________________
દરમ્યાન જે જે અધ્યવસાયોનાં પૂર આ ગિરિ ઉપર વહેવડાવ્યાં તે સાગરરૂપ થઈને આખો ગિરિરાજ નિર્મળ અધ્યવસાયોના સ્ત્રોતથી ભરેલો છે તે આપણને આલંબન આપે છે. જે અધ્યવસાયો અણુરૂપ અહી ફેલાયેલા પડ્યા છે.
ફકત કર્મથી મુકત થયેલો આત્મા સિદ્ધશિલા ઉપર વાસ કરવા ચાલ્યો ગયો અને અધ્યવસાય દેહ અહીં આપણા ઉપર ઉપકાર કરવા માટે મૂકતા ગયા તે આ દેહ શત્રુંજયની સ્પર્શના વખતે પવિત્ર પુગલો આપણને સ્પર્શે છે ત્યારે આપણો આત્મા પવિત્ર બને છે.
આ રીતે નવકાર અને તીર્થાધિરાજ શત્રુંજય મહાતીર્થ, મંત્રાધિરાજ અને તીર્થાધિરાજ બંને અભેદ છે, એકજ છે. આપણે ફકત બંનેનું સેવન કરવાનું છે. આપણી શક્તિ ઓછી પડે છે તો બીજું કોઈ બળ-પુરુષાર્થ કરવાનું આપણી પાસે નથી. માત્ર ત્રિકરણ યોગે સેવન કરવાથી બધા જ મનોવાંછિત પૂર્ણ થાય છે.
આપણને ધર્મારાધનમાં ત્રણે યોગોનું સત્ત્વ ખૂટે છે જયારે આવો મહામંત્ર અને મહાતીર્થ આપણને સ્પર્શ માત્રથી ખૂટતું બળ પૂરે છે અને કર્મથી હળવા બનાવે છે. નવકારના અક્ષરોનો મન સાથે સ્પર્શ થતાં આત્મા પવિત્ર બને છે. કર્મથી હળવો થાય છે. તે પવિત્ર થયેલા મનમાં, આત્મામાં ધર્મની સ્થાપના થાય છે.
આ રીતે મંત્ર અને તીર્થ બંને અભેદ છે. બન્ને આ કલિયુગમાં સત્ત્વહીન જીવોને માટે પરમ આલંબનભૂત ત્રિકરણ યોગે ખાસ આરાધવા યોગ્ય છે. જેથી કર્મથી કંઈક હળવો બનેલો આત્મા શુદ્ધ પુરુષાર્થ માટે બળવાન બને અને સંપૂર્ણ ઉપયોગની શુદ્ધિ થવા માટેનું વીર્ય પ્રગટે શુદ્ધ ધર્મની આરાધના માટે (મંત્રાધિરાજ-તીર્થાધિરાજ) આ બંને ગુરુની જેમ માર્ગદર્શક બને છે તથા આત્માની શુદ્ધિ થતાં સ્વયં ગુરુ બને છે અર્થાતુ, અંદરથી જ સત્ય માર્ગની સૂઝ પ્રગટે છે. ૬. મહાવીર સ્વામીનો જન્મદિન
ચે.શુ. ૧૩ અરિહંત પરમાત્માની કરુણા એવી આકર્ષક છે કે તેમની દૃષ્ટિમાંથી નીતરતી કરુણાનું દર્શન જાણે અમીવૃષ્ટિ હોય તેટલું સુખકારક બને છે. આમ થવાનું કારણ શું છે ? પરમાત્મા આત્મીય સંબંધથી જગતના જીવોને જુએ છે. પોતાના સુખ દુઃખને ન ગણકારતાં સમગ્ર જીવસૃષ્ટિના સુખની સતત ચિંતા કરે છે. હું બધાયને સુખી બનાવું'.
જીવ સુખથી વેગળો કેમ રહે છે ? ઊંધા માર્ગે ચાલે છે તેથી, માટે જ જીવોને સુખી બનાવવા સુખનાં સત્ય માર્ગ બતાવવાની ભાવનામાં રમે છે.
આ ભાવનાયુક્ત નેત્રોમાંથી સદા કરુણાની વૃષ્ટિ થતી જ હોય છે. જો આપણે તેમાં સ્નાન કરીએ તો તે અમૃતની ધારામાં ભીંજાયેલું મન જે સંસારના તાપથી સંતપ્ત હતું તે શાંતિને અનુભવે છે.
પરમાત્માને કરુણા કેમ થાય છે? તેઓ સદા પર ઉપકારના ભાવમાં રમતા હોય છે. અર્થાતું,
સાધકનો અંતર્નાદ
178
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org