________________
તે ધર્મ ધ્યાન પણ ચાર પ્રકારે છે. તે ચારે પ્રકારનું ધ્યાન પ્રગટાવવા પરમાત્માની વાણીરૂપ આગમજ્ઞાન જોઈએ.
આગમમાંથી વિતરાગની આજ્ઞા શું છે તે જ્ઞાન મેળવવું જોઈએ. આગમમાંથી અપાયો-કષ્ટ-દુઃખની સમજ મેળવવી જોઈએ. આગમમાંથી કર્મના વિપાક જાણવા જોઈએ.
આગમમાંથી સંસ્થાન-ચૌદ રાજલોકનું સ્વરૂપ જાણવું જોઈએ.
આ ચારે પ્રકારનું જ્ઞાન મેળવી તેના ચિંતનમાં-વિચારમાં સ્થિર થવું તે ધર્મ ધ્યાન. આ ધ્યાનથી આર્ત, રૌદ્ર ધ્યાન ટળી જાય છે કારણ કે આગમમાંથી આર્ત, રૌદ્ર ધ્યાનનાં કારણોની સમજ મળે છે અને તેને દૂર કરનાર પરમાત્માની આજ્ઞા શું છે, કર્મના વિપાક કેવા છે વિગેરે સમજથી અને તેના ચિંતનમાં ઊંડા ઉતરવાથી (ચિંતનમાં ઊંડા ઊતરવું તેનું નામ ધ્યાન) આર્ત, રૌદ્ર ધ્યાન ટળે છે. જેથી પરિણિત શુભ તરફ ઘડાય છે અને શુદ્ધતા તરફ પરિણતિ ચાલવા માંડે છે.
ત્યારબાદ ચોથા શુકલ ધ્યાનથી પરિણતિની શુદ્ધતા ઘડાય છે. ઉપયોગની શુદ્ધિ પરિણતિને શુદ્ધ બનાવે છે. શુકલ ધ્યાનમાં બીજા જીવોનો પણ વિચાર નથી, કેવળ સ્વાત્માના શુદ્ધ સ્વરૂપનો વિચાર છે. જગતના સઘળા પદાર્થો તરફ ઉદાસીનભાવે વર્તતો આત્મા કેવળ આત્માના દ્રવ્ય, ગુણ, પર્યાયનું જ્ઞાન મેળવી જયારે તેના ચિંતનમાં એકાગ્ર બને છે ત્યારે ઉપયોગની શુદ્ધિ થતી જાય છે. જેમ જેમ ઉપયોગ શુદ્ધ થતો જાય છે તેમ તેમ પરિણતિની શુદ્ધિ વધતી જાય છે. પરિણતિની શુદ્ધિ થતી જાય છે તેમ તેમ અસંખ્ય ભવોના કર્મો આત્મા ઉપરથી ખરવા માંડે છે અને શુકલ ધ્યાનના બીજા પાયામાં કેવળ શુદ્ધાત્મ દ્રવ્યનું ચિંતન કરતો, તે સ્વરૂપમાં લીન બનેલો આત્મા ઘનઘાતિ ચારે કર્મોનો નાશ કરી કેવળ જ્ઞાન આદિને પ્રાપ્ત કરે છે અને તે જ્ઞાન દ્વારા ચરાચર એવા જગતનું અવલોકન પ્રત્યક્ષ કરે છે.
આ છે પરિણિતની શુદ્ધતા.
તે શુદ્ધતા પ્રાપ્ત કરવા માટે આર્ત, રૌદ્ર ધ્યાનને ધર્મધ્યાન દ્વારા ત્યજી શુકલ ધ્યાનનો અભ્યાસ કરો તેને પામી અને છેવટે આઠે કર્મનો ક્ષય કરી મુક્તિ પામો એ જ ભાવના.
૧૬. વ્યષ્ટિ-સમષ્ટિ ભાવ
જેટલી પરમાત્મા સાથે એકતા તેટલી જીવનમાં સમતા આવે છે. જેટલી પરમાત્મા સાથે એકતા તેટલી જગત સાથે એકતા. પરમાત્માથી જુદું વ્યક્તિત્વ આપણું કર્યું જ વ્યષ્ટિભાવ છે અને આ વ્યષ્ટિભાવ એ જ જીવો સાથે ભેદ કરાવી ઝગડો કરાવે છે. વેર-ઝેર, રાગ-દ્વેષની ગ્રંથિ, મહામોહદશા કરાવે છે અને જીવને ચાર ગતિરૂપ સંસારમાં રખડાવે છે. પ્રભુની સાથે એકતા સાધવી એ જ સમષ્ટિભાવ છે. પ્રભુની સાથે મળી જવું-અભેદતા કરવી. આ સમષ્ટિભાવ એ જ જીવો સાથે એકતા કરાવે.
‘‘fñાયા” એ જ સમષ્ટિભાવ. જીવત્વથી બધા જ જીવો એક છીએ એટલું જ નહિ પણ તે હું જ છું એવો ભાવ આવે છે. પરમાત્મા સાથે સમષ્ટિભાવ થાય ત્યારે જેમ પરમાત્મા સાથે ‘સોડહં’
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
189
www.jainelibrary.org