________________
પરંતુ એકાંત ભેદ આપણને નિરાશ બનાવી દે છે અને સદાય માંગણ અને રોતડા રાખે છે અને આપણી આત્માની અનંતશક્તિનું બિલકુલ વિસ્મરણ થાય છે જેથી તેની આગળની ભૂમિકામાં પ્રવેશ અટકી જાય છે.
જો કે ભેદનું ભાન થતાં સામે જે પરમાત્માનું આલંબન છે તેનું સ્વરૂપ નિહાળીએ છીએ અને આપણો અને તેમનો ભેદ જણાતાં પરમાત્માના સ્વરૂપ પ્રત્યે ખેંચાણ થાય છે અર્થાત્, તેવું સ્વરૂપ પ્રાપ્ત કરવા લાલચ જાગે છે અને તેમાં તદ્રુપ થતાં પોતાને ‘તે રૂપ હું છું’ એવો ભાવ જાગે છે ત્યારે ‘તદ્રુપોડહં' ભક્તિ સભર આપણે બની શકીએ છીએ.
ત્યારબાદ સત્તાએ શુદ્ધ આપણા આત્મામાં સોડહં ભક્તિ જાગૃત કરવાની છે.
તદ્રુપોડહં તે રૂપ હું છું તેમાં આપણી સત્તાથી આત્મ સ્વરૂપનું આપણને સ્મરણ થયું. તેમાં લીન થયેલો આત્મા તેમાંજ તન્મય થતાં ‘સોડહં’ ‘તે જ હું છું’ એ રૂપ ભક્તિ થતાં ભક્તિ, ભક્ત અને પરમાત્મા ત્રણ એકમાં અનુભવાય છે એટલે કે ભક્ત (આત્મા) અને પરમાત્માનો અભેદ અનુભવાય છે અને સોડહં સોડહં સોડહં સ્વરૂપની અનુભૂતિના આનંદમાં ખોવાઈ જાય છે. અહીં અભેદનું ભાન થાય છે.
આવી ભક્તિ સિદ્ધગિરિ જેવા મહાતીર્થમાં અતિપવિત્ર પરમાણુઓના જથ્થામાં સ્નાન કરીને પ્રગટાવજો અને અનંત અનંત કર્મરાશિનો ક્ષય કરી આત્માને નિષ્કષાયી, નિરભિમાની, નિર્માયી, નિર્લોભી બનાવજો અને તે ચારે કપાયના સાધનરૂપ પાંચ ઈન્દ્રિયોના વિષયોમાં વિરાગની જવાળા પ્રગટાવીને તેમાં સમભાવી બની જ્ઞાતા-દ્રષ્ટા-ભાવને આત્મામાં સ્થિર બનાવજો.
જો કે આપ બધા અમારા કરતાં ઊંચા સ્થાને બિરાજમાન છો માટે ઉપદેશાત્મક લખાણ લખવાને યોગ્ય ન ગણાઉં પણ આ એક ચિંતન છે તેમ માનીને સાર ગ્રહણ કરજો અને મહાન પુણ્યે મળેલી સિદ્ધગિરિની યાત્રાની તકને સફળ બનાવજો.
અથવા બીજી રીતે આ ત્રણ પ્રકારની ભક્તિ પ્રચલિત છે. દાસોડહં સોડહં ત્રીજી મયિ તદ્રુપ. પહેલા પ્રકારની દાસોડહંની ભૂમિકામાંથી પસાર થયા બાદ પરમાત્માની અને આત્માની ભિન્નતા જે અનુભવાઈ તેથી પરમાત્મ સ્વરૂપ પ્રત્યે ખેંચાણ થયું. આત્મા અને પરમાત્મા સ્વરૂપે એક છે. એવી પોતાની સત્તાનું ભાન થતાં સોડહં ભક્તિ જાગૃત થાય છે ત્યાર પછી તે હું છું એ ભાવમાં તન્મય બનેલો આત્મા મયિ તનૂપં તે સ્વરૂપ મારામાં છે એમ સ્વયં પરમાત્મ સ્વરૂપ બનેલા પોતાના આત્માને જુએ છે અર્થાત્, અનુભવે છે. આ રીતે છેલ્લે અભેદાનુસંધાન કરવા માટે આ ભક્તિ કરીને આત્માનુભૂતિ કરી તૃપ્ત થઈ આનંદ અનુભવવાનો છે.
મહારાજશ્રી ! આપની જ્ઞાન મેળવવાની તમન્ના જાણી ખૂબ આનંદ થાય છે. જ્ઞાનનો વિકાસ સાધી આત્માનંદની મસ્તીમાં ડુબી જાઓ એ જ એક અભિલાષા રહે છે.
લક્ષ્ય આત્મા તરફનું રાખીને જે કાંઈ જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ તે બધું જ કર્મ નિર્જરા કરાવનારું બને છે પછી ભલે તે વ્યાકરણ હોય કે ન્યાય-તર્કનો ગ્રંથ ભાષાકીય જ ફકત ભણવાનો હોય પણ તે
સાધકનો અંતર્નાદ
174
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org