકાશ જો. પછી તેમાં ડુબકી મારી બહાર નીકળ, તારો મેલ ધોવાવા માંડશે અને ચેતના પ્રકાશવા માંડશે પછી તારા આત્મામાંથી નિરંતર ઝરતું અમૃત છે તેનું પાન કરવાથી તૃપ્તિનો આનંદ અનુભવાશે.
બાહ્યભાવ, આત્મભાવ અને પરમાત્મભાવ આ ત્રણે તારી દશા છે. જડમાં આત્મભાવ તે બાહ્યભાવ, ચેતનમાં આત્મભાવ તે આત્મભાવ, આત્મામાં પરમાત્મભાવ તે પરમાત્મભાવ. આ ત્રણે દશાને ઓળખી તારી જે શુદ્ધ દશા છે તે તારી પોતાની છે એમ માની બાહ્યભાવને ત્યજી દે અને શુદ્ધદશાને પ્રગટ કર. જે કોઈ અનુષ્ઠાન કરવાનાં છે, જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. તે આના માટે જ છે. જ્ઞાનથી ત્રણે દશા ઓળખવાની અને પરમાત્માની આજ્ઞા અર્થાતુ ભગવાને બતાવેલી (શુદ્ધ દશા પ્રગટ કરવા) પ્રક્રિયા કરી શુદ્ધ દશા પ્રગટ કરવાની છે. છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ
આ.વ. ૩ હે આત્મન્ ! તારું સ્વરૂપ અગોચર છે. ફકત જ્ઞાની (સંપૂર્ણ) ને ગોચર છે, તે અનુભવી શકે છે, જ્ઞાનનો વિષય બનાવી શકે છે પણ તેના સંપૂર્ણ સ્વરૂપને કથવાને કોઈ સમર્થ નથી કારણકે તે અકથ્યઅવાચ્ય છે. તેના માટે શબ્દ નથી અગર શબ્દ પ્રયોગ દ્વારા બોલી શકાય તેમ નથી એવું અનુપમ, અચિંત્ય, અવિકલ, અમેય, વિરાટ, અદૃશ્ય, અલખ્ય, અગમ્ય, અગોચર, અદ્ભુત, અવાર, અસદેશ, અસામાન્ય, અસાધારણ, અરૂપી, અજર, અમર, અસંખ્ય, અવ્યાબાધ, અસ્પર્ય, અરણ્ય, અગંધ્ય, એવું તારું સ્વરૂપ છે.
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org