________________
સ્વરૂપ ત્રિકાલાબાધિત છે. તેના દ્વારા પરમાત્મા જયાં જયાં વિચરે છે ત્યાં-ત્યાં સવાસો જોજનમાં જીવોને રોગાદિ થતા નથી, સમવસરણમાં જાતિ વેર ભૂલી જાય છે, સમવસરણના પગથિયાં જીવો થાકયા વિના ચઢી જાય છે વિગેરે વિગેરે અનેક શક્તિ પ્રગટે છે જેને અતિશય કહેવાય છે.
તે અંતરંગ સ્વરૂપનું ધ્યાન કરવા માટે આહત્ય વિશ્વવ્યાપી ચિંતવવું અને તેનાથી સમગ્ર જગતનું રક્ષણ થાય છે. પોતાના દિવ્ય પ્રભાવથી અનેક જીવોને ધર્મ સમ્મુખ કરે છે. તેનો મંત્ર છે હ્રીં શ્ર અઈમ્ નમઃ | ર૯. અરિહંત પ્રભુના ગુણોનું ધ્યાના જ્ઞાતૃત્વ
મા.શુ. ૨, મીઠોઈ પરમાત્માનું જ્ઞાતૃત્વ અદ્ભુત છે, તેમની સમજ તીક્ષ્ણ અને જ્ઞાન અગાધ છે, તેની તુલનામાં ત્રણ ભુવનમાં કોઈ પણ આવી શકે તેમ નથી અને એજ કારણે તેમનો વૈરાગ્ય જ્વલંત છે.
વૈરાગ્ય એક એવી અદ્ભુત વસ્તુ છે કે જેનામાં હોય તે અપૂર્વ સમાધિ રસમાં ઝીલે છે કારણ કે, તે જીવને જડ પ્રત્યેનું આકર્ષણ ઓછુંને ઓછું થતું જાય છે, જે આકર્ષણ અસમાધિને ઉત્પન્ન કરનાર છે.
આપણા શરીરથી માંડીને જે કોઈ વસ્તુ દેશ્ય છે તે સર્વ વસ્તુ પુદ્ગલ છે તેના પ્રત્યે તીવ્ર રાગ જ અસમાધિ ઉત્પન્ન કરે છે. તેને તોડવા માટે વૈરાગ્ય જોઈએ, જયારે જગતના તમામ પદાર્થો પ્રત્યે (ચેતન દ્રવ્યને છોડીને) ઉદાસીનભાવ આવે ત્યારે વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. ઉદાસીનભાવ એટલે મધ્યસ્થભાવ, નહિ રાગ કે નહિ કેષ, નહિ મમ કે નહિ તવ, નહિ સ્વાર્થ કે નહિ પરાર્થ-જડાર્થ. આ વસ્તુ જયારે સિદ્ધ થાય ત્યારે તટસ્થ બનેલો જીવાત્મા સ્વ દ્રવ્ય પ્રત્યે આત્મ તત્ત્વ પ્રત્યે રુચિવંત બને છે. પછી પર-જડ વસ્તુ તેને લોભાવી શકતી નથી. તેથી જવલંત વૈરાગ્ય જડ વસ્તુ પ્રત્યે જાગે છે અને સ્વની શોધમાં પડે છે.
પ્રભુ પણ જન્મથી માંડીને જ વેરાગી હોય છે. કારણકે ત્રણ જ્ઞાનના સ્વામી જગતના જડ ભાવોને સમજે છે કે તે આત્માથી જુદા છે, વળી તે પોતાના નથી, પરાયા છે. તેનાથી આપણો પરમાર્થ સધાતો નથી. તેથી તેની સાથે કામ લેવા પૂરતો સાથે રાખીને અલિપ્તભાવે વિચરવું, એ જ તેમનું જીવન બની રહ્યું હોય છે. આથી જ તીવ્ર વૈરાગ્યવંત પ્રભુ દરેક અવસ્થામાં-સંયોગોમાં પરમ સમાધિમાં ઝીલી અપૂર્વ સમતા રસમાં તરબોળ બની આનંદ અને સુખમગ્ન બની રહે છે, તે પ્રભુનાં ચરણો સદા-સદા મારું શરણ હો. જેના દર્શનથી મારો વૈરાગ્ય જવલંત અને પરિપકવ બને.
૩૦. અરિહંત પ્રભુના ગુણોનું ધ્યાન ઔચિત્યમ્
માં.શુ. ૧, ૨૦૪૪, પડાણા પરમાત્માના ગુણો લોકોત્તર છે, તેને લૌકિક ગુણોની સાથે સરખાવી શકાય તેમ નથી. અરિહંત પરમાત્મા ઔચિત્યના ભંડાર છે. જે ઔચિત્યને લોક ભાષામાં વિવેક કહે છે. જેની જેવી કક્ષા હોય તે પ્રમાણે તેના પ્રત્યે ઔચિત્યને ચૂકતા નહિ. ઔચિત્ય ત્રણ યોગોથી થાય છે. સાધકનો અંતર્નાદ
163
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org