________________
આપણે ચિત્તને આત્મામાં તદ્રુપ બનાવવા પુરુષાર્થ કરવો પડે છે, છતાં તદ્રુપ થતું નથી તેનું કારણ ચિત્તને આત્મા સિવાય બીજી જીગ્યાએ લઈ જનાર એકાંતે મન જ છે એમ નહિ, મન તો આત્માને પર વસ્તુનું જ્ઞાન કરવું હોય તો ચિત્ત તેને સાધન બનાવે એ કાંઈ તેનો (આત્માનો) ગુનો નથી તેમ જ ચિત્તનો પણ ગુનો નથી. જ્ઞાન કરવું તે તો આત્માનો સ્વભાવ છે. પણ ચિત્ત પર લેશ્યા, અધ્યવસાય, કર્મ વગેરે ની છાયા (મલિન હોય કે સારી હોય) ના કારણે તેના રંગ (શુભ કે અશુભ) પ્રમાણે તેમાં રંગાય છે એટલે તે રૂપ ધારણ કરે છે તેને તદ્રુપતા કહેવાય છે.
લેશ્યાની છાયા તેના પર પાડનાર મૂળ મોહ છે. તેને આધીન બનેલા આત્મામાં તે તે અધ્યવસાયો દ્વારા તે તે લેશ્યાના રંગો રચાય છે. મોહ પણ આપણને સામે ચાલીને કાંઈ કરતો નથી. આપણી જ અનાદિની અજ્ઞાનતા તેને આધીન બનાવે છે. અનાદિનો પર વસ્તુ પર રસ છે જ તે દ્વારા રંગાયેલા આત્મામાં પડેલી છાયા તે પર વસ્તુમાં ઉપયોગની તદ્રુપતાનો ખ્યાલ કરાવે છે. ખરેખર તે તદ્રુપ નથી. તે તે તદ્રુપ તો પોતાની વસ્તુમાં બની શકે છે, પરંતુ જયારે તે પર વસ્તુમાં ચેતના રંગાઈ જાય છે ત્યારે તેવો ભ્રમ થાય છે. માટે ઉપયોગની તદ્રુપતા જે સહજભાવની આત્મામાં છે તેને પ્રગટાવવી એ જ કાર્ય કરવાનું છે. પર વસ્તુમાં તદ્રુપતાને પામેલો ઉપયોગ અશુભ થવાથી આત્માને પણ ‘હું સુખી-દુ:ખી’ એવો અનુભવ કરાવે છે, જે ખરેખર સાચો અનુભવ નથી. સાચો અનુભવ તો આત્મામાં ઉપયોગની તદ્રુપતા છે તે જ છે. પણ તેને અનુભવવા માટે જડ મનને જ્ઞાનનું સાધન બનાવવા પુરતો જ ઉપયોગ કરવો જોઈએ પણ તે સાધનને જ મુખ્યતા આપીને ઉપયોગની આત્મામાં રહેલી તદ્રુપતાને ભૂલાવી ન જોઈએ. મોહ રસ દ્વારા લેશ્યાના રંગની છાયા ઉપયોગ ઉપર આવવા ન દેવી જોઈએ. આવી જાય તો પણ ઉપયોગને તેવો માનવો ન જોઈએ. પણ લેશ્યાની છાયા માનવી જોઈએ જેથી તે છાયાથી ભિન્ન એવા ઉપયોગની પ્રતીતિ થતાં તેના મૂળ સ્વરૂપને-આત્માની અંદર રહેલી તેની તદ્રુપતાને અનુભવી શકીએ-ઓળખી શકીએ.
ન
ગુણોની પર્યાયમાં લીન થઈ જવું તે શુકલ ધ્યાનનો પહેલો પાયો.
૫. નવકાર અને શત્રુંજયનો અભેદ
વૈ.વ. ૦, ૨૦૪૫, તખતગઢની ધર્મશાળા, પાલીતાણા નમસ્કાર મહામંત્રમાં પંચ પરમેષ્ઠિ છે, શત્રુંજય મહાતીર્થ સ્વરૂપ ગિરિરાજમાં પંચ પરમેષ્ઠિ છે. નવકારમાં નામરૂપે પરમેષ્ઠિ છે ગિરિરાજમાં સ્થાપનારૂપે છે. નવકારમાં પાંચે પરમેષ્ઠિ અક્ષર દેહે છે, શત્રુંજયમાં પાંચે પરમેષ્ઠિ આકૃતિ દેહે છે. આજે પ્રત્યક્ષ પરમેષ્ઠિ ભગવાન નવકારમાં પણ નથી તેમ શત્રુંજય ગિરિમાં પણ નથી. નવકારમાં પાંચેનો અક્ષર દેહ રચ્યો તેમ શત્રુંજય ગિરિમાં તે પાંચે પરમેષ્ઠિનો અધ્યવસાય રૂપ દેહ રચ્યો. જેમ નવકારના અક્ષર દેહે રહેલા પાંચે પરમેષ્ઠિ આપણને આલંબન આપે છે અને ભવોદિધ પાર ઉતારે છે તેમ શત્રુંજય ઉપર અનંત આત્માઓએ આ પાંચ સ્વરૂપને પ્રાપ્ત કરીને મોક્ષ પ્રતિ પ્રયાણ કર્યું છે તે વખતે તેઓનો સ્થૂલ દેહ અહીં રહ્યો. મુક્તિગમન વખતે અનશન
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
177
www.jainelibrary.org