Book Title: Sadhakno Antarnad Part 1
Author(s): Padmalatashree
Publisher: Pooja Rohit Doshi

View full book text
Previous | Next

Page 187
________________ છે અને સુખ સુખ અને સુખનું જ સામ્રાજ્ય છવાઈ ગયું છે જેથી આપ જ અભયદાતા છો. અંધને જેમ નેત્ર મળે તેમ અજ્ઞાનથી અંધ એવા જીવોને આપે જ્ઞાનરૂપી નેત્ર આપીને દેખતા કર્યા છે તેથી આપજ ચક્ષુદાતા છો. આપે કષ્ટો વેઠીને જ્ઞાન પ્રકાશ પ્રાપ્ત કરીને અમારા સાચા માર્ગદાતા બન્યા છો, માર્ગ વિના ચારે ગતિમાં રઝળતા જીવોને માર્ગ આપી સન્માર્ગી બનાવ્યા છે. શરણ આપનાર આપ જ છો. સાચી સમજ પ્રભુ આપજ આપનાર છો, ઊંધી સમજે સંસારમાં ભટકી રહેલા જીવોને માટે આપ જ બોધિદાતા છો. સમવસરણમાં બેસી તમે જ ધર્મ બતાવનાર છો, જે માર્ગથી ભૂલા પડેલા જીવો આમ તેમ અટવાતા હતા તેને હાથ ઝાલીને સંસાર અટવીથી પાર ઉતારનાર છો. પ્રભુ મોક્ષ માર્ગ (ધર્મ)ના નાયક પણ આપજ છો કેમકે આ ભગીરથ કાર્ય આપ જ કરી શકો કેમકે ધર્મ આપે કેવળજ્ઞાનથી જાણીને બતાવ્યો છે. પ્રભુ ! ધર્મના સારથિ આપ જ છો. ભવાટવીથી પાર ઉતારવા-મોક્ષ માર્ગે પહોંચતાં રસ્તામાં રાગ દ્વેષ આદિ ચોર ડાકુ જે કોઈ જીવને હેરાન કરનાર છે તેનાથી બચાવવા જીવને ધર્મ બતાવી સારથિરૂપ આપજ બનો છો. ચારગતિના અંત સુધીનું સઘળું સામ્રાજય મેળવી ધર્મ બતાવીને ચક્રવર્તી બન્યા છો. ૩૨. પંચ સૂત્રનું પહેલું સૂત્ર મા.શુ. ૧૩, મોટા માંઢા નવકાર ગણીને શરૂઆત કરી. પંચ સૂત્રનું પહેલું સૂત્ર. જીવ અનાદિનો છે, સંસાર પણ અનાદિનો છે અને જીવ અનાદિથી કર્મના સંયોગને પામેલો છે. અનાદિ એવા કર્મનો વિયોગ શુદ્ધ ધર્મની પ્રાપ્તિથી થાય છે અર્થાતુ, આત્માના શુદ્ધ સ્વરૂપના પ્રગટવાથી થાય છે, શુદ્ધ સ્વરૂપ આત્મા ઉપર લાગેલા પાપ કર્મના વિગમથી થાય છે, અર્થાતુ, કર્મથી મુક્ત બનેલો આત્મા શુદ્ધ સ્વરૂપી બને છે. હવે એ કર્મનો વિગમ-નાશ થાય કેવી રીતે? તેના માટે એક જ રસ્તો છે તથાભવ્યત્વનો પરિપાક, તે થાય ત્યારે આત્મા ઉપર લાગેલાં કર્મ ખરી પડે છે. માટે આપણે પુરુષાર્થ એટલો જ કરવાનો, ભવ્યત્વને પકવનારા ઉપાયોનું સાધનોનું સેવન કરવું. તે સાધનો ત્રણ છે. ૧. જેમણે કર્મનો નાશ કરવાનો ઉપાય બતાવ્યો છે, ૨. જેમણે કર્મનો નાશ કર્યો છે, અને ૩. જેઓ કર્મનો નાશ કરવા માટે સફળ પુરુષાર્થ કરી રહ્યા છે. એવા પંચ પરમેષ્ઠિનું શરણું લેવું. તેમનું શરણું લેવું એટલે તેમનું સ્મરણ કરવું, તેમને સમર્પિત થવું, તેમનું જીવન દર્શન કરવું, જેથી બહુમાન થાય અને તેમના આચરેલા તે માર્ગના અનુષ્ઠાનો આચરવા માટે ઉલ્લાસ-ઉત્સાહ થાય, તેમના જીવનનું આલંબન મળે જેથી તે માર્ગે ચાલવાની યોગ્યતા પ્રગટે, તેમને વારંવાર સ્મરવાથી સાધકનો અંતનંદ 167 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216