Book Title: Sadhakno Antarnad Part 1
Author(s): Padmalatashree
Publisher: Pooja Rohit Doshi

View full book text
Previous | Next

Page 192
________________ પ્રગટે છે. ઉચિતતા નહિ સાચવવાથી આપણા પ્રત્યે અરોચકભાવ પ્રગટે છે બીજા જીવોને (જીવ પ્રત્યે) અરોચકભાવ પ્રગટાવવામાં નિમિત્તભૂત બની તેને બહુ સંસારી બનાવીએ છીએ. ઔચિત્ય સેવન જીવ પ્રત્યેના પ્રેમભાવને ઉત્પન્ન કરે છે. અનૌચિત્યની ક્રિયા તે જીવોને અણગમો પેદા કરાવે છે. આપણા પ્રત્યે અણગમો થવાથી તેના કર્મ બંધમાં નિમિત્ત બનીએ છીએ. જીવને ઉચિત ક્રિયા (આપણી) ગમે છે. આનંદ આપે છે. માટે ઔચિત્ય ચૂકવું નહિ, મૂળભૂત ગુણ આત્મવિકાસનો આ (ગુણ) છે. ત્રણે યોગોની શુદ્ધિ ઔચિત્ય સેવનથી થાય છે, કાયા નમ્ર બને છે, વાણીમાં મધુરતા પ્રગટે છે અને મનની ચંચળતા ઘટે છે. યોગોની જ અશુદ્ધિ બીજા જીવોને દુઃખ, દ્વેષ, શોકનું કારણ બને છે. જયારે મન, વચન, કાયાથી બીજાનું ઔચિત્ય સચવાય છે ત્યારે તે જીવોને પ્રેમ, સ્નેહ, આનંદ, હર્ષ અને સુખ થાય છે. પ્રથમ ગુણ સ્થાનકે રહેલા જીવમાં પણ કર્મની થોડી હળવાશના કારણે આ ગુણ પ્રગટે છે, જે ગુણ જીવો સાથેના સંબંધને શુદ્ધ બનાવે છે અને એ સંબંધથી જીવત્વ પ્રત્યેનો સ્નેહભાવબહુમાન તેને ચોથા ગુણસ્થાનકે લઈ જાય છે. જયાં જીવને જડ તરફની અરુચિ ચેતન પ્રત્યેના ઋચિભાવમાંથી પ્રગટેલી હોવાથી જડ તરફથી અરુચિ સ્થિર થતાં ક્ષાયિક સમક્તિ પ્રગટાવે છે. જેનો ઔચિત્ય ગુણ ટોચનો છે, તેવા જ જીવો મહાન બને છે. તીર્થંકર પરમાત્માનું ઔચિત્ય ટોચનું હોય છે. ત્રણ જ્ઞાનના ધણી પોતાના માતા પિતાનો જે ઉચિત વ્યવહાર કરે છે તે જોઈને તેમની નમ્રતાની અવધિનું દર્શન થાય છે. કેવળજ્ઞાન થાય પછી પણ ‘‘નમાં તિસ્ત્યમ” કહીને ઔચિત્યનું સેવન ચૂકયા નથી. ધન્ય છે તીર્થંકર પરમાત્માની ઉચિતતાને ! ર. કમઠનો ઉપસર્ગ અને ધરણેન્દ્ર તથા પદ્માવતી માતાની ભક્તિ કા.વ. ૫, ૨૦૪૫, નરોડા આ ચિંતન કરતાં પ્રશ્ન ઊઠયો. નાગ નવકારનું શ્રવણ કરવાથી ધરણેન્દ્ર થયા એમ એકાંતે માની ન શકાય. ઈન્દ્રની પદવી એટલી સહેલી નથી કે તિર્યંચગતિમાં રહેલા ક્રૂર જાતિમાં રહેલા જીવને સેવક નવકાર સંભળાવે એટલા માત્રથી મળી જાય ! પરંતુ ભગવાન પાર્શ્વકુમાર ત્યાં હાજર હતા, તેમની કરુણાર્ધદષ્ટિ તે નાગ ઉપર હતી તેમાંથી કરુણાસુધાનું પાન કરતાં કરતાં તે નવકારનું શ્રવણ એટલું પ્રિય બની ગયું કે નવકારમાં તે સાથે પાર્શ્વનાથ ભગવાનમાં તન્મય બની ગયો. કારણકે પ્રભુની કૃપા ઉતરે પછી કહેવું જ શું ? પ્રભુની દૃષ્ટિ જેના પર પડે તે તર્યો જ સમજવો. પ્રભુની એવી કૃપાવૃષ્ટિ થઈ કે તે નવકાર મંત્રમાં નવકારના અક્ષરોમાં લીન બની ગયો સાથે સાથે પ્રભુના આત્મા સાથે સંબંધ પાકો કર્યો, આત્મીયતા થઈ. જેથી જયારે કમઠનો ઉપસર્ગ થયો ત્યારે બીજા કોઈનું આસન કંપાયમાન ન થતાં ધરણેન્દ્રનું જ થયું તેનું શું કારણ ? ધરણેન્દ્ર દેવે સાધકનો અંતર્નાદ Jain Education International For Private & Personal Use Only 172 www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216