________________
૧૧. શુદ્ધ આત્મ દ્રવ્ય
ફા.વ, દ, અજાહરાતીર્થ
"मच्चिदानंदो आत्माहं ज्ञान दर्शन लक्षणः''
ગાયમેદવારં શુદ્ર જ્ઞાન સર્જન લાખો મા'' નિસ્તરંગ-અખલિત, નિપ્રકંપનિર્વાત દીપની જેમ કંપન રહિત, નિરાકાર-નિરંજન. આકાશની જેમ આકાર અને અંજન રહિત સ્વ અંજનનો સ્પર્શ આકાશને જેમ નથી થતો તેવું શુદ્ધ હું આત્મ દ્રવ્ય છું તે આત્માને જોવો અર્થાત્, નિતરંગાદિ સ્વરૂપ જે છે તેને જોવું તે તેનો ગુણ છે એટલે સ્વભાવ છે. અને નિસ્તરંગાદિ સ્વરૂપ જે હું જોઈ રહ્યો છું તે હું છું એમ ઓળખ સમજ અર્થાતુ, જ્ઞાન થવું તે પણ (મારો) આત્માનો ગુણ છે એટલે કે સ્વભાવ છે.
સારાંશમાં શુદ્ધાત્મદ્રવ્ય એ હું છું અને તેને જોવો અને જાણવો તે મારો સ્વભાવ (ગુણ) છે. અર્થાતુ, આત્માનો સ્વભાવ છે કે જોવું અને જાણવું. પરંતુ તે આત્મા સિવાય પદાર્થોને જોવા જાણવાનો તલસાટ છે તે તેનો પર-ભાવ છે અને આત્માને જોવા-જાણવાનો તલસાટ છે તે તેનો સ્વભાવ છે. આત્માને જોવો, જાણવો તે મારો શુદ્ધ જ્ઞાન અને દર્શન ગુણ છે. એટલે કે આત્માને જોવો-જાણવો તે તેનો શુદ્ધ (જોવારૂપ-જાણવા) સ્વભાવ છે.
અહીં ગુણ એટલે સ્વભાવ. આત્માનો ગુણ છે એટલે આત્માનો સ્વભાવ છે. સ્વભાવ કદી પલટાતો નથી અને સક્રિયપણે કાર્યશીલ છે. શુદ્ધાત્મ દ્રવ્ય નિષ્ક્રિય છે પણ સ્વભાવ (ગુણ) સક્રિય છે. તેની ક્રિયા નિરંતર ચાલુ છે કારણ કે તે સ્વભાવ છે. સ્વ એટલે પોતાનું ભાવ એટલે અસ્તિત્વ. દ્રવ્ય પોતાનું અસ્તિત્વ જ્ઞાન, દર્શન દ્વારા જ દેખાડી શકે છે. અર્થાતું, ક્રિયા (જોવા જાણવાની) દ્વારા જ દેખાડી શકે છે અને તે નિરંતર ચાલુ જ હોય છે. પરંતુ જયારે આત્મા નિર્વિકાર હોય છે મોહાદિએ પડલથી આચ્છાદિત નથી કર્યો હતો ત્યારે તે પોતાના અસ્તિત્વને શુદ્ધ, સ્વચ્છ, ચોખ્ખું જુએ છે તે તેનો શુદ્ધ જ્ઞાન-દર્શન ગુણ (સ્વભાવ) છે. જયારે મોહાદિથી આચ્છાદિત હોય છે ત્યારે પોતાનું અસ્તિત્વ ઢંકાઈ જવાથી પોતાનામાં પરનું અસ્તિત્વ જુએ છે અને જાણે છે કેમકે સ્વભાવ છે તેથી જોવા જાણવાની ક્રિયા તો અટકતી નથી પરંતુ ઊલટું દેખાય છે તે મિથ્યા-મોહાદિનાં પડલોથી છે માટે કહ્યું છે કે આપણા શુદ્ધ સ્વરૂપને યાદ કરવા માટે “શુદ્ધાત્મદ્રવ્યમેવાડહં” અને “શુદ્ધ જ્ઞાન દર્શન ગુણો મમ'. જ્ઞાન-દર્શન ગુણ ને પણ શુદ્ધનું વિશેષણ લગાડયું છે. જો તે ન લગાડે તો જ્ઞાન-દર્શન સ્વભાવ નિરંતર છે, તે તેનું કાર્ય (ક્રિયા) કરે જ છે પરંતુ જયારે તે મોહાદિથી પડલવાળો છે ત્યારે જે પડલાચ્છાદિત સ્વરૂપ ઢંકાઈ ગયેલું હોવાથી આત્મ પ્રકાશ નહિ દેખાતો હોવાથી પરના અસ્તિત્વને (પરમાવને) જોવા, જાણવાની ક્રિયા કરતો પોતાની સક્રિયતાથી અસ્તિત્વ દેખાડે છે.
શુદ્ધાત્મ દ્રવ્ય (સ્વભાવને એટલે) પોતાના અસ્તિત્વને જ્ઞાન અને દર્શન એટલે જોવા, જાણવાની ક્રિયા દ્વારા જણાવે છે કે હું છું. જો તે પોતાની ક્રિયા ન હોય તો શુદ્ધાત્મ દ્રવ્યનું અસ્તિત્વ જ ન ખબર પડે, જે કારણે તે બૌદ્ધોના મત પ્રમાણે અભાવ સ્વરૂપને પામે.
સાધકનો અંતનાદ
183
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org