________________
રંગાયેલી પ્રસન્ન-પ્રસન્ન બની જશે, આત્માને નિજાનંદમાં મશગૂલ રાખશે.
માટે આવી રંગીલી ચેતનાને સાચી આત્મ તત્ત્વની શુદ્ધિ કરવામાં સહાયક રંગવી, એ આત્માના પુરુષાર્થ ઉપર આધાર રાખે છે.
જો ચેતના રંગાવાના સ્વભાવવાળી છે તો તમારે આત્મદેવને પ્રસન્ન કરવો ઘણો સરળ છે. તમારે ફકત તેની સામે જે રંગે રંગવી હોય તે રંગ ધરવો જોઈએ અને રંગવાનો શુભ પુરુષાર્થ સ્વયં કરવો જોઈએ.
આ ચેતના આત્માની સાથે સદાય રહેનારી છે છતાં પણ વસ્તુમાં રંગાયેલી જયારે તે જુદો સ્વાંગ ધારણ કરે છે ત્યારે આત્મદેવને હેરાન કરે છે અર્થાતુ, અનેક નવાં કર્મોથી બંધાય છે.
આથી આપણો પુરુષાર્થ ચેતનાને શુભમાં જોડીને અશુભમાંથી પાછી વાળવા માટેનો હોવો જોઈએ અને શુદ્ધ તત્ત્વના રંગથી રંગી દેવી જોઈએ. તે શુદ્ધ તત્ત્વ છે પરમાત્મા, પરમાત્માના રંગથી રંગાયેલી ચેતના મોટે ભાગે પૌલિક ભાવોમાં રમતી નથી, સ્થિર રહેતી નથી. પરંતુ અલિપ્ત રહે છે. પૌગલિક ઉદાસીનતાથી પરમ તત્ત્વમાં રમતી થાય છે. પરમતત્ત્વ તે આત્મા-શુદ્ધાત્મા તેના રંગમાં રંગાય ત્યારે પરભાવ ભણી દષ્ટિ જતી નથી અર્થાતુ, પાછી વળે છે અને નિજ સ્વભાવમાં તદ્રુપ થતા આત્માને ચેતના પરમ સહાયક બને છે. એ જ તેનું રંગીલાપણું છે. - આ તેના રંગીલાપણાનું સ્વરૂપ સમજીને ચેતનાને કઈ વસ્તુમાં રંગવી અને કેવો પુરુષાર્થ કરવો એનું જ્ઞાન મેળવી જે વસ્તુમાં રંગવી હોય તે સિવાયની વસ્તુથી તેને પાછી વાળવી અને સ્વમાં રંગવી અર્થાત્ તે માટે પુરુષાર્થ કરવો. આ તેના રંગીલાપણાનું સાર્થકપણું છે. ૩૪. હૂ ની સાધના
શ્રા.શુ. ૧૪, ૨૦૪૩, જામનગર ‘અહમ્' સ્વરૂપ આપણો આત્મા હુ થી વિંટાયેલો છે. ૐ હું અહમ્ નમ: ઋષિમંડલના મંત્રથી આ પ્રમાણે સ્થાપના કરવામાં આવી. તેનું ધ્યાન
“तम्योपरि सकारान्तं, बीज मध्यास्थ सर्वगम् ।
नमामि विवमार्हन्त्यं ललाटस्थं निरंजनम्" એ ગાથાથી કરવાનું છે.
હૂ ની મધ્યમાં રહેલું આઈનત્ય બિંબ હૃદયની મધ્યમાં રહેલું તે કેવું છે ? સર્વ વ્યાપી, લલાટ સ્થાને રહેલું, એટલે (હૃદયના નૈઋત્ય ખૂણામાં જે સ્થાન છે તે લલાટ સ્થાન છે) હૃદયના નૈઋત્ય ભાગમાં, નિરંજન (અંજન-કર્મરૂપી અંજન ચાલ્યું ગયું છે એવું છે તેવું) એવા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્માનું ધ્યાન કરવું. તે હૂ થી વિંટાયેલો છે. હું ની કલામાંથી અમૃત ઝરે છે તે બ્રહ્મરન્દ્રમાંથી શરીરમાં પ્રવેશે છે, તે હૃદયમાં ફેલાય છે, આખા શરીરમાં ફેલાય છે, બ્રહ્મરદ્રમાંથી અંદર જાય છે ત્યારે તેમાંથી અમૃત ટપકે છે તેમાંથી આત્મામાં શીત લેશ્યાની શક્તિ પ્રગટે છે તેમાંથી શરીરમાં તેનો પ્રવાહ પ્રવાહિત કરવાથી શરીરમાં જે બળતરા છે તે શાંત થાય છે. શીતળતાનો-ઠંડકનો અનુભવ થાય છે એવું છે હૂ ની કલાનું અમૃત.
હૂ માં ૨૪ તીર્થકર ભગવાન છે. હું થી વિંટાયેલો અહં સ્વરૂપ આત્મા ઉપર ૨૪ તીર્થકર ભગવાનમાંથી કરુણારસનાં ઝરણાં ઝરે છે તે અમૃત રસ છે, શીતળતાનો અનુભવ થાય છે તે શરીરમાં ફેલાય છે. ઠંડકથી શાંતિનો અનુભવ થાય છે. સાધકનો અંતર્નાદ
169
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org