________________
૯. જ્ઞાન અને સુખની વ્યાખ્યા
“મુળ પર્યાયવત્ દ્રવ્યમ્'' પૂ. ઉમાસ્વાતિ વાચકવર્ય રચિત તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં દ્રવ્યનું લક્ષણ આ પ્રમાણે કહ્યું છે. ગુણ પર્યાયયુક્ત દ્રવ્ય છે. તેમાં સહભાવિ તે ગુણ, ક્રમભાવિ તે પર્યાય. દ્રવ્ય શક્તિ સ્વરૂપ છે. તેથી આત્મ દ્રવ્યનું એ શક્તિ સ્વરૂપ ચૈતન્ય શક્તિથી ઓળખાય છે. પર્યાય વ્યક્તિ રૂપ છે. આત્મ દ્રવ્ય ચૈતન્ય શક્તિથી અનેક સ્વરૂપી બને છે. તે જે જે સ્વરૂપ ધારણ કરે છે તે તે રૂપ ચૈતન્ય શક્તિ તે તે શક્તિરૂપે ઓળખાય છે.
પૂ.ઉ.મ.યશો.વિ. ની જ્ઞાન અને સુખની વ્યાખ્યા જોતાં એ શક્તિનું સ્વરૂપ સ્પષ્ટ થાય છે. प्रकाशशक्त्या यदू पमात्मनो ज्ञानमुच्यते । सुखं स्वरुपविश्रान्तिशक्त्या वाच्यं तदेव तु ॥
જીવ-આત્મા-અનેક સ્વરૂપી છે તેમાં મુખ્યતાએ જ્ઞાન અને સુખસ્વરૂપ છે. આ જીવનો સ્વભાવ છે જોવું અને આનંદ પામવું. જે આપણે વ્યવહારમાં પણ અનુભવીએ છીએ. મકાનની બહારની વસ્તુને જોવા માટે જેમ ગોખ હોય છે અને માર્ગ ઉપરની ઘટનાને જોઈએ છીએ તેમાં ચિત્તની વિશ્રાંતિ થાય છે અને આનંદ થાય છે.
તે રીતે આત્માને બહારની વસ્તુ જોવા માટે ગોખ રૂપ બે આંખો છે તે દ્વારા જુએ છે અને આનંદ પામે છે.
ગોખ એ દૃષ્ટાંત છે અને આંખો એ પણ આંતરવૈભવ જોવા માટે બાહ્ય દષ્ટાંત છે.
તે બંનેમાં બાહ્ય પ્રકાશની પણ જરૂર પડે છે. આત્મા પ્રકાશ શક્તિ વડે ગોખ દ્વારા-ચક્ષુ દ્વારા જુએ છે છતાં બાહ્ય પદાર્થોને જોવામાં બાહ્ય પ્રકાશની પણ અપેક્ષા રહે છે. આ બંન્ને બાહ્ય પદાર્થોને જોવા અને આનંદ પામવું તે રૂપ આત્માના બાહ્ય સ્વરૂપની વાત થઈ. તે રીતે આત્માના અનેક સ્વરૂપોમાં બે સ્વભાવરૂપ સ્વરૂપો છે. જોવું અને આનંદ-સુખ પામવું.
આત્મા ચૈતન્ય શક્તિરૂપ છે. તે કઈ શક્તિ વડે જુએ છે ? અને કઈ શક્તિ વડે સુખ પામે છે ? આત્માનો આંતર વૈભવ નિહાળવા આત્મા પ્રકાશ શક્તિનો ઉપયોગ કરે છે. અર્થાત્, આત્મા પ્રકાશ (જ્ઞાન) શક્તિ વડે જુએ છે અને જોઈને સુખ કઈ શક્તિ વડે મેળવે છે ? સ્વરૂપ વિશ્રાન્તિની શક્તિ વડે.
જીવનો સ્વભાવ છે જોવું અને તેમાં ઠરી જવું, લીન બની જવું, વિશ્રાંતિ કરવી.
જો એકલું જ જોયા કરે તો તેમાં આનંદની અનુભૂતિ ન થાય. પરંતુ શ્રમની અનુભૂતિ થાય માટે આત્માનો સ્વભાવ છે આનંદ-સુખ પામવું. તેથી તે સ્વ-રૂપમાં વિશ્રાંતિ શક્તિ વડે જે પ્રાપ્ત થાય છે તે સુખ કહેવાય છે અને આત્મ સ્વરૂપને પ્રકાશ શક્તિ વડે જે પ્રાપ્ત થાય છે તે જ્ઞાન કહેવાય છે. આ વિશ્રાંતિ એ જ આત્મ રમણતા-આત્માનુભવ છે.
‘“મુળ પર્યાયયત દ્રવ્યમ્'' પૂ. ઉમાસ્વાતિ વાચકવર્ય વિરચિત તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં દ્રવ્યનું લક્ષણ કહ્યું છે, સહભાવિ તે ગુણ ક્રમભાવિ તે પર્યાય, દ્રવ્ય તે શક્તિ સ્વરૂપ છે અને પર્યાય વ્યક્તિરૂપ છે. સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
181
www.jainelibrary.org