________________
અનાદિના દોષો વિદાય લે, ગુણોના બીજનું આધાન થાય.
આ જગતમાં શરણ કરવા લાયક વસ્તુ ચાર જ છે. તેમાં તમામ શરણ્યનો સંગ્રહ થઈ જાય છે. ૧, અરિહંત પરમાત્મા ૨. સિદ્ધ પરમાત્મા ૩. સાધુ ભગવંતો ૪. કેવલિ ભગવંતે બતાવેલો ધર્મ અથાત્, ૧. દેવ ૨. ગુરુ અને ૩. ધર્મ આ ત્રણ જ શરણ કરવા યોગ્ય છે.
તેમનું શરણ લેવું એટલે તેમને સમર્પિત થવું, તેમના જીવનને યાદ કરી તેમના જેવા થવા માટે પોતાનું જીવન તેમને સોંપી દેવું.
હવે અરિહંત પરમાત્મા છે તે આપણા જીવન વિકાસમાં મુખ્ય ભાવ ભજવે છે. તેમના આપણા ઉપર અનંતાનંત ઉપકારો છે. તેઓએ આપણને જો મુક્તિનો માર્ગ દેખાડયો ન હોત તો આપણે મુક્તિની ઈચ્છા અને ત્યાં પહોંચવા માટે જે જે પુરુષાર્થ-અનુષ્ઠાન કરવાના છે તે કયાંથી કરત? અને એ ન કરત તો ભવ ભ્રમણ કરતાં મુક્તિએ ન પહોંચીએ ત્યાં સુધી જે કાંઈ ધર્મની અને બીજી અનુકૂળ સામગ્રી જરૂરી છે તે કયાંથી મળત? એવા અરિહંત પરમાત્માનું જીવન અલૌકિક છે તેની વિચારણા પણ આપણને સુખ અને શાંતિનો અનુભવ કરાવે છે અને કલ્યાણ અર્પે છે.
ત્રીજા ભવમાં જગતના જીવો માટે કરેલી સુખની ચિંતા અને સુખ માટે માર્ગદર્શન જેને શાસન સ્થાપ્યું કહેવાય છે તેના પ્રભાવે તેમના ચ્યવન, જન્મ વગેરે અલૌકિક બને છે.
તેઓ સ્વર્ગમાંથી ચ્યવે છે ત્યારે ત્યાંનો પરિવાર વિગેરે દુઃખ ધારણ કરે છે અને મનુષ્ય લોકમાં આનંદનો પાર નથી હોતો. પ્રકૃતિમંડલ એકદમ પ્રફુલ્લિત થઈ જાય છે. ઈદ્રનું અચલ એવું સિંહાસન પણ ડોલાયમાન થાય છે ત્રણ ભુવનમાં જીવસૃષ્ટિમાં સુખનો સંચાર થાય છે, તે તેમની સમગ્ર જીવોને સુખી કરવાની ભાવનાની સક્રિયતાનું પ્રતીક છે.
વળી દેવલોકમાં પણ આનંદ આનંદ છવાઈ જાય છે. કે પ્રભુ જીવોનો ઉદ્ધાર કરશે. અનેક જીવોનો મોક્ષે જવાનો માર્ગ ખુલશે. અસંખ્ય દેવ દેવીઓ (સમ્યગ દષ્ટિ) તો નાચે છે અને આનંદઆનંદ પ્રવર્તાવે છે.
ત્યારબાદ ઈન્દ્ર પણ તે મનુષ્ય લોકમાં શાસન સ્થાપવા માટે પધારેલા (માતાના ગર્ભમાં) પ્રભુનું બહુમાન કરે છે અને શકસ્તવ દ્વારા સ્તુતિ-ગુણાનુવાદ કરે છે. ૩૩. ચેતના (રંગીલી)
માં.વ. ૫ ચેતના રંગીલી જાણજો. ચેતનાનો સ્વભાવ રંગાઈ જવાનો છે. તેની પાસે જે ધરીએ તેમાં તે રંગાઈ જવાના સ્વભાવવાળી છે. ચેતના પાસે પગલિક વિષયોને ધરો તો તેમાં શુભ વિષયોમાં મોહના ઉદયથી રતિની સોબત કરશે અને તેમાં રંગાઈ જશે. અશુભ વિષયોમાં તે અરતિની સોબતણ બની તેમાં રંગાયેલા આત્માને હેરાન-પરેશાન કરી મૂકશે.
અને જો ચેતના પાસે આત્મા તરફના સૂર પૂરતાં દૃશ્યો અને શબ્દો મૂકશો તો તેમાં રતીની સોબત મોહના ક્ષયોપશમથી કરશે અને મોહનીય કર્મના ક્ષયોપશમથી ભાવિત બનેલો આત્મા પગલિક દેશ્યો તથા શબ્દોમાં શુભાશુભમાં તટસ્થ રહી અરતિની સોબત કરી તે ચેતના આત્માના ગુણોમાં સાધકનો અંતર્નાદ
168
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org