________________
જાગે ત્યારે જ તે શાસનપ્રભાવના ધર્મસ્વરૂપ બને છે અર્થાતું, તે શાસન પ્રભાવના સ્વ આત્મધર્મને પ્રગટાવવા અથવા મુક્તિસુખમાં કારણ બને છે. ૪. ઉપયોગની તદ્રુપતા
ફા.વ. ૭, ૨૦૪પ, મૂળી ઉપયોગ એટલે ચિત. ચિત્ ધાતુ ઉપરથી ચિત્ત બનેલું છે. ચિતિ સંજ્ઞાને ચિત્ ધાતુ જ્ઞાનાર્થક છે.
ઉપ+યોગ. ઉપ સમીપ અર્થમાં છે. યોગ એટલે જોડવું સમીપમાં જોડવું. કોની સમીપમાં ? આત્માની. આત્માની સાથે જ જોડાય તે ઉપયોગ. તેને બીજા શબ્દમાં ચિત્ત કહીએ છીએ. કારણ કે આત્માની સાથે જોડાએલી જ્ઞાન સિવાય કોઈ વસ્તુ નથી. અર્થાતું, આત્મા સિવાય જ્ઞાન બીજે કયાંય રહેતું નથી. જ્ઞાન આત્મા સાથે અભેદતાથી રહેલું છે છતાં તે આત્મભિન્ન પર વસ્તુમાં જોડાય છે તેનું કારણ જયારે જ્ઞાન પરવસ્તુમાં એકમેક થઈ જાય છે ત્યારે આપણને પર વસ્તુ તે જ્ઞાનમાં પ્રતિબિંબિત થયેલી જણાવાથી પર વસ્તુ સાથે જોડાયેલું જ્ઞાન લાગે છે અને પર વસ્તુ સાથે જ્ઞાનનો અભેદ અનુભવતાં સંકલિષ્ટતા ઉત્પન્ન થાય છે. કારણ કે તે જ્ઞાન આત્મા સિવાય બીજા કોઈની સાથે જોડાતું જ નથી. જે લાગે છે તે ભ્રમ છે અને એ ભ્રમણા જ જ્ઞાન દ્વારા મમત્વ ઉપજાવે છે.
આત્માની સાથે જોડાયેલું (અભિન્ન) જ્ઞાન છે એ જ્ઞાન એ જ ચિત્ત છે. તે ચિત્તને આપણે ચંચળ કહીએ છીએ તે તો ઉપચાર છે. ચિત્તને જુદી જુદી જગ્યાએ લઈ જનાર સાધનરૂપ (ભિન્ન ભિન્ન જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જડ ઈન્દ્રિયો જેમ સાધન છે તેમ) જડ મન પુદ્ગલ રૂપ છે તે ચંચળ છે.
જેમ ચક્ષુનો સ્વભાવ એટલે કે કાર્ય જોવાનું છે, કાનનું સાંભળવાનું છે વિગેરે. તેવી રીતે મનનું કાર્ય ભિન્ન ભિન્ન સ્થળે ફરવાનું છે. અર્થાતુ જેમ આત્માને દર્શન દ્વારા જ્ઞાન કરવું હોય તો તેમાં ચક્ષુ સાધન બને છે, શ્રવણ દ્વારા જ્ઞાન કરવું હોય તો કાન સાધન બને છે, તેમ જુદાં જુદાં સ્થાનોનું જ્ઞાન કરવું હોય ત્યારે મન સાધન બને છે તેથી જ તે તેનું કાર્ય બજાવવા સદા ચંચળ રહે છે. તે કારણે ઉપચાર કરવામાં આવ્યો કે મનનો સ્વભાવ ચંચળ છે. ચક્ષુનો સ્વભાવ જોવાનો છે, કાનનો સ્વભાવ સાંભળવાનો છે.
જો મનનો સ્વભાવ જ ચંચળ હોય તો યોગીઓ તેને સ્થિર કેમ કરી શકે? જેમ પાંચ ઈન્દ્રિયોનો પ્રત્યાહાર કરાય છે તેમ મનનો પણ પ્રત્યાહાર એટલે કે સાધનનો ઉપયોગ બંધ કરાય છે ત્યારે આત્મા પાંચ ઈન્દ્રિયો અને મનથી પર રહી પોતામાં સ્થિર રહે છે.
અહી સ્વભાવ એટલે કાર્ય સમજવું. જડ ઈન્દ્રિયો અને અતિન્દ્રિય મનનો સ્વભાવ જોવું વગેરે ન હોય તેનો સ્વભાવ સડન, પડન, વિધ્વંસન છે. જોઈને સાંભળીને જ્ઞાન પ્રાપ્ત કરવાનો, જુદા જુદા પ્રદેશનું જ્ઞાન કરવાનો સ્વભાવ તો આત્માનો છે. (મન)
આ આપણે ચિત્ત-ઉપયોગની ઓળખાણ કરી તેથી નક્કી થઈ ગયું કે તે આત્મા સાથે જ જોડાયેલું છે. તે તેમાં જ તદ્રુપ બનીને આત્માને સુખ અને શાંતિનો અનુભવ કરાવે છે. અર્થાત્ આત્મામાં જ તદ્રુપ બનેલું ચિત્ત-ઉપયોગ રહે છે ત્યારે આત્મા સુખ અને શાંતિનો અનુભવ કરી શકે છે. સાધકનો અંતર્નાદ
176
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org