Book Title: Sadhakno Antarnad Part 1
Author(s): Padmalatashree
Publisher: Pooja Rohit Doshi

View full book text
Previous | Next

Page 195
________________ ભણતાં આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવાના હેતુઓ જ ચિત્તમાં ઘડાતા હોય તો કર્મ નિર્જરાનું કારણ બની શકે કેમકે આપણી એક ક્ષણ પણ એવી ન હોવી જોઈએ કે જેમાં આત્માનું વિસ્મરણ હોય. વિસ્મરણ એટલે આત્માનું મરણ. જેના માટે આ બધો વરઘોડો છે એ જ જો ભૂલાઈ જવાય તો વર વિનાની જાન જેવું છે. જો કે વ્યાકરણમાં આત્માનું વર્ણન ન આવે પણ તે ભાષાના જ્ઞાન સંપાદનમાં લક્ષ્ય જે આત્મસ્વરૂપની પ્રાપ્તિના હેતુભૂત શ્રુતજ્ઞાનની આકાંક્ષા રહેલી છે તેથી જ તેમાં પણ આત્માનું સ્મરણ જીવતું જાગતું છે જ. એ રીતે જે બે પાંચ વર્ષ એની પાછળ કાઢવાં પડે તેમાં પણ હેતુને ભૂલતા નહિ..નહિતર કવચિત્ થોડી પણ પટુતા નમ્રતાને હરી લે છે અને આભિમાનિક આનંદમાં લીન બનેલા આપણને આત્માનંદનો અનુભવ સમજાતો પણ નથી અને ઉપરના આનંદને જ ચિરસ્થાયી માની પોતે જ્ઞાનાનંદ અનુભવતો હોય એવો ભ્રમ સેવે છે. આ બધી વાત આપની નથી પણ મારી વાત છે, કે જીવ કયા કયા સંયોગોમાંથી પસાર થતો ગતિ કરી રહ્યો છે. માટે આપણે જ્ઞાનનો આનંદ મેળવવા એકાંતમાં બેસીને આત્માની સાથે વિચારણા કરવી પડશે. પછી શ્રુતજ્ઞાન જે પરમાત્માની વાણી છે તેને એટલે કે પરમાત્મા અને પરમાત્માની વાણીની અભેદતા વિચારતાં (શ્રુતજ્ઞાન થતાં) પરમાત્માનું સ્મરણ થાય છે. એ રીતે પરમાત્માની સાથે અભેદ થતાં શ્રુતજ્ઞાનનો ક્ષયોપશમ થાય છે ત્યારે આત્મામાં પ્રકાશ થાય છે, તે જ્ઞાન આત્માને ઉપકારક બને છે. અર્થાતુ, જ્ઞાન ધ્યાનમાં જવા માટે છે તે ધ્યાન દ્વારા પરમાત્મા સાથે અભેદ સાધીને કર્મક્ષયનિર્જરા કરતાં વિકાસ સધાય છે. આ રીતે જ્ઞાન આત્માને ઉપકારક બને છે. ધ્યાનની વાત જરા મોટી થઈ ગઈ પણ ચિંતનરૂપે અભ્યાસ કરતાં યોગ્ય શરીર, બળ, સામર્થ્ય મળતાં ભવાંતરમાં પણ આ ભવનું રોપેલું બીજ પાંગરશે. એ આશાથી અહીંથી ધ્યાનનો અભ્યાસ તો દરરોજ નિયમિત કરવો પડશે. તમને આવા શાસનપ્રેમી સુયોગ્યપાત્ર પૂ. હેમરત્ન વિ.મ.નો સહવાસ મળ્યો છે. તે યોગ્ય છે, તેમનામાં પ્રભુભક્તિ, વિનય, સરળતાદિ ગુણો બાળપણથી હતા. તેમના લલાટના તેજથી તેઓ શ્રી શાસનને ઉપયોગી બનશે એવું લાગતું હતું અને તે આપણે જોઈએ છીએ. શાસનની પ્રભાવનાથી તો તીર્થકર નામકર્મના દળીયા જીવ ક્ષણે ક્ષણે બાંધે છે, તેમાં સ્વાર્થ નથી કેવળ પરાર્થભાવ રહેલો છે તેથી જ શાસનની પ્રભાવનાનાં કાર્યોથી ઉત્કૃષ્ટ પુણ્યસ્વરૂપ તીર્થકર નામ કર્મ બંધાય છે. જીવો પ્રભુના ધર્મને, આજ્ઞાને, શાસનને કેમ પામે, સંસારના દુ:ખથી મુક્ત થાય અને શિવસુખ પામે આ ભાવનારૂપ હેતુ તીર્થકર નામકર્મ બંધનો છે. આ તીર્થકર ભગવાનની ભાવના છે. તેમાં તેમને કોઈ સ્વાર્થ નથી, કેવળ કરુણાથી ઉત્પન્ન થયેલી પરાર્થ ભાવથી દુઃખમુક્ત કરવાની, સુખ પ્રાપ્તિ કરાવવાની ઉત્કૃષ્ટ ભાવના છે. અને શાસન પ્રભાવનાનાં કાર્યો પણ આ જ હેતુથી કરવામાં આવે છે. તીર્થકરના જીવોમાં તે ઉત્કૃષ્ટ પરિણામ જાગે છે. તેથી તે કર્મ નિકાચિત થાય છે પરંતુ તે સિવાયના જીવોમાં પણ પરાર્થભાવ સાધકનો અંતર્નાદ 175 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216